Abhishek Bachchan ને SBI દર મહિને આપે છે 19 લાખ રૂપિયા, જાણો કેમ?
- એગ્રીમેન્ટમાં સમયાંતરે ભાડું વધારવાની પણ જોગવાઈ
- દુબઈના પોશ જુમેરિયા વિસ્તારમાં એક પ્રોપર્ટી પણ બનાવી
- પોઈન્ટ રિડીમ કરવાની લાલચ આપીને ફસાવી શકે છે
Abhishek Bachchan And SBI : Abhishek Bachchan ની ફિલ્મો વિશે ભલે ચર્ચા ઓછી હોય, પરંતુ તેની કમાણીના સમાચાર આવતા રહે છે. જુનિયર બચ્ચને ફિલ્મો સિવાય પણ ઘણું કર્યું છે, જ્યાંથી તેને દર વર્ષે કરોડોની રકમ મળે છે. દેશની સૌથી મોટી બેંક SBI પણ તેમને દર મહિને લગભગ 19 લાખ રૂપિયા ચૂકવે છે. Abhishek Bachchan આ આવક માટે SBI ની કોઈપણ સ્કીમમાં રોકાણ નથી કરતો, તેમ છતાં બેંકવાળા તેમને આ રમક દર મહિને ચૂકવે છે.
એગ્રીમેન્ટમાં સમયાંતરે ભાડું વધારવાની પણ જોગવાઈ
એક રિપોર્ટ અનુસાર, Abhishek Bachchan એ મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત પોતાના આલીશાન બંગલા ગ્રાઉન્ડ ફ્લોર State Bank of India ને ભાડે આપ્યો છે. તો બચ્ચન પરિવાર અને બેંક વચ્ચેનો આ લીઝ એગ્રીમેન્ટ 28 સપ્ટેમ્બર, 2021 ના રોજ થયો હતો અને તેનો કાર્યકાળ 15 વર્ષનો છે. આ કરાર હેઠળ SBI દ્વારા Abhishek Bachchan ને દર મહિને રૂ. 18.9 લાખ ચૂકવવામાં આવે છે. તો એવું નથી કે જુનિયર બચ્ચનને SBI તરફથી સમગ્ર 15 વર્ષ માટે માત્ર 18.9 લાખ રૂપિયા જ ભાડા તરીકે મળશે. તો એગ્રીમેન્ટમાં સમયાંતરે ભાડું વધારવાની પણ જોગવાઈ છે.
આ પણ વાંચો: ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે, જાણો શું થવાની સંભાવના
દુબઈના પોશ જુમેરિયા વિસ્તારમાં એક પ્રોપર્ટી પણ બનાવી
5 વર્ષ પછી આ ભાડું વધીને 23.6 લાખ રૂપિયા અને 10 વર્ષ પછી 29.5 લાખ રૂપિયા થઈ શકે છે. આ ડીલ કરવા માટે SBI એ જમા રકમ તરીકે રૂ. 2.26 કરોડ ચૂકવી દીધા છે. તો SBI દ્વારા લીઝ પર લેવામાં આવેલી બચ્ચન પરિવારની પ્રોપર્ટી 3,150 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. Abhishek Bachchanની નેટવર્થની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ લગભગ 280 કરોડ રૂપિયા છે. થોડા સમય પહેલા તેણે બોરીવલીમાં 15 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. તેણે દુબઈના પોશ જુમેરિયા વિસ્તારમાં એક પ્રોપર્ટી પણ બનાવી છે.
— State Bank of India (@TheOfficialSBI) November 11, 2024
પોઈન્ટ રિડીમ કરવાની લાલચ આપીને ફસાવી શકે છે
State Bank of India એ પોતાના ગ્રાહકોને સાવધાન કર્યા છે. SBI એ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે સાયબર ગુનેગારો લોકોને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાની લાલચ આપીને ફસાવી શકે છે. આવા સંદેશાઓમાં લોકોને એક ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે, જ્યારે બેંક ક્યારેય આવું કરવાનું કહેતી નથી. તેથી વોટ્સએપ, એસએમએસ અથવા અન્ય કોઈપણ માધ્યમથી મળેલી આવી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.
આ પણ વાંચો: ભારતની તિજોરીઓ ખાલીખમ હોવા છતા મનમોહન સિંહે દેશ ચાલાવ્યો