ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Budget 2024: દેશમાં આયુષ્માન ભારત યોજનાની કવરેજ મર્યાદા થઈ શકે છે બમણી

Budget 2024 : બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે આ બજેટમાં સરકારનું ફોકસ હેલ્થકેર પર હોઈ શકે છે. દેશના લગભગ 17 કરોડ લોકો માટે બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારની આયુષ્માન ભારત યોજનાની...
03:38 PM Jul 08, 2024 IST | Hiren Dave

Budget 2024 : બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે આ બજેટમાં સરકારનું ફોકસ હેલ્થકેર પર હોઈ શકે છે. દેશના લગભગ 17 કરોડ લોકો માટે બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારની આયુષ્માન ભારત યોજનાની કવરેજ મર્યાદા બમણી કરવાની જાહેરાત કરી શકે છે. તેનાથી ગરીબ પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળી શકે છે. આ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે.

 

નિર્મલા સીતારમણ 17 કરોડ લોકોને ભેટ આપી શકે

મોદી સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ હાલ દેશમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે. જેને બમણી કરવાની દરખાસ્ત સરકાર પાસે પહોંચાડવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કવરેજ મર્યાદા વધારીને દેશના લગભગ 17 કરોડ લોકોને મોટી ભેટ આપી શકે છે.

યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો સામેલ

આયુષ્માન ભારત યોજના હેઠળ, હાલમાં દેશના લગભગ 12 કરોડ પરિવારોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. સરકારનું માનવું છે કે સારવારના વધતા ખર્ચને જોતા તેનો વ્યાપ પણ વધારવો જોઈએ. આવી સ્થિતિમાં, બજેટ 2024માં આ કવરેજ 5 રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આયુષ્માન ભારત યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને સામેલ કર્યા હતા.

કવરેજ બમણું કરવાથી ખર્ચમાં પણ વધારો

આયુષ્માન ભારત યોજના હેઠળ કવરેજ બમણું કરવાથી ખર્ચમાં પણ વધારો થશે. નેશનલ હેલ્થ ઓથોરિટીનો અંદાજ છે કે કવરેજને 10 લાખ સુધી વધારવાથી સ્કીમ પર વાર્ષિક રૂ. 12,076 કરોડનો વધારાનો બોજ પડશે. જો કે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ યોજના માટે રૂ. 7,200 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જેના પર રૂ. 12,000 કરોડના ઉમેરા સાથે, યોજના પરનો ખર્ચ આશરે રૂ. 19,000 કરોડ થવાનો અંદાજ છે.

આયુષ્માન યોજના હેઠળ 12 કરોડ પરિવારો જોડાયેલા

આયુષ્માન યોજના હેઠળ દેશભરમાં લગભગ 12 કરોડ પરિવારો જોડાયેલા છે. આ સિવાય રાષ્ટ્રપતિની જાહેરાત અનુસાર 70 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને તેમાં સામેલ કરવામાં આવશે. આ સાથે લાભાર્થીઓની સંખ્યામાં 4 થી 5 કરોડનો વધારો થશે. આનો અર્થ એ થયો કે આવનારા સમયમાં યોજના હેઠળ કુલ લાભાર્થીઓ લગભગ 17 કરોડ સુધી પહોંચી જશે.

આ પણ  વાંચો  - Budget 2024 : મિડિલ ક્લાસ માટે હશે મોદી 3.0 નું પ્રથમ બજેટ? ખાસ ભેટની રહેશે આશા

આ પણ  વાંચો  - VEGETABLE : વરસાદે બગાડ્યો રસોડાનો સ્વાદ, શાકભાજીના ભાવ આસમાને

આ પણ  વાંચો  - પેટ્રોલ-ડીઝલ થઇ જશે 50 રૂ. પ્રતિ લિટર! ભારતને મળી ગયો છે ખજાનો

Tags :
2024 budgetAyushman Bharat schemeBudgetCentral governmentMinister of FinanceModi GovtNationalNirmala Sitharamanpolicy commission
Next Article