દેશમાં સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો
- સોનું સવા લાખને પાર જવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર
- દેશમાં સોનાનો ભાવ ઓલટાઈમ હાઇ સપાટીએ પહોંચ્યો
- 24 કેરેટ સોનું 1,387 રૂપિયા વધી 94,489ના સ્તરે પહોંચ્યું
- ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર દર
- વર્ષના અંત સુધીમાં જ સોનું પ્રતિ 10 ગ્રામ જઈ શકે 1.10 લાખ
- આ વર્ષે અત્યાર સુધીમાં જ સોનું 18,327 રૂપિયા થયું મોંઘું
- ગોલ્ડમેન શાસે પણ સોનું 1.30 લાખ જવાનું કર્યું છે અનુમાન
- ગોલ્ડમેન શાસના પાછલા બંને અનુમાન પડ્યા છે સાચા
- અગાઉ ફેબ્રુઆરી, માર્ચમાં કરેલાં અનુમાન પડ્યાં છે સાચા
Gold all-time high : સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોનું સવા લાખને પાર જવાની ચર્ચા થઇ રહી છે. હવે આ વચ્ચે એક મોટી સમાચાર સામે આવ્યા છે. દેશમાં હવે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, 24 કેરેટ સોનું 1,387 રૂપિયા વધી 94,489 ના સ્તરે પહોંચ્યું છે.
24 કેરેટ સોનાના ભાવમાં 1,387 રૂપિયા વધ્યા
ભારતમાં સોનાના ભાવે નવો રેકોર્ડ સ્થાપ્યો છે, જે ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. 16 એપ્રિલ, 2025ના રોજ સવારે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ શુદ્ધ સોનું 1,387 રૂપિયા વધીને 94,489 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે. ચાંદીનો ભાવ પણ 95,403 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. નિષ્ણાતોના મતે, વર્ષના અંત સુધીમાં સોનું 1.10 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે, જ્યારે ગોલ્ડમેન સૅક્સે 1.30 લાખ સુધી જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 18,327 રૂપિયા મોંઘું થયું છે, જે રોકાણકારો અને ખરીદદારો માટે મોટા સમાચાર છે.
સોના-ચાંદીના ભાવમાં વધારો
IBJAની સત્તાવાર વેબસાઈટ ibjarates.com અનુસાર, 16 એપ્રિલ, 2025ના રોજ 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનો ભાવ 94,489 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જે મંગળવારે સાંજે 93,102 રૂપિયા હતો. આ ઉપરાંત, 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 94,111 રૂપિયા, 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 86,552 રૂપિયા, 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 70,867 રૂપિયા અને 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 55,277 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ચાંદીનો ભાવ 999 શુદ્ધતા સાથે 95,403 રૂપિયા પ્રતિ કિલો છે, જે બજારમાં ઉછાળાનો સંકેત આપે છે.
ભાવ વધારાનું કારણ
સોનાના ભાવમાં આ ઉછાળો વૈશ્વિક અને સ્થાનિક પરિબળોનું પરિણામ છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા, મોંઘવારીનું દબાણ અને સોનાની સુરક્ષિત રોકાણ તરીકેની માંગમાં વધારો ભાવ વધવાના મુખ્ય કારણો છે. ભારતમાં, તહેવારો અને લગ્નની સીઝન નજીક આવતાં સોના અને ચાંદીની ખરીદીમાં વધારો થયો છે, જેની સીધી અસર ભાવ પર પડી છે. ડૉલરની તુલનામાં રૂપિયાનું મૂલ્ય અને આયાત ખર્ચ પણ ભાવ વધારામાં ફાળો આપી રહ્યા છે.
આ પણ વાંચો : Gold વેચવું કે ખરીદવું? જાણો ફરી કેમ શરૂ થઇ આ ચર્ચા