ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'જયારે પણ 'BAPS' નો સંપર્ક કયો, તેઓ મદદ માટે તત્પર હતા' અમેરિકાના પ્રતિનિધિઓએ BAPSના સેવાકાર્યો-મુલ્યોના સિંચનને બિરદાવ્યા

તા:5 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સી તેમજ સમગ્ર અમેરિકામાંથી અનેક મેયરો અને સ્ટેટ ઑફિશિયલ્સના પ્રતિનિધિમંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. તા.8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની...
06:34 PM Oct 06, 2023 IST | Vishal Dave

તા:5 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સી તેમજ સમગ્ર અમેરિકામાંથી અનેક મેયરો અને સ્ટેટ ઑફિશિયલ્સના પ્રતિનિધિમંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. તા.8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે ‘Celebrating Community' થીમ મુજબ આ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં અમેરિકાના વિવિધ શહેરોના મેયર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

BAPS ના પૂજ્ય ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ અમરિકન લોકશાહીના સિદ્ધાંતો અને હિન્દુ ધર્મની એકતાની ભાવનાના મૂલ્યોને રોબિન્સવિલ ટાઉનશીપની સહયોગની ભાવનામાં પ્રતિબિંબિત થયેલાં જોઈ શકાય છે તે વિષયક વાત કરી.

જેઓ અક્ષરધામ પ્રોજેક્ટના પ્રખર સમર્થક રહ્યા છે તેવા રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ, છેલ્લાં એક દાયકા કરતાં વધુ સમયથી રોબિન્સવિલ કોમ્યુનિટી અને અક્ષરધામ વચ્ચે મજબૂત સંબંધને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાંસ્કૃતિક ઉત્થાન અને જાળવણી પ્રત્યે અને આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ માટેના તેમના અતૂટ સમર્થને અક્ષરધામ મહામંદિરને સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું. કે જયારે પણ BAPS સંસ્થાનો સહયોગ માટે સંપર્ક કર્યો, ત્યારે તેઓ હંમેશા મદદ માટે તત્પર હતા, આ ભાવના માટે હું તેમનો અત્યંત ઋણી છું.

તમે તમારી યુવાપેઢીમાં જે મૂલ્યોનું સિંચન કરી રહ્યા છો, તે ખૂબ અગત્યનું છે. કારણકે તેઓ આ કોમ્યુનિટીના આવતીકાલના સદસ્યો બની રહેવાના છે. અક્ષરધામ અને આ સમુદાય રૉબિન્સવિલના એક અભિન્ન ભાગ બની ગયા છે. અમને ગૌરવની લાગણી છે અને આપના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ સર્જન માટે રૉબિન્સવિલને પસંદ કર્યુ. તમારા વિઝનથી તમે જમીનના એક ટુકડાને અકલ્પનીય રીતે વૈશ્વિક અજાયબીમાં પરિવર્તિત કરી દીધો છે. હું તેના માટે તમારો આભારી છું. પુનઃ હું તમને ઉદ્ઘાટન પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવું છું.

 

 

પૂજ્ય યોગનન્દનદાસ સ્વામીના આશિર્વચન 

BAPS ના પૂજ્ય યોગનન્દનદાસ સ્વામીએ આધ્યાત્મિકતા, નાગરિક મૂલ્યો અને નૈતિક મૂલ્યોના સિંચનમાં અક્ષરધામની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીના આશિર્વચન

BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશાને આધારે સમાજમાં એકતા અને સંવાદિતા સ્થાપવા સહનશીલતા અને ઉદાર દ્રષ્ટિકોણ અપનાવવાની વાત કરી હતી.

પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેમના આશીર્વાદ વચનોમાં એકતા અને સામાજિક ઉત્થાનની વાત દ્રઢ કરાવી

BAPSના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેમના આશીર્વાદ વચનોમાં એકતા અને સામાજિક ઉત્થાનની વાત દ્રઢ કરાવી હતી. પરસ્પર સમજણ કેળવી સૌને આદર આપવાની દ્રષ્ટિ કેળવવાની વાત તેઓએ કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી ઉપસ્થિત અનેક પ્રતિનિધિઓએ અક્ષરધામ વિષયક સ્વાનુભૂતિઓ રજૂ કરી હતી:

 

ન્યુજર્સીના જીસ્લેટીવ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિએ કહ્યું તમારી પાસે અખૂટ પ્રેરણા હોય તો તમે કેવુ સર્જન કરી શકો તેનો પૂરાવો 

ન્યુજર્સીના 14 મી લેજીસ્લેટીવ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ ડેનિયલ આર. બેન્સને જણાવ્યું, “આજે, મેં જે ગતિશીલ પ્રેરણા અને પ્રગતિ અહી જોઈ છે, તે નિઃસ્વાર્થ બલિદાન અને સેવાનો પુરાવો છે. એકબીજા સાથે હળીમળીને કાર્ય કરી રહેલા આ હજારો લોકો દર્શાવી રહ્યા છે કે તમારી પાસે અખૂટ પ્રેરણા હોય તો કેવું સર્જન તમે કરી શકો!"

વેસ્ટ વિન્ડસર, ન્યુ જર્સીના મેયર હેમંત મરાઠેએ કહ્યું હવે એમ કહેવાય છે કે 'વેસ્ટ વિન્ડસર રૉબિન્સવિલના BAPS અક્ષરધામની બાજુમાં છે

વેસ્ટ વિન્ડસર, ન્યુ જર્સીના મેયર હેમંત મરાઠેએ જણાવ્યું, જ્યારે લોકો પૂછતા હતા. 'વેસ્ટ વિન્ડસર ક્યાં છે?”. ત્યારે હું કહેતો હતો કે તે પ્રિન્સટન યુનિવર્સિટીની બાજુમાં છે હવે કહું છું કે તે રૉબિન્સવિલના BAPS અક્ષરધામની બાજુમાં છે! મેયર ફ્રાઈડનો આ શક્ય બનાવવા હું આભારી છું. સમાજમાં, અત્યંત સામાન્ય વસ્તુઓ ઉપર 100 લોકો સાથે સહમત થવું પણ મુશ્કેલ હોય છે છે. જ્યારે અહીં વિવિધ ઉંમરના, વ્યવસાયો અને સામાજિક-આર્થિક સ્તરના 12,500 થી વધુ લોકો સાથે મળીને, તેઓના વ્યક્તિગત જીવનથી ઉપર ઊઠીને આવા સુંદર સર્જનમાં પોતાનું યોગદાન આપે, તે સમાજ માટે ઉદાહરણરૂપ છે, બોધપાઠરૂપ છે.”

પેન્સિલવેનિયાના પ્રતિનિધિએ કહ્યું.... 

પેન્સિલવેનિયાના 111 મી લેજીસ્લેટીવ ડિસ્ટ્રિક્ટના રાજ્ય પ્રતિનિધિ જોનાથન ફ્રિટ્ઝે જણાવ્યું, - આજે તમારા સૌમાંથી વહી રહેલી અદભૂત સારપ અને પ્રેમથી સભર વાતાવરણમાં હું ગદગદ થઈ ગયો છું. આ સમગ્ર સ્મારક આવી સઘળી શુદ્ધ ભાવનાઓનું પ્રતીક છે.”

 

મહંત સ્વામી મહારાજને 'KEY TO THE CITY'નું સન્માન

મેથ્યુસ, નોર્થ કેરોલિનાના મેયર જ્હોન હિગડોને જણાવ્યું, “આજે મેં જ્યારે મહંતસ્વામી મહારાજને 'આપણો એક વૈશ્વિક માનવ પરિવાર છે’ તેમ કહેતા સાંભળ્યા તે મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું.” તેમના હસ્તે મહંત સ્વામી મહારાજને 'KEY TO THE CITY'નું સન્માન અર્પણ કરાયું.

ટેક્સાસ રાજ્યના પ્રતિનિધિ ડૉ. સુલેમાન લાલાનીએ જણાવ્યું, આપણે સામાન્ય રીતે આપણને જ્યારે અનુકૂળ હોય ત્યારે જ સેવાકાર્યમાં જોડાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ આજે હું અહીં ઉપસ્થિત સૌ કોઈને BAPS નું અનુસરણ કરવા અનુરોધ કરીશ. BAPS ની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે મક્કમતા સાથે સેવા કરવી તે મારા માટે અને અહી સૌ કોઈને પ્રેરણારૂપ છે" .

ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ દ્વારા વિડીયો શુભેચ્છા સંદેશ

ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ દ્વારા વિડીયો શુભેચ્છા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું, “BAPS સંસ્થાને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના ભવ્ય લોકાર્પણ માટે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. BAPS અને હિન્દુ કોમ્યુનિટી આપણાં દેશમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે અને આપણાં શહેરની સંસ્કૃતિમાં યોગદાન આપી રહ્યા છે. આંતરધર્મીય સંવાદિતા માટે અને સામાજિક સેવા માટે આપના તમામ કાર્યોની હું સરાહના કરું છું. આધ્યાત્મિકતા અને સેવા એકબીજામાં ઓતપ્રોત હોવા જોઈએ. હું પુનઃ આપને આ સીમાચિન્હરૂપ સફળતા માટે અભિનંદન પાઠવું છું."

 

 

પેન્સિલવેનિયાના ભૂતપૂર્વ પ્રતિનિધિ, થોમસ મોરિનોએ મારું હૃદય મને વધારે દયાળુ બનવાનું કહી રહ્યું છે

પેન્સિલવેનિયાના ભૂતપૂર્વ પ્રતિનિધિ, થોમસ મોરિનોએ જણાવ્યું, "હું એવું માનતો હતો કે હું એક સારી વ્યક્તિ છું. પણ આ સ્થાનમાંથી વિદાય લેતી વખતે મારું હૃદય મને વધારે દયાળુ બનવાનું કહી રહ્યું છે. હું કેવી રીતે વધારે લોકોને મારા તરફથી કઇંક આપી શકું. કેવી રીતે મારા પાડોશી સાથે સંવાદ સાધી શકું. કેવી રીતે મુશ્કેલીમાં રહેલા કોઈ બાળકને મદદ કરી શકું. આજની આ ક્ષણો અસાધારણ અનુભૂતિ કરાવી રહી છે.

અક્ષરધામના ભવ્ય ઉદઘાટન સુધી યોજાનાર સર્વે કાર્યક્રમોમાં શ્રદ્ધા, એકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોનું નિદર્શન છે. જેને આજના કાર્યક્રમમાં ભાગ લેનાર ડેવિડ ફ્રાઈડ, અન્ય મેયરો અને તેમના પ્રતિનિધિમંડળ દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ  પૂ.ડો.જ્ઞાનવત્સલ સ્વામીને વધુ એક સન્માન, સામાજીક યોગદાન અને અસામાન્ય ઉપલબ્ધિઓ બદલ ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા આપવામાં આવ્યું ‘સાઇટેશન’

Tags :
BAPSCelebrating CommunityPraiserepresentativesSwaminarayan AkshardhamUS
Next Article