ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશના લાખો કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની આ ખાસ ભેટ

દિવાળી ભેટ! કેન્દ્ર સરકારની કર્મચારીઓને ભેટ કેન્દ્ર સરકારે DAમાં 3% વધારો કર્યો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એરિયર્સ મળવાની સંભાવના DA Hike Update : દિવાળી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. જીહા, કેન્દ્રીય કેબિનેટે...
02:16 PM Oct 16, 2024 IST | Hardik Shah
DA Hike Update

DA Hike Update : દિવાળી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. જીહા, કેન્દ્રીય કેબિનેટે બુધવારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 3% વધારાની જાહેરાત કરી હતી. આ વધારા સાથે, DA હવે મૂળ પગારના 42% થી વધીને 45% થઈ ગયું છે, જેનો લાભ દેશભરના લાખો કર્મચારીઓને થશે. દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ નિર્ણય મોટી રાહત તરીકે આવ્યો છે.

પગાર આટલો વધી જશે

DA માં 3% વધારા પછી, એન્ટ્રી-લેવલના સરકારી કર્મચારીનો મૂળ પગાર, જે માસિક રૂ. 18,000 છે, તેમાં દર મહિને રૂ. 540નો વધારો થવાની ધારણા છે. આ વધારાથી કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થવાની ધારણા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એરિયર્સ મળવાની અપેક્ષા છે.

આ રીતે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવે છે

મોંઘવારી ભથ્થું કર્મચારીઓને ચૂકવવામાં આવે છે જેની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે કરવામાં આવે છે અને જીવન ખર્ચમાં વધઘટને સમાયોજિત કરવા માટે તેનો સમાવેશ કરવામાં આવે છે. DA દર 6 મહિનામાં સંસોધિત કરવામાં આવે છે. નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા બીજા શબ્દોમાં પેન્શનધારકોને મોંઘવારી રાહત આપવામાં આવે છે.

3 વર્ષમાં કટેલી વખત વધ્યું DA?

વિગતો શું છે?

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે, જ્યારે પેન્શનરોને DR આપવામાં આવે છે. સામાન્ય રીતે, DA અને DR વર્ષમાં બે વાર વધારવામાં આવે છે - જાન્યુઆરી અને જુલાઈ. હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 50 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. અગાઉ માર્ચ મહિનામાં સરકારે DAમાં 4% વધારો કરવાની જાહેરાત કરી હતી. 2006 માં, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DA અને DR ની ગણતરી માટેના ફોર્મ્યુલામાં સુધારો કર્યો. 30 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને એક પત્ર લખીને DA/DR ના વધારાની જાહેરાત કરવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:  શેરબજારમાં એન્ટ્રી! Garuda Construction and Engineeringના શેર આ ભાવે ખૂલ્યા

Tags :
3% DA Hike7th Pay CommissionDA HikeDA Hike NewsDA Hike UpdateDAHikeDiwaliDiwali 2024Diwali DA Hikediwali giftGujarat FirstHardik ShahModi Govtpm modipm narendra modiUtility ImageUtility NewsUtility News In HindiUtility Photo
Next Article