Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરી છે" : મહંતસ્વામી મહારાજ

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સાંધ્ય સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેતા હોય છે. જે અંતર્ગત આજે સાંધ્ય સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી.પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજપ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન સેવામય રહ્યું હત
06:07 PM Dec 28, 2022 IST | Vipul Pandya
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સાંધ્ય સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેતા હોય છે. જે અંતર્ગત આજે સાંધ્ય સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન સેવામય રહ્યું હતું અને શુદ્ધભાવે અને પ્રમાણિકપણે સમાજ સેવા કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, નિઃસ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરવાની છે. ભગવાન રાજી થાય એ વાત મનમાં રાખીને સેવા કરવી અને પ્રમુખસ્વામી મહારાજે પણ આ જ ભક્તિભાવથી સમાજસેવાનું કાર્ય કર્યું છે. આપણું કાર્ય ભગવાન જાણે છે એ ધ્યેય રાખીને આપણે સેવા કરવી જોઈએ.
શ્રી અરવિંદ બબ્બલ - નિર્માતા અને દિગ્દર્શક
હું 2016થી પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને આ દિવ્ય સંસ્થા સાથે જોડાયો છું અને પ્રથમ વખત હું સુરતમાં મહંતસ્વામી મહારાજને મળ્યો હતો જે અવિસ્મરણીય અનુભવ હતો, હું નિ:શબ્દ થઈ ગયો હતો, તેમની વાત્સલ્ય ભરી દૃષ્ટિથી મને તેમનામાં મારા પિતાની અનુભૂતિ થઈ અને હું એ ક્ષણને જીવનભર ભૂલી નહિ શકું. આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું આ સંસ્થા , સંતો અને હરિભકતોને દંડવત પ્રણામ કરું છું કારણકે આ અદ્ભુત નગરનું નિર્માણ બહુ જ કઠણ છે અને પ્રમુખસ્વામી મહારાજની દિવ્યશક્તિ સિવાય શક્ય નથી.
શ્રી અફરોઝ અહમદ,  મેમ્બર - નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
પ્રમુખસ્વામી મહારાજે નર્મદા પરિયોજના માટે અથાગ પરિશ્રમ કર્યો હતો અને તેમની નિરંતર પ્રાર્થના અને આશીર્વાદના બળે આ પરિયોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. પ્રમુખસ્વામી મહારાજે આ પરિયોજનાની સફળતા બાદ સ્વહસ્તે સન્માનપત્ર લખીને મને મોકલ્યો હતો તે મેં આજે પણ સાચવીને રાખ્યો છે અને તે મારા માટે કોઈ એવોર્ડ કરતા પણ વધારે સન્માનની વાત છે.
શ્રી પી. કે લહેરી, પૂર્વ ચીફ સેક્રેટરી - ગુજરાત સરકાર
પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોનું જીવન પરિવર્તન કર્યું છે અને લોકોને સદમાર્ગે વાળ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ વિશે કઈ પણ કહેવું તે "નાના મોઢે મોટી વાત" જેવું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે "રામ રાખે તેને કોણ ચાખે" તે મુજબ જીવનમાં દરેક અવસ્થા કે સુખ દુઃખ તમામનો સહર્ષ સ્વીકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજને કોઈ પણ વસ્તુમાં આકર્ષણ કે આસક્તિ થાય તેવું ક્યારેય સાંભળ્યું નથી તેવા નિર્લિપ્ત પુરુષ હતા. વૈષ્ણવ જન નો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે" તે રીતે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા બીજાના દુઃખો દૂર કરીને તેમને શાતા આપી છે.”પ્રમુખસ્વામી મહારાજે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.
ડૉ.  શ્રી સુધાંશુ ત્રિવેદી, ભાજપના વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ
આજે આ સંતો અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા તે મારા માટે સૌભાગ્યની વાત છે. અપેક્ષા વગર સેવા કરીએ ત્યારે સાચા અર્થમાં સમાજ સેવા થઈ શકે છે અને તેનાથી અંતર શુદ્ધિ પણ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ એ જ રીતે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી છે. ભલે પ્રમુખસ્વામી મહારાજ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે શીખવેલા જીવન મૂલ્યો અને આદર્શો આપણી વચ્ચે "અક્ષર" બનીને જીવનભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજે સમાજને પારિવારિક મૂલ્યો શીખવ્યા છે જેનાથી સૌમાં પરિવાર ભાવનાની જ્યોત પ્રજ્વલિત થઈ છે.
"વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ આ જ ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં મંદિરોનું નિર્માણ કરીને માનવ ઉત્કર્ષના ધામ બનાવ્યા છે જે આવનારા લાખો વર્ષો સુધી લોકોને પ્રેરણા આપતા રહેશે. આઝાદીનો અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સુભગ સમન્વય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજ અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી બંનેની જીવનભાવના સેવાની છે.
ડૉ.  શ્રી વિનય સહસ્ત્રબુદ્ધે, પ્રમુખ - ઇંડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ
દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ જેમનાથી પ્રેરણા અને માર્ગદર્શન લે  એવા પ્રમુખસ્વામી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા એ મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકો પોતાની પ્રતિષ્ઠા અને હોદ્દો છોડીને એક સામાન્ય સેવક બનીને શ્રદ્ધા અને સમર્પણ સાથે સેવા કાર્યમાં જોડાયા છે.બી.એ.પી.એસ સંસ્થાને વિનંતી કરું છું કે "મંદિરનું સંચાલન" કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસક્રમ બહાર પાડે તો વિશ્વભરના મંદિરોનું સંચાલન સારી રીતે થઈ શકે.
BAPSના મંદિરો સાંસ્કૃતિક વિકાસના કેન્દ્રો છે અને ભારતીય સંસ્કૃતિનો પરિચય વિશ્વભરના દેશોને કરાવે છે. ભારત આજે જી ૨૦ સમિટનું સંચાલન કરી રહ્યું છે ત્યારે તેનું સફળ સંચાલન કઈ રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર અને આ બીએપીએસ સંસ્થા છે. પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને દૃઢ વિશ્વાસ છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો આવનારી સદીઓ સુધી જળવાયેલો રહેશે. પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થામાં ઉપભોગ શૂન્ય સ્વામિત્વ જોવા મળે છે.
આ પણ વાંચો - દેશ-વિદેશની 46 પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં પ્રમુખસ્વામી મહારાજે રાહતની વણથંભી વણઝાર સર્જી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100SandhyaSabhaShatabdiMahotsav
Next Article