Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો રજુ કર્યાં

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં હરિભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. આજે ત્રીજા દિવસે સાંધ્ય સભામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કર્યાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણે અંજલિ અ
04:33 PM Dec 17, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં હરિભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. આજે ત્રીજા દિવસે સાંધ્ય સભામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કર્યાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પી હતી.
શ્રી સુધીર નાણાવટી
“આ મહોત્સવનું આયોજન અને નગરની પ્રસ્તુતિ જોયા બાદ પહેલો વિચાર એ આવ્યો કે આટલું મોટુ આયોજન, આ ભવ્ય નગર, આ ભવ્ય આયોજન આ બધું માત્ર સપનામાં જ શક્ય બની શકે તેમ છે અને તેની પાછળ રહેલું કાર્યકરોનો પરિશ્રમ અને સમર્પણ પણ અનોખું છે. "હું પ્રમુખસ્વામી મહારાજ ને ૨૫ વર્ષ પહેલાં હિરામણી સ્કૂલના ઉદઘાટન વખતે મળ્યો હતો અને ખાત મુહૂર્ત વખતે તેમણે મને ખાડામાં નીચે બોલાવીને એમની સાથે ઈંટ મુકાવડાવી એ મને આજે પણ ઇદમ યાદ છે. "એમની આંખોનું વહાલ એ મને મારી માતાની આંખોમાં જોવા મળતું હતું" "એમનું હાસ્ય જોઈને મને મારા માતા પિતા અને ગુરુની યાદ આવે છે અને આજે પણ આંખ બંધ કરું તો પ્રમુખસ્વામી મહારાજનો ચહેરો યાદ આવે છે." "હું પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ વખત પગે લાગ્યો હતો આજથી ૨૫ વર્ષ પહેલાં ત્યારે તેમના કમલરૂપી ચરણોમાં થી જે સ્પંદનો ઉત્પન્ન થાય હતા તે આજે પણ યાદ આવે છે મને" મને કોઈ પણ સંત ને યાદ કરવાનું મન થાય ત્યારે હું પ્રમુખસ્વામી મહારાજ ને પ્રથમ યાદ કરું છું અને છેલ્લા ૨૫ વર્ષથી પ્રમુખસ્વામી મહારાજે આપેલી માળા હું આજે પણ ફેરવું છું."
શ્રી સુરેશ શેલત 
“બાળપણમાં ક્રિકેટના સાધન લેવા જતા શાંતિલાલમાંથી આપણને આપણા પ્રાણપ્યારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે અને તેઓ તેમના જીવનથી વિશ્વવિખ્યાત બન્યા છે. પ્રમુખસ્વામી મહારાજમાં નિષ્કામ , નિર્લોભ, નિ:સ્વાદ,નિસ્નેહ,નિર્માન આ પંચવર્તમાનો જીવનના છેલ્લા શ્વાસ સુધી જોવા મળ્યા છે. પ્રમુખસ્વામી મહારાજનાં જીવનમાં અનેક ગુણો હતા જેવા કે સમર્પણ સેવા,વગેરે. પ્રમુખસ્વામી મહારાજે રાતે ૧૨ વાગે પણ હરિભક્તોના ઘરે પધરામણી કરીને લોકોનાં પ્રશ્ર્નો સાંભળ્યા છે અને સમાધાન કરાવ્યું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય કીધું નથી કે, "મને સમય નથી અત્યારે". "હું ખૂબ જ નસીબદાર છું કારણકે ૧૯૬૯માં મેં યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ મારી ગાડીમાં બેઠા હતા." "સ્વામીએ નાનામાં નાના માણસોથી લઈને નાનામાં નાના હરિભકતોનું ધ્યાન રાખ્યું છે." "પ્રમુખસ્વામી મહારાજનો મોટામાં મોટો ઉપકાર હોય તો તે આપણને તેમના પ્રત્યક્ષ સ્વરૂપ મહંતસ્વામી મહારાજની ભેટ આપી તે છે.”
શ્રી અનંત ગોએન્કા
“અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને હું બહુ જ ખુશ છું અને વિશેષતઃ શૌચાલય- બાથરૂમની સ્વચ્છતા જોઈને હું સ્વચ્છતા વિભાગની ખૂબ જ પ્રશંસા કરું છું" "ભારત વિશ્વનાં દેશોથી અલગ એટલે છે કે અહી દરેક સ્ત્રીપુરુષ એમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શીશ ઝુકાવે છે અને ભગવાનમાં શ્રદ્ધા એ જ ભારતની આગવી ઓળખ છે."
 
CA ડૉ ગિરીશ આહુજા
“હું અનેક જગ્યાએ ગયો છું પણ આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન કરીને મને દિવ્ય જ્યોતિ ની પ્રાપ્તિ થઈ છે. મેં પ્રમુખસ્વામી મહારાજના દર્શન નથી કર્યા પણ મારું સૌભાગ્ય છે કે આજે મને પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનો મોકો મળ્યો છે "આ નગર જોઈને હું બહુ જ અચંબિત થઈ ગયો છું અને દિલ્હી અક્ષરધામ ની પ્રતિકૃતિ જોઈને ખૂબ જ અભિભૂત થયો છું" "અહી નગરમાં આવીને સ્વયંસેવકો ને જોઇને એમનામાં રહેલા સમર્પણભાવ અને સેવાભાવ ને મારા વંદન છે" "સ્વચ્છ ભારત" જોવું હોય તો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને જોઈ શકાય છે. "મારી તીવ્ર ઈચ્છા છે કે ભલે હું પ્રમુખસ્વામી મહારાજ ને મળી નથી શક્યો પણ મહંતસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માં હાજર રહ્યું અને ભગવાન તેમને દીર્ઘાયુ અર્પે અને તેમની આંખો અને ચહેરા પરનું તેજ હું ક્યારેય ભૂલી નહિ શકું"
શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના આયોજનને ગુજરાતમાં સાકાર કરવામાં આવ્યું તે મહંત સ્વામી મહારાજ ની ઉત્કૃષ્ટ ગુરુભક્તિનો નમૂનો છે પ્રમુખસ્વામી મહારાજે સુખ દુઃખના પ્રસંગોમાં મારા વાંસા માં ધબ્બા માર્યા છે તેને યાદ કરતા આજે પણ હું રોમાંચિત થઈ જઉં છું અને ફૂલદોલ ઉત્સવ માં પણ એમના હાથે રંગાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રમુખસ્વામી મહારાજ હમેશા મને ટકોર કરતા કે "સંપીને રહેજો" અને સંપનો સંદેશો આપતા. નર્મદામૈયાના નીર આજે ગુજરાતના ખૂણા ખૂણામાં પહોચ્યા એની પાછળ પ્રમુખસ્વામી મહારાજની અંતર ની પ્રાર્થના અને ભગવાનમાં રહેલી શ્રધ્ધા છે. આ નગરમાં સેવા આપતા તમામ સ્વયંસેવકોને મારે દંડવતપ્રણામ કરવા છે કારણકે અહીં આવેલા દુનિયા ભરના લોકો જ્યારે પાછા પોતાના વતન જશે ત્યારે દિવ્ય ગુજરાતની ઓળખ લઈને જશે કારણકે પ્રમુખસ્વામી મહારાજ નગર અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના "દિવ્ય ગુજરાત"ના સ્વપનને સાકાર બનાવશે. "પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં વિશ્વવંદનીય સંત છે." "અબુધાબીમાં શેખો વચ્ચે હિન્દુ સંત અને હિન્દુ મંદિરને જોઈને મારી છાતી ગજ ગજ ફૂલે છે" "મારું ભારત હવે સ્વચ્છતા અભિયાનને વરી ચૂક્યું છે અને એનું ઉત્તમ ઉદાહરણ એ પ્રમુખસ્વામી મહારાજ નગર અને અહીંની સ્વચ્છતા છે" "પ્રમુખસ્વામી મહારાજ માં જોવા મળતી સરળતા અને દિવ્યતા ઇદમ્ આજે મહંતસ્વામી મહારાજમાં જોવા મળે છે" વર્તમાન કાળમાં મહંતસ્વામી મહારાજ જેવી વિભૂતિ બિરાજે છે તો તેમના આશીર્વાદથી ભારત મહાસત્તા જરૂર બનશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરેલ ભણેલા-ગણેલા સાધુ સંતોની સેના એ વર્તમાન ભારત ને ઉત્કૃષ્ટ ભારત બનાવવામાં અતુલ્ય યોગદાન આપશે. પ્રકૃતિ અને પ્રાણીઓમાંથી જીવનના મૂલ્યો શીખવા મળે એવું આ પ્રથમ નગર છે જે ભવિષ્યની પેઢીને પણ ઉચ્ચ જીવનનાં મૂલ્યો શીખવશે.”
શ્રી શ્રી શ્રી ત્રિદંડી ચિન્ના શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામી
“આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે એ તેમની સાધુતા અને ભક્તિથી અનેક લોકોને પ્રભાવિત કર્યા છે અને તેઓ એક એવી વિભૂતિ છે જેમને હજાર સંતોનું નિર્માણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ અત્યારે અહી હાજર નથી પરંતુ આપને અંતર મનમાં અખંડ હાજર છે અને તેમનું સાક્ષાત સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આપણી વચ્ચે હાજર છે અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય આધ્યાત્મિક વારસાને આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. યોગીજી મહારાજના દિલ્હી અક્ષરધામના દિવ્ય સંકલ્પ ને પ્રમુખસ્વામી મહારાજે પૂર્ણ કરીને આદર્શ ગુરુભક્તિ દર્શાવી છે. "ધનુરમાસમાં દિવ્ય સંતોની હાજરીમાં રહેવા મળે એ આશયથી હું આજે આ નગરમાં આવ્યો છું."  "આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સત્વગુણ ની વૃદ્ધિ કરે તેવો મહોત્સવ છે, લોકો ને શાંતિ આપે એવો મહોત્સવ છે" "આ નગર જોતા લાગે છે કે આ હંગામી ધોરણે માટે બનાવવામાં આવ્યું છે પણ આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ શાશ્વતકાળ માટે બન્યું છે"
આ પણ વાંચો - પ્રમુખસ્વામી મહારાજ નગર વિશ્વની અજાયબી : Tax Conclave કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstParabhaktiDayPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100SandhyaSabhaShatabdiMahotsavThirdDay
Next Article