ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Share Market માં શાનદાર રિકવરી, સેન્સેક્સમાં 900 નિફ્ટીમાં 283 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં શાનદાર રિકવરી શેરબજાર લીલા નિશાનમાં બંધ સેન્સેક્સમ 900 નિફ્ટીમાં ઉછાળો Share Market Closing : શેરબજારના રોકાણકારો (Share Market Closing )માટે પણ આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો.ભારતીય શેરબજાર આજે સતત ચોથા દિવસે લીલા નિશાનમાં બંધ થયા. ગુરુવારે બજારમાં...
04:48 PM Mar 20, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
stock market Today

Share Market Closing : શેરબજારના રોકાણકારો (Share Market Closing )માટે પણ આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો.ભારતીય શેરબજાર આજે સતત ચોથા દિવસે લીલા નિશાનમાં બંધ થયા. ગુરુવારે બજારમાં જબરદસ્ત રિકવરી (Great recovery)જોવા મળી અને BSE સેન્સેક્સ (sensex)899.01 પોઈન્ટ (1.19%) ના વધારા સાથે 76,348.06 પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી(nifty) 50 ઇન્ડેક્સ 283.05 પોઈન્ટ (1.24%) વધીને 23,190.65 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે બજારે મોટા વધારા સાથે વેપાર શરૂ કર્યો હતો.બુધવારે શરૂઆતમાં, સેન્સેક્સ ૧૪૭.૭૯ પોઈન્ટ (0.20 ) વધીને ૭૫,૪૪૯.૦૫ પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 73.30 પોઈન્ટ (0.32%) ના વધારા સાથે 22,907.60 પોઈન્ટ પર બંધ થયો.

ભારતી એરટેલના શેરમાં જોરદાર ઉછાળો

ગુરુવારે, સેન્સેક્સની 30 માંથી 27 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની 3 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૪૪ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં અને ૪ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. જ્યારે 2 કંપનીઓના શેર કોઈ ફેરફાર વિના બંધ થયા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ભારતી એરટેલના શેર સૌથી વધુ 4.05 ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે ટેક ઇન્ડસઇન્ડ બેંકના શેર સૌથી વધુ 1.03 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ પણ  વાંચો -UPI : વેપારીઓની બલ્લે બલ્લે! હવે UPIથી પેમેન્ટ લેશો તો મળશે વધુ પૈસા

ઝોમેટો, પાવરગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં પણ સારો ઉછાળો આવ્યો

આજે સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, ટાઇટનના શેર 3.47 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.79 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.78 ટકા, TCS 1.74 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.66 ટકા, નેસ્લે ઇન્ડિયા 1.66 ટકા, ઇન્ફોસિસ 1.48 ટકા, HDFC બેંક 1.26 ટકા, મારુતિ સુઝુકી 1.25 ટકા, સન ફાર્મા 1.24 ટકા, ટાટા મોટર્સ 1.19 ટકા, પાવર ગ્રીડ 1.07 ટકા અને ટેક મહિન્દ્રાના શેર 1.01 ટકાના વધારા સાથે બંધ થયા.બીજી તરફ, બજાજ ફાઇનાન્સના શેર 0.57 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.15 ટકા ઘટીને બંધ થયા.

Tags :
Bajaj FinanceBharti AirtelBSEGreat recoveryGujarat Firsthindustan unileverHiren daveIndusind Bankmahindra and mahindraNiftyNifty 50NSESensexshare-marketStock Markettitantop news Gujarat FirstUltratech Cement