Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

“જીવન થોડું પણ સુંદર જીવ્યા એ સારું” : મહંતસ્વામી મહારાજ

આજે ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશિષ્ટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંધ્ય સભામાં ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘મન માન કહ્યું તે મારું’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.પરમ પૂજ્ય મà
 ldquo જીવન થોડું પણ સુંદર જીવ્યા એ સારું rdquo    મહંતસ્વામી મહારાજ
આજે ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશિષ્ટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંધ્ય સભામાં ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘મન માન કહ્યું તે મારું’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ
“પ્રમુખસ્વામી મહારાજના જીવનસંગે થયેલા પરિવર્તનની વાતો અનોખી છે કારણકે જેમ  પારસમણિને અડતાની સાથે લોઢું એ કંચન બની જાય તેમ પ્રમુખસ્વામી મહારાજના સંગમાં આવનાર વ્યક્તિના જીવન પવિત્ર બની જતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ," જીવન થોડું પણ સુંદર જીવ્યા એ સારું, કારણકે થોડા જીવનમાં ભગવાનની સેવા થઈ ગઈ અને આપણાં મોક્ષનું કાર્ય થઈ ગયું." પ્રમુખસ્વામી મહારાજે કહેતા કે ,"પોતાની ભૂલને ઓળખીને સુધારવી અને પાછા વળવું તે મનુષ્યનું કર્તવ્ય છે." પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ,"સત્તા,પૈસા અને લોકમાં મોટા થવા માટે જીવ ના બગાડવો. ભલે રોટલો ખાઈને જીવશું પણ પવિત્ર રહીને જીવશું તો ઉર્ધ્વગતિ પામીશું"
પૂ. આદર્શજીવન સ્વામી
BAPSના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ શ્રેણી હેઠળ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને કાર્યને અંજલિ આપતાં કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા પ્રાપ્ત થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ સાક્ષાત્ આ નગરમાં બિરાજમાન હોય તેવી અનુભૂતિ થાય છે.
પ્રમુખસ્વામી મહારાજને એકવાર પૂછ્યું કે આપનો પ્રિય વિષય શું છે ત્યારે બાપાએ જવાબ આપતા કહ્યું કે,  "ભગવાન ભજવા અને ભજાવવા" અને પ્રમુખસ્વામી મહારાજે ભગવાન ભજવાને પોતાનો વ્યવસાય માન્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ ચોવીસ કલાક  અખંડ ભજનમય રહેતા હતા અને બીમાર અવસ્થામાં પણ ભજનાનંદી જીવનશૈલી બદલાતી નહોતી. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, "ભજન કરવાથી ભગવાન રાજી થાય અને આપણાં અંતરમાં શાંતિ વર્તે છે."
પૂ. ભક્તિપ્રિય સ્વામી
BAPS ના વરિષ્ઠ સંત પૂ. ભક્તિપ્રિય સ્વામી(કોઠારી સ્વામી)એ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત હતા અને આપણને સૌને તે જ માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોને વ્યસનમુક્ત કર્યા છે અને તે માટે અથાગ પુરુષાર્થ કર્યો છે.
તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના આદેશે અનેક લોકોએ પોતાના વ્યસનોનો ત્યાગ કર્યો છે અને પાછળથી પ્રમુખસ્વામી મહારાજ ખટકો રાખીને વારે વારે યાદ પણ કરાવતા હતા.પ્રમુખસ્વામી મહારાજ શહેરી વિસ્તારોથી લઈને આદિવાસી વિસ્તારોમાં રહેતા તમામ લોકોને વ્યસનમુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
ડૉ પંકજ શાહ, ડિરેક્ટર - ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ પંકજ શાહે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સદાય આપણી સાથે છે અને આજે તેમના સ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પણ સતત સાથે છે.તમાકુ મતલબ તમારું, મારું અને કુટુંબનું બધાનું વિનાશ કરે તે.
પ્રમુખસ્વામી મહારાજે બતાવેલ વ્યસનમુકિતના રસ્તાઓ સમાજને વ્યસનમુક્ત કરવા માટેના અસરકારક રસ્તાઓ છે, કારણ કે વ્યસનમુકિતના સંદેશો પ્રમુખસ્વામી મહારાજે બાળકો દ્વારા સમાજના ખૂણે ખૂણે પહોચાડ્યા અને તે જ બાળકો મોટા થઈને આદર્શ નાગરિક બનશે અને આદર્શ સમાજ નિર્માણમાં સહભાગી બનશે.
જ્યારે જ્યારે આ સંસ્થાને મારી જરૂર પડશે ત્યારે હું ખડેપગે ઊભો રહીને સેવા કરીશ અને મને જે પદ્મશ્રી મળ્યો તેની પાછળ પણ પ્રમુખસ્વામી મહારાજના જ આશીર્વાદ છે. આ નગરમાં આવેલા સૌને મારી વિનંતી છે કે જેને જેને વ્યસન હોય તે ઘરે જતી વખતે વ્યસનમુક્ત થઈને ઘરે જજો.”
ડૉ શ્રી સતીશ પુનિયા, BJP પ્રમુખ - રાજસ્થાન
“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ધર્મ,સંસ્કૃતિ,અધ્યાત્મ અને પવિત્રતાના દર્શન થાય છે. આજે આ નગરના દર્શન કરીને તેની ભવ્યતા વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી અને એક અનોખી ઊર્જાની અનુભૂતિ કરી રહ્યો છું. પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને સંસ્કૃતિને જાગૃત રાખવા માટે રાખવા માટે ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પ્રકૃતિ અને સંસ્કૃતિને ભેગા રાખીને ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કર્યું છે અને આજે આ નગરમાં મળેલી પ્રેરણા જીવનભર મારા જીવનમાં ઊર્જા આપતી રહેશે.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.