CNG Rate News: સરકારે આપી મોટી રાહત.... CNG ના ભાવમાં આવ્યો ઘટડો
CNG Rate News: દેશમાં અવાર-નવાર સરકાર પેટ્રોલ, ડીઝલ અને CNG ના ભાવમાં વધારો કે ઘટાડો કરતી જોવા મળે છે. ત્યારે ફરી એકવાર એક રાજ્યની સરકાર દ્વારા ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર વહેતા કર્યા છે. તેના અંતર્ગત Rajasthan ના મુખ્યમંત્રી Bhajanlal Sharma એ નાગરિકોને આજરોજ ખાસ ભેટ આપી છે. મુખ્યમંત્રી Bhajanlal Sharma એ નાગરિકોને CNG ના ભાવમાં રાહત આપી છે.
ભાવ ઘટાડા સાથે 12 જુલાઈથી લાગુ કરવામાં આવ્યા
12 જુલાઈની રાતથી નાગરિકોને રાહત આપી છે
CNG ના ભાવમાં ઘટાડો કરીને મોટી રાહત આપી
ત્યારે Rajasthan રાજ્ય સરકારે CNG ના ભાવમાં 3.69 રુપિયાનો ઘટાડો કર્યો છે. RSGL ના ચેરપર્સન અને ખાણ સચિવ આનંદીએ આ માહિતી આપી છે. તો CNG ના આ ભાવ ઘટાડા સાથે 12 જુલાઈથી લાગુ કરવામાં આવ્યા છે. તો RSGL ના MD રણવીર સિંહે જણાવ્યું છે કે, હવે કોટામાં Rajasthan સ્ટેટ ગેસ દ્વારા ઉપભોક્તાઓને 90 રુપિયા 21 પૈસા પ્રતિ કિલોના દરે CNG ગેસ આપવામાં આવશે.
12 જુલાઈની રાતથી નાગરિકોને રાહત આપી છે
જોકે પહેલા કોટામાં CNG ના ભાવ 93.30 રુપિયા પ્રતિ કિલો હતાં. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે CNG પર વેટ 14.5 થી ઘટાડીને 10 ટકા કરવાની બજેટ જાહેરાતના અમલીકરણમાં નિર્ણય લઈને 12 જુલાઈની રાતથી નાગરિકોને રાહત આપી છે. મુખ્મમંત્રી Bhajanlal Sharma એ પહેલું બજેટ જાહેર કરતાં, Rajasthan નાણામંત્રી દીયા કુમારીને અનેક ઘોષણ પણ કરી છે.
CNG ના ભાવમાં ઘટાડો કરીને મોટી રાહત આપી
નાણામંત્રી દીયા કુમારીએ જણાવ્યું છે કે, નાણામંત્રીએ CNG-PNG પર વેટ 14.5 થી ઘટાડીને 10 ટકા કરવાની જાહેરાત કરી હતી. પરંતુ, બજેટની જાહેરાતના બે દિવસ બાદ જ સરકારે CNG ના ભાવમાં ઘટાડો કરીને મોટી રાહત આપી છે. નવા દર લાગુ થયા બાદ Rajasthan ની રાજધાની જયપુર સહિત તમામ જિલ્લાઓમાં CNG સસ્તો થઈ ગયો છે.
આ પણ વાંચો: SHARE MARKET: શરેબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ નવી ઊંચાઈએ