‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું વડાપ્રધાનશ્રીના હસ્તે ભવ્ય ઉદ્ધાટન, શતાબ્દી મહોત્સવનો શાનદાર શુભારંભ
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે સાંજે 5.30 કલાકે નગરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. સમગ્ર વિશ્વમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા અમદાવાદમાં SP રિંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નો આજે 14 ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ આયોજીત થયો છે.આ પ્રસંગે સભામાં લાખો ભક્તો અને ભàª
02:28 PM Dec 14, 2022 IST
|
Vipul Pandya
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે સાંજે 5.30 કલાકે નગરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. સમગ્ર વિશ્વમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા અમદાવાદમાં SP રિંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નો આજે 14 ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ આયોજીત થયો છે.
આ પ્રસંગે સભામાં લાખો ભક્તો અને ભાવિકોનો મહાસાગર છલકાતો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને BAPSના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
વિધિવત્ ઉદ્ધાટન
ઉદ્ઘાટનની માંગલિક વેળાએ પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવના પ્રેરણામૂર્તિ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી નગરના મુખ્ય કલાત્મક અને ભવ્ય પ્રવેશદ્વાર –‘સંત દ્વાર’ પાસે પધાર્યા. વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે મહંતસ્વામી મહારાજ અને શ્રી નરેન્દ્ર મોદીજીએ સૂત્ર છોડીને વિધિવત ઉદ્ઘાટન કર્યું.
પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા પર પુષ્પાંજલી
મહંતસ્વામી મહારાજ, પ્રધાનમંત્રીશ્રી અને મહાનુભાવો નગરમાં પ્રવેશ કરી મુખ્યપથ પર પધાર્યા. પથની બંને બાજુ સેંકડો બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સૌનું સ્વાગત કર્યું. સૌનું સ્વાગત ઝીલતાં મહાનુભાવો નગરના કેન્દ્ર સમાન ‘પ્રમુખ વંદના સ્થળ’ પર પહોંચ્યા, જ્યાં 15 ફૂટની પીઠિકા પર વિરાજિત પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી નયનરમ્ય, દિવ્ય પ્રતિમા પર પ્રધાનમંત્રીશ્રીએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી.
નગરી નિહાળી
અહીંથી પ્રધાનમંત્રીશ્રી દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ એવા 67 ફૂટ ઊંચા મંદિર પાસે પધાર્યા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સ્વામિનારાયણ અને સંતપરંપરા તથા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન શ્રી સીતા- રામ, શ્રી રાધા-કૃષ્ણ, શ્રી શિવ પાર્વતી વગેરે સ્વરૂપોને વંદન કરી પ્રદક્ષિણા કરી હતી. નગરમાં ગ્લો ગાર્ડન અને બાલનગરીની મુલાકાત લઈ સૌ સભામંડપમાં પધાર્યા.
જણાવી દઈએ કે, BAPS સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં માનનીયશ્રી નરેન્દ્રભાઈ ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article