Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે જે અંતર્ગત આજે પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું. જેમાં ઉપસ્થિત ડૉ. રતનકંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું BAPS મહિલાપ્રવૃતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુàª
પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે જે અંતર્ગત આજે પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું. જેમાં ઉપસ્થિત ડૉ. રતનકંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું BAPS મહિલાપ્રવૃતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 
ડૉ. રતનકંવર ગઢવિચરન
ડૉ. રતનકંવર ગઢવિચરન (IAS, MBBS)  ‘સમગ્ર શિક્ષા અભિયાન’ના  સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પૂર્વે તેઓએ  ગાંધીનગરના મ્યુનિસિપલ્ કમિશનર તરીકે, MSME ઇંડસ્ટ્રી કમિશનર તરીકે, હેલ્થ ડેપ્યુટી સેક્રેટરી તરીકે અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પંચમહાલ, મહિસાગર, પાટણમાં સેવાઓ બજાવી છે.  તેમણે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે નારી ઉત્થાનના જે બીજ 200 વર્ષ પહેલાં વાવ્યાં હતા તેના ફળ આજે મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે રીતે મહિલા સ્વયંસેવકો વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તે નારી શક્તિ અને કૌશલ્યનું પ્રમાણ છે. ‘વસુધૈવ કુટુમબકમ’ ની ભાવનાથી યોજાયેલ આ મહોત્સવ સમાજમાં જરૂરી નૈતિક મૂલ્યો અને શુભ ભાવનાઓનું પ્રવર્તન કરશે. આપણે સૌએ પણ નિસ્વાર્થભાવે શક્ય એટલી સેવા કરવી જોઈએ.
કુસુમ કૌલ વ્યાસ
આયુનેટ હેલ્થકેર તેમજ ટ્રાન્સ  સ્ફીયર ટેકનોલોજીસના ડિરેકટર, વિમેન વિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન, ઝેસ્ટ વર્લ્ડવાઈડ કોમ્યુનિકેશન્સના માલિક અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી એવા  કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૨-3  કાર્યક્રમમાં સામેલ થવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ પ્રભાવક હતી. જ્યારે હું તેમના ફોટોગ્રાફ સામે જોઉં છું ત્યારે તેમની અમી નીતરતી આંખો હ્રદય સોંસરવી ઉતરી જાય છે. એટલા માટે જ તેઓ સમગ્ર વિશ્વમાં પ્રેમ, આનંદ અને સારપ પ્રસરાવી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન એ હતું કે તેમણે સનાતન ધર્મને જીવંત રાખ્યો છે.” અબુધાબીમાં નિર્માણાધીન BAPS હિન્દુ મંદિર ને એક ઐતિહાસિક ઘટના તરીકે તેમણે ઉલ્લેખ કર્યો હતો અને આવા સર્જનના સાક્ષી બનવા માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો. 
અમી પટેલ
ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અમી પટેલે જણાવ્યું પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વયંસેવિકાઓ તરીકે જોડાયેલા મહિલાઓને બિરદાવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે તેઓના સુદ્રઢ, આધ્યાત્મિક જોડાણની સ્મૃતિઓને તેમણે વાગોળી હતી.  તેમણે જણાવ્યું, “ એ યાદ રાખવું આવશ્યક છે કે ભગવાન હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતમાં હોય તેવું કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.