Dwarka : બાલાપરમાં હનુમાન જ્યંતિના દિવસે જ સર્જાયો અદભૂત સંયોગ!
- દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો ફરી થયો જીર્ણૌદ્ધાર
- પૂજારીએ મંદિરમાં ફરીથી આરતી અને પૂજાપાઠ શરુ કર્યા
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી માહિતી
Dwarka : દ્વારકાના બાલાપરમાં હનુમાન જ્યંતિના દિવસે જ અદભૂત સંયોગ સર્જાયો છે. દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો ફરી જીર્ણૌદ્ધાર થયો છે. તેમાં નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો જીર્ણૌદ્ધાર કરવામાં આવ્યો છે. બાલાપર વિસ્તારમાં ડિમોલીશન દરમિયાન મંદિર મળી આવ્યુ હતુ. મંદિર 100થી 125 વર્ષ પૌરાણિક હોવાનું પુરવાર થયું છે. તેમજ સ્થાનિક તંત્રએ પૌરાણિક મંદિરને ફરીથી પુનઃસ્થાપિત કર્યું છે.
ડિમોલિશનની કામગીરી દરમિયાન મંદિર મળી આવ્યુ
ડિમોલિશનની કામગીરી દરમિયાન મંદિર મળી આવ્યુ હતુ. હનુમાન જ્યંતિના દિવસે જ મંદિરને પુનઃસ્થાપિત કરાયુ છે. પરંપરાગત વિધી અને મંત્રૌચ્ચાર કરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે. દ્વારકા જિલ્લા પોલીસે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. દ્વારકા અને તેની આસપાસના ગામના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. આસ્થા-ઉમંગ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. જેમાં પૌરાણિક મંદિરને લઈને લોકોમાં અતૂટ આસ્થા વધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં થયેલ ડિમોલીશન કાર્યવાહી દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક ખંડેર હાલતનું મંદિર જેવું જણાતા સ્થાનિક વૃદ્ધ તેમજ ભાવીકોની પૂછપરછ કરાઇ હતી.
વીડિયોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી
દરમ્યાન આ મંદિર 100 થી 125 વર્ષ પુરાણું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું અને આશરે40 થી 50 વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતા અસામાજીક તત્વોની ગતિવિધિના કારણે તેમજ ભક્તો - દર્શનાર્થીઓનું જવાનું ઓછું થવા લાગતા મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકો દ્વારા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્યત્ર સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવેલાનું જાણવા મળેલ હતુ.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવી હનુમાન જયંતિના શુભ દિને મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં પૂજારીએ મંદિરમાં ફરીથી આરતી અને પૂજાપાઠ શરુ કર્યા તેવા વીડિયોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે.
આ પણ વાંચો: Sabarkantha : વડાલી સગર સમાજ એક પરિવારના પાંચ સભ્યોએ ઝેરીદવા ગટગટાવી