ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી વાઇનની ડિમાન્ડ ખતમ થઇ જશે, જાણો શું છે પ્લાન
BUSINESS : અમેરિકાના વાઇન વિક્રેતાઓ અને ઇમ્પોર્ટ કરનારાઓની મુશ્કેલીઓ વધી શકે છે. કારણકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપીયન વાઇન કંપનીઓ પર 200 ટકા ટેરીફ લાદવા જઇ રહ્યા હોવાના સંકેતો આપી રહ્યા છે. જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો અમેરિકાના બજારમાં યુરોપિયન વાઇનનું વેચાણ એકદમ મુશ્કેલ બનશે. ટ્રમ્પે કહ્યું છે કે, અગર યુરોપિયન સંઘ અમેરિકાની વ્હીસ્કી પર 50 ટકા ટેરીફ લગાડે છે, તો તેમને વળતા જવાબમાં અમે યુરોપિયન વાઇન, શેમ્પેઇન અને સ્પીરીટ પર 200 ટકા ટેરીફ વધારીશું. આ જાહેરાજ બાદ વાઇન ઉદ્યોગકારોમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. (DONALD TRUMP TARIFF WAR MAY HARM WINE INDUSTRY OF EUROPE)
ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો મોટો હિસ્સો યુરોપિયન વાઇન પર આધારિત
ન્યુ જર્સી સ્થિત વાઇન સ્ટ્રીટ ઇમ્પોર્ટના સીઇઓ જણાવે છે કે, મને નથી લાગતું કે ગ્રાહક પોતાની ગમતી વાઇન અથવા શેમ્પેઇન પીવા માટે ત્રણ ઘણી રકમ ચુકવશે. અમેરીકી આયાતકારોના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો મોટો હિસ્સો યુરોપિયન વાઇન પર આધારિત છે. અત્યારે અમેરિકાના બજારમાં તેની ભરપાઇ કરી શકે તેવો કોઇ વિકલ્પ ઉપબલ્ધ નથી.
અમેરિકાના ગ્રાહકો માટે વાઇન મોંઘી થઇ જશે
દારૂના વેચાણ સાથે સંકળાયેલા સંગઠનનું કહેું છે કે, અમેરિકામાં વર્ષ 2023 માં વાઇન અને સ્પીરીટની કુલ ખપતમાંથી યુરોપિયન દેશોનું મોટુ યોગદાન છે. જો વધારે ટેરીફ લાદી દેવામાં આવે છે, તો અમેરિકાના ગ્રાહકો માટે વાઇન મોંઘી થઇ જશે. જેથી તેની માંગ પડી ભાંગશે.
આ પણ વાંચો --- ભારતનું વિદેશી ભંડાર વધ્યું, જ્યારે પાકિસ્તાનની હાલત કફોડી બની