Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

1975થી 1977 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ બે હજારથી વધારે ગામોમાં વિચર્યાં હતા

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી માટે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિષયો પર મહાભનુભાવોની ઉપસ્થિતિમાં  સાંધ્ય સભાનું આયોજન થાય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરની સાંધ્ય સભામાં વિચરણ- સ્મૃતિ દિન પર મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં ભાવવંદના કરી.પ્રમુખસ્વામી મહારાજનું ઘર-ઘર સુધી વિચરણજનસેવા અને સમાજસà
04:52 PM Dec 27, 2022 IST | Vipul Pandya
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી માટે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિષયો પર મહાભનુભાવોની ઉપસ્થિતિમાં  સાંધ્ય સભાનું આયોજન થાય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરની સાંધ્ય સભામાં વિચરણ- સ્મૃતિ દિન પર મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં ભાવવંદના કરી.
પ્રમુખસ્વામી મહારાજનું ઘર-ઘર સુધી વિચરણ
જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવમાત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે  સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પરહિતસુખાય સતત વિચરતા રહ્યા. પળેપળનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્વાસન-માર્ગદર્શન-પ્રેરણા આપતાં પ્રમુખસ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા.
   
‘પ્રમુખ ચરિતમ’
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPSના પૂ આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતી ઉદ્યાનની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્વને થાય તે છે.પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધાના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે. આ નગરમાં મુખ્ય ૬ વિષયો આવરી લેવામાં છે જે નીચે મુજબ છે.
1. પ્રકૃતિમાં શ્રદ્ધા
2. દેશમાં શ્રદ્ધા
3. વિશ્વમાં શ્રદ્ધા
4. ગુરુમાં શ્રદ્ધા 
5. ભગવાનમાં શ્રદ્ધા
6. શાસ્ત્રોમાં શ્રદ્ધા 
 
પ્રમુખસ્વામી મહારાજને ભગવાન અને તેમના ગુરુ પ્રત્યેની પ્રાર્થનામાં અનોખી શ્રદ્ધા હતી અને તેઓ દ્રઢપણે માનતા હતા કે, "ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે." 
આદિવાસી વિસ્તારમાં વિચરણ
BAPSના વરિષ્ઠ સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ચાર દાયકાઓ કરતાં વધુ સમયની અભૂતપૂર્વ વિચરણ યાત્રાના સાક્ષી એવા પૂ. વિવેકસાગર સ્વામીએ  ‘સૌનું કલ્યાણ કરતી વિરલ સંત સરિતા’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વિક્રમી વિચરણની ગાથાને વર્ણવી હતી. તેમણે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે કલાકો સુધી વિચરણમાં પત્રલેખન પણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનથી લાખોના જીવન બદલાઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ અનેકવિધ મુશ્કેલીઓમાં પુષ્કળ વિચરણ કર્યું છે.
2 લાખ આદિવાસીઓ સત્સંગી
આજે 2 લાખ આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા છે. પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણમાં તેમણે તેમના પંચવર્તમાનમાં લેશ ઓછપ આવવા દીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના વિચરણને પ્રતાપે 162 પ્રવૃતિઓ વિકસી, 1 હજાર સાધુ બનાવ્યા, 1200 મંદિરો બનાવ્યા, અનેક ઉત્સવો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી. સત્યયમિત્રાનંદગીરીજી કહેતા કે આદિ શંકરાચાર્ય  પછી આવું વિચરણ કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય મહંતસ્વામી મહારાજ આગળ ધપાવી રહ્યા છે.”
આ પણ વાંચો - પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ટેકનોક્રેટ્સ અને ખેડૂતો એક મંચ પર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsavVicharanSmritiDay
Next Article