Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રમુખસ્વામી મહારાજ નગર વિશ્વની અજાયબી : Tax Conclave કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવો

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજનગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નગરમાં દરરોજ વિવિધ વિષયો પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પ્રમુખ સ્વામી નગર ખાતે 'પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ' ના ભાગ રૂપે Tax Conclave કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો રજુ કરી પ્રમુખà
03:59 PM Dec 17, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજનગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નગરમાં દરરોજ વિવિધ વિષયો પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પ્રમુખ સ્વામી નગર ખાતે "પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ" ના ભાગ રૂપે Tax Conclave કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો રજુ કરી પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં અંજલિ અર્પી હતી.
દેબાશિષ મિત્રા, પ્રમુખ, ICAI કી-નોટ સ્પીકર
“જ્યારે મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે  આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હું આ ઉત્સવથી પરિચિત નહોતો, પરંતુ ઉપ પ્રમુખ અનિકેત તલાટીએ મને આગ્રહપૂર્વક જણાવ્યું કે મારે આ સમારોહમાં ઉપસ્થિત રહેવું જોઈએ અને પ્રમુખસ્વામી માહરાજ વિષે જાણવું જોઈએ, કેવાં મૂલ્યોને એમણે પ્રતિષ્ઠિત કર્યાં અને કેવી રીતે લોકોના જીવનમાં તેમણે પરિવર્તન આણ્યું. જ્યારથી હું અહી આવ્યો ત્યારથી મને એવું લાગી રહ્યું છે કે જાણે હું ભગવાનના ધામમાં પહોંચી ગયો છું. પ્રમુખસ્વામી મહારાજના જીવનને હું ICAI ના સિદ્ધાંતો સાથે સાંકળીને તેમાંથી પ્રેરણા મેળવી રહ્યો છું.”   
CA બિશન શાહ, ચેરમેન, ICAI અમદાવાદ
 “મને લાગ્યું કે પ્રમુખસ્વામી મહારાજ આપની સાથે છે. સર્જનાત્મકતા, લીડરશિપ અને સુખની પાછળ આધ્યાત્મિકતા છે. તે આધ્યાત્મિક શાણપણ જ છે જે મનુષ્યને ઉત્તમ બનાવે છે. હું પ્રમુખ સ્વામી મહારાજ,. મહંત સ્વામી મહારાજ, સંતો અને સર્વે સત્સંગીઓનો ઋણી છું.”
પુરુષોત્તમ ખંડેલવાલ, સેંટ્રલ કાઉન્સિલ મેમ્બર, ICAI
“પ્રમુખસ્વામી મહારાજ ભગવાન અને અન્યોને અર્થે જીવ્યા. દર ૧૫ દિવસે એક સંસ્થાની ભેટ ધરી. આપણે પણ અન્યોને કાજે સમયનું દાન કરવું જોઈએ.”
સુનિલ તલાટી, પૂર્વ પ્રમુખ, ICAI  
“પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન બાદ તૃતીય દિવસે ICAI ને અહીં કોન્ફરન્સ યોજવાનો લાભ મળ્યો. જે રીતે ૬૦૦ એકર ભૂમિમાં સર્જન કરવામાં આવ્યું છે એ અદ્ભુત છે. ૨૮૦ ખેડૂતોએ ભૂમિનું દાન કર્યું અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોએ છ મહિનામાં આ વિશાળ નગર ઊભું કરી દીધું. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી  મહારાજના આશીર્વાદ વગર આ સંભવિત નથી. જો આપણે વધુ આશીર્વાદના અધિકારી થવું હોય તો આ સ્વયંસેવકોનું કાર્ય નિહાળવું પડશે.”
અનિકેત તલાટી, ઉપપ્રમુખ, ICAI  
“આ સ્થાન વિશ્વની અજાયબી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સુંદર કોન્ફરન્સ હૉલ અને વ્યવસ્થા આપવા બદલ BAPS સંસ્થાના ખૂબ આભારી છીએ.”
આ પણ વાંચો - PSMનગર સંધ્યા સભામાં આજે ‘પરાભક્તિ દિન’, મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstParabhaktiDayPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsavTaxConclaveConferenceThirdDay
Next Article