Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Budget 2024: નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર, PF ને લઈ બજેટમાં 10 વર્ષ બાદ થશે મોટો ફેરફાર!

Budget 2024 : જો તમે પણ નોકરીયાત હોવ તો તમારા માટે આ કામના સમાચાર છે. આ વખતના યુનિયન બજેટ (Budget 2024)બાદ તમારા પગારમાંથી કપાતો પ્રોવિડન્ડ ફંડ વધી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે. જે મુજબ પ્રોવિડન્ડ ફંડ માટે પગારની...
11:02 AM Jul 03, 2024 IST | Hiren Dave

Budget 2024 : જો તમે પણ નોકરીયાત હોવ તો તમારા માટે આ કામના સમાચાર છે. આ વખતના યુનિયન બજેટ (Budget 2024)બાદ તમારા પગારમાંથી કપાતો પ્રોવિડન્ડ ફંડ વધી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે. જે મુજબ પ્રોવિડન્ડ ફંડ માટે પગારની મહત્તમ મર્યાદા વધારવામાં આવી શકે છે. આ વખતે યુનિયન બજેટમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં વેજ સિલિંગ વધારવા અંગે જાહેરાત કરી શકે છે.

10 વર્ષ બાદ વેજ સિલિંગમાં થઈ શકે ફેરફાર

અત્રે જણાવવાનું કે હાલ પ્રોવિડન્ડ ફંડ માટે વેજ સિલિંગ 15000 રૂપિયા છે. આ અગાઉ તેમાં 1 સપ્ટેમ્બર 2014માં ફેરફાર કરાયો હતો. તે સમયે 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં આવ્યો હતો. કેટલાય દિવસ અગાઉ 15000 થી વધારીને હવે 25000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવ પર જો અમલ થયો તો 10 વર્ષ બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે વેજ સિલિંગમાં ફેરફાર કરાશે. લેબર મિનિસ્ટ્રીએ આ અંગે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે.

પીએફમાં યોગદાન વધશે?

પીએફ ફંડ હેઠળ વેજ સિલિંગ વધવાથી કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધી જશે અને તેમની પીએફમાં સેવિંગ વધી જશે. સરકાર સોશિયલ સિક્યુરિટીનો દાયરો વધારવા માટે આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. લઘુત્તમ પગાર લિમિટ વધારવાની અસર સરકારી અને પ્રાઈવેટ બંને સેક્ટરના કર્મચારીઓ પર પડશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની પણ 2017થી 21000 રૂપિયા પગાર મર્યાદા છે. લેબર મિનિસ્ટ્રીનું માનવું છે કે ઈપીએફ અને ESIC હેઠળ પગાર મર્યાદા એક જેવી હોવી જોઈએ.

કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ 1952 (EPFO) હેઠળ પગારનો એક ભાગ કર્મચારી અને એક ભાગ કંપની જમા કરે છે. જેમા કર્મચારી અને એમ્પ્લ્યોર તરફથી 12%-12% રાશિ જમા કરવામાં આવે છે. કર્મચારીના પગારમાંથી કપાયેલા પૂરા પૈસા તેના પીએફ એકાઉન્ટમાં જમા થાય છે. કંપની યોગદાનનો 8.33% EPS માં જમા થાય છે. બાકીનો 3.67% પીએફ એકાઉન્ટમાં જમા થઈ જાય છે.

ક્યારે કેટલો વધ્યો વેજ સેલિંગ

આ પણ  વાંચો - Share Market: શેરબજારમાં રચાયો ઇતિહાસ, સેન્સેક્સ 80 હજારને પાર

આ પણ  વાંચો - Investment News: આ શેરમાં રોકાણ કરવાથી થશે ચોમાસાની ઋતુમાં પૈસાનો વરસાદ

આ પણ  વાંચો - CBI એક્શનમાં, વિજય માલ્યા સામે જારી કર્યું Non-Bailable Warrant

Tags :
budget 2024Business NewsEpfoGujarat FirstGujarati NewsWage Ceiling
Next Article