Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સપ્તાહના પહેલાં જ દિવસે ભારતીય શેર બજારમાં મોટો કડાકો

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે ભારતીય શેરબજાર મોટા કડાકા સાથે ખુલ્યું હતું. મુંબઇ શેરબજારમાં સેન્સેક્સમાં 1356 પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 373 પોઇન્ટનો કડાકો અનુંભવાયો હતો. સોમવારે પહેલાં દિવસે જ ભારતીય શેર બજારમાં મોટા ઘટાડા સાથે  કારોબારની શરૂઆત થઈ છે. અમેરિકન અને એશિયન શેરોમાં ઘટાડાને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડા
સપ્તાહના પહેલાં જ દિવસે ભારતીય શેર બજારમાં મોટો કડાકો
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે ભારતીય શેરબજાર મોટા કડાકા સાથે ખુલ્યું હતું. મુંબઇ શેરબજારમાં સેન્સેક્સમાં 1356 પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 373 પોઇન્ટનો કડાકો અનુંભવાયો હતો. 
સોમવારે પહેલાં દિવસે જ ભારતીય શેર બજારમાં મોટા ઘટાડા સાથે  કારોબારની શરૂઆત થઈ છે. અમેરિકન અને એશિયન શેરોમાં ઘટાડાને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. સેન્સેક્સ 53,000 પોઈન્ટની નીચે સરકી ગયો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1356 અને નિફ્ટી 373 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
આજે શેરબજારમાં વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ વહેલી સવારે 1100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને વેચવાલી વધવાના કારણે આ ઘટાડો 1465 પોઈન્ટ પર પહોંચ્યો હતો. હાલમાં સેન્સેક્સ 52,867 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ સવારે 300 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. પરંતુ ઘટાડાનો વ્યાપ સતત વધી રહ્યો છે અને નિફ્ટી 414 પોઈન્ટના ઘટાડા સાથે 15,786 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 1,000 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.