બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ શેરબજારમાં આવ્યો 1200 પોઈન્ટનો કડાકો
નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થયા બાદ શેરબજારમાં કડાકો જોવા મળી રહ્યો હતો. સેન્સેક્સ 1237 પોઈન્ટ ઘટીને 79,264 પર પહોંચ્યો હતો. એક સમયે તે ઘટીને 79,224 થઈ ગયો હતો. વળી, નિફ્ટી 409 પોઈન્ટ્સ તૂટ્યો છે. હવે તે 24,099 પર છે.
જેનો ડર હતો તે જ જોવા મળ્યું હતું. કેન્દ્રીય બજેટની રજૂઆત વચ્ચે મંગળવારે શેરબજારોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જ્યાં સેન્સેક્સમાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, નિફ્ટી ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરતી જોવા મળી રહી છે. નિષ્ણાતોનું માનીએ તો શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, SBI લગભગ બે ટકા અને L&Tના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ઘટીને 79224.32 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે, સેન્સેક્સ 80,724.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 232.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,276.60 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, નિફ્ટી 24,568.90 પોઈન્ટ પર ખુલ્યો હતો.
Update...
આ પણ વાંચો: Union Budget 2024 : બજેટમાં કર્મચારીઓને મોટી રાહત, કૃષિ ક્ષેત્ર માટે થશે ટેક્નોલોજીનો ઉપયોગ