Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ટેકનોક્રેટ્સ અને ખેડૂતો એક મંચ પર

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી માટે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દિવસ દરમિયાન વિવિધ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે આજે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની (NDDB) મોર્ડન ટ્રેન્ડ ઈન ડેરી સેક્ટર પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.બ્રહ્મવિહારી સ્વામી, BAPSઆજે વિશિષ્ટ કોà
પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં ટેકનોક્રેટ્સ અને ખેડૂતો એક મંચ પર
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી માટે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દિવસ દરમિયાન વિવિધ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે આજે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની (NDDB) મોર્ડન ટ્રેન્ડ ઈન ડેરી સેક્ટર પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રહ્મવિહારી સ્વામી, BAPS
આજે વિશિષ્ટ કોન્ફરન્સ છે જેમાં ટેકનોક્રેટ્સની સાથે ખેડૂતો પણ ઉપસ્થિત છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે દેશની પ્રગતિ માટે ખેડૂતોનો વિકાસ અગત્યનો છે. વર્ગીસ કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેઓ એવું કહેતા કે, જયારે હું પ્રમુખસ્વામી મહારાજના કાર્ય સામે જોઉ છું ત્યારે મારી સિદ્ધિઓ વામણી લાગે છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાનની ઉપસ્થિતિ અનુભવી શકાય છે.
ભગવતચરણ સ્વામી, BAPS
ડૉ. કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે વિશેષ લગાવ હતો. જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગર આવતાં ત્યારે ડૉ. કુરિયન તેમની મુલાકાતે આવતા. તેઓ કહેતા, પ્રમુખસ્વામી મહારાજ શુદ્ધ અને સારપયુક્ત વ્યક્તિત્વ છે,તેમાં કોઈ બેમત નથી.
શ્રી મીનેશભાઈ શાહ, ચેરમેન - નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)
આજે આ કોન્ફરન્સ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી શક્ય બની છે. આપણે 2030 સુધીમાં વિશ્વની તૃતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યા છે.
શ્રી ડૉ. આર. એસ. સોઢી, મેનેજિંગ ડિરેકટર - GCMMF
BAPS સંસ્થાનો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કોન્ફરન્સ માટે આભાર માનું છું. અમૂલના સ્થાપકો, ખેડૂતો અને તેમાં જોડાયેલાં સર્વેનો પણ અમૂલને  વિશ્વની સૌથી મોટી ડેરી ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે અભિનંદન આપું છું. એક નાનકડો  વિચાર, જે આજે 61 હજાર કરોડના ઉદ્યોગમાં પરિવર્તિત થઈ.
શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગના રાજ્યમંત્રી શ્રી
ધર્મને કેન્દ્રમાં રાખીને કેવી રીતે સમાજ ઉત્થાન અને વિકાસ કરી શકીએ તેના પાઠ શીખવવા બદલ હું BAPSનો આભાર માનું છું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.