ઉદ્યોગજગતના મહારથીઓ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં રહ્યાં ઉપસ્થિત
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ(Shatabdi Mahotsav)ની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ધાટન કર્યાં બાદ આજે ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ કાર્યક્રમનું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા શુભારંભ કરાવ્યો હતો. તેમાં ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવા અનેક ઓદ્યોગિક
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ(Shatabdi Mahotsav)ની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ધાટન કર્યાં બાદ આજે ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ કાર્યક્રમનું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા શુભારંભ કરાવ્યો હતો. તેમાં ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવા અનેક ઓદ્યોગિક ગૃહોના વડા પ્રમુખસ્વામી નગરનાં દર્શનાર્થે પધારી પોતાની વાત રજુ કરી હતી.
ગૌતમભાઈ અદાણી
આ અવસરે અદાણી જુથના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ જણાવ્યું હતું કે, મને વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો એ મારું સદનસીબ છે. આ ઈમારતોને જોઈ અચરજ થાય છે. આ સંસ્થાના ભક્તો દ્વારા જે પણ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવે છે તે હંમેશા અચરજ પમાડે તેવા હોય છે. 600 એકરમાં બનેલા આ નગરને અદભુત બનાવવામાં આવ્યું છે. 80 હજાર જેટલા વલિયેનન્ટરની મદદથી બનાવ્યું છે. અહીં હરીભક્તો દ્વારા ખૂબ કામ કરવામાં આવ્યું છે. અબુધાબીમાં બનતું સ્વામિનારાયણ મંદિર એક ઉત્તમ ઉદાહરણ છે. જે ધર્મ અને રાષ્ટ્ર ની વિદ્યાને ઉજાગર કરે છે. BAPS સમગ્ર વિશ્વમાં આવેલી તકલીફો સમયે કામ કરે છે. કચ્છના ભૂકંપથી લઈ યુક્રેન યુધ્ધ સુધીના તમામ સમયે રાહતની કામગીરી સંસ્થા દ્વારા કરાઈ છે. ક્યારેય કામગીરી માટે સરહદો નથી જોઈ. આ ભક્તિનો માહોલ છે. આપણે મહાન ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. દુનિયામાં પ્રમુખ સ્વામી મહારાજના માનવતા અને કરુણતા માં વિચારો લોકો સુધી પહોંચ્યા છે.
ટી.એસ.કલ્યાણરમન
કલ્યાણ જ્વેલર્સના ચેરમેન અને MD ટી.એસ.કલ્યાણરમને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું આજે અહીં આવી ધન્ય થયો છું. મારા પરિવાર સાથે મુલાકાત કરી. મહંત સ્વામીનો આભાર માનું છું કે મને અહી બોલાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજના નેજા હેઠળ અનેક સંતો મહંતો તૈયાર થયા. પ્રમુખ સ્વામી તેમના સિદ્ધાંતો પર જીવતા, પ્રમુખ સ્વામિ જીવનમાં શાંતિ માટે કામ કર્યું છે.
પરિમલભાઈ નથવાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને સાંસદ પરિમલભાઈ નથવાણીએ આ તકે જણાવ્યું હતું કે, મને તક મળી તે માટે સૌનો આભાર માનું છું. અમિત ભાઈ અને વડાપ્રધાન દેશ ચલાવે છે. આપણે હિન્દુ છીએ અને ચારધામ આપનું ગૌરવ છે. ચારધામ ભેગા કરીએ ત્યારે એક સ્વામિનારાયણ મંદિર બને છે. હું અહી સ્વામીજીના ચરણમાં છીએ તેને હું ચારધામ જ ગણું છું. સ્વામીજી રામ અને કૃષ્ણનો અવતાર છે. સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર નથી બનાવતા સાથે લોકોને પણ તૈયાર કરે છે. જ્યાં ઈશ્વર છે ત્યાં સ્વામીજી છે. દેશ વિદેશમાં સ્વામિનારાયણ મંદિરે એ આપણા ધર્મને પહોંચાડયો છે.
જી.એમ.રાવ
GMR ગૃપના ચેરમેન જી.એમ.રાવે જણાવ્યું કે, અહીં આવી હું સ્ટ્રેસ ફ્રી ફીલ કરું છું. દિલ્લી એરપોર્ટના ઓપનિંગ સમયે પ્રમુખ સ્વામિએ અમને આશીર્વાદ આપ્યા હતા. આજે દિલ્લી એરપોર્ટ સારી રીતે ચાલી રહ્યું છે. તેઓ કોઈપણ વાતને સારી રીતે સમજતા અને બીજાના સુખમાં પોતાનું સુખ માનતા હતા.
પંકજભાઈ પટેલ
કેડીલાના ચેરમેન પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામીનું જીવન આપણને પ્રેરણા આપે છે. તેમનો ગુરુ પ્રત્યેના અતૂટ વિશ્વાસ હતો. સ્વામી આપણા માટે એક ઉદાહરણરૂપ હતા. તેઓ જીવનમાં હંમેશા સાદગી પૂર્વક અને વિનમ્રતાથી રહ્યા અને સમાજ સુધારાના કાર્યો કરાવ્યા. યુવાનોને સારી સલાહ સાથે માર્ગદર્શન આપ્યું અને સ્વામીજી હંમેશા સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે ચિંતા કરતા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement