સ્વામિનારાયણ નગરની મુલાકાતે LinkedInના સિની.VP
અમદાવાદમાં તૈયાર કરાયેલા અદભૂત સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)ની મુલાકાતે અનેક હરિભક્તો આવી રહ્યા છે. કેટલાંક એવા હરિભક્તો પણ નગરની મુલાકાતે આવી રહ્યા છે જે હાઈપ્રોફાઈલ છે. એક એવા જ હાઈ પ્રોફાઈલ હરિભક્ત કે જેઓ લિન્ક્ડ ઈન જેવી કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ છે, તેઓ પણ સ્વામિનારાયણ નગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે નગરની દિવ્યતાનો અનુભવ કર્યો હતો. લિન્કડ ઈનના સિનિયર વાઈસ પ્રેસિડેન્àª
અમદાવાદમાં તૈયાર કરાયેલા અદભૂત સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)ની મુલાકાતે અનેક હરિભક્તો આવી રહ્યા છે. કેટલાંક એવા હરિભક્તો પણ નગરની મુલાકાતે આવી રહ્યા છે જે હાઈપ્રોફાઈલ છે. એક એવા જ હાઈ પ્રોફાઈલ હરિભક્ત કે જેઓ લિન્ક્ડ ઈન જેવી કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ છે, તેઓ પણ સ્વામિનારાયણ નગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે નગરની દિવ્યતાનો અનુભવ કર્યો હતો.
લિન્કડ ઈનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહક શ્રોફ પણ નગરની મુલાકાતે
આજે જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે આ જમાનામાં સૌ લિન્ક્ડ ઈન નામની સોશિયલ મીડિયાની વેબસાઈટ અને એપ્લિકેશનથી વાકેફ જ હશે. લિન્કડ ઈનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહક શ્રોફ પણ નગરની મુલાકાતે આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે મોહક શ્રોફ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હોવા છતાં એક સામાન્ય હરિભક્તની જેમ જ નગરની મુલાકાતે પહોંચ્યા હતા.
દિવ્યતાનો અનુભવ કર્યો
મોહક શ્રોફે સ્વામિનારાયણ નગર નિહાળીને તેની દિવ્યતાનો અનુભવ કર્યો હતો. તેમણે ગુજરાત ફર્સટ સાથેની વાતચીતમાં કહ્યું કે સ્વામિનારાયણ નગરમાં તૈયાર થયેલા પ્રદર્શન અને શો માં દિવ્યતાનો અનુભવ થઇ રહ્યો છે. અહીં ધર્મના સિદ્ધાંતો અને નિયમો અહીં શખવા મળે છે. મારુ માનવું છે કે ધર્મ ટેકનોલોજી શીખવાડે છે અને ટેકનોલોજીના કારણે આપણે કામ કરી શકીએ પણ તેમાં જે નિયમથી કામ કરવું જોઇએ તે ધર્મમાંથી આવે છે. ધર્મ એટલે કઇ રીતે સારી રીતે જીવન જીવવું અને તે જીવન ટેકનોલોજીમાં કઇ રીતે લાવવું તે અહીં શીખવા મળે છે.
ટેકનોલોજી ખરાબ નથી. તે પાવરફુલ ટુલ છે. તેનો યોગ્ય ઉપયોગ કરો.
તેમણે વાતચીતમાં કહ્યું કે 2000ના વર્ષમાં નોર્થ અમેરિકામાં શિબિર થયો હતો. ઇન્ટરનેટ ત્યારે નવું નવું હતું અને તેની પર કિશર કિશોરીઓ વચ્ચે ચર્ચા થઇ.કેટલાક કહે કે ઇન્ટરનેટ ખુબ સારુ છે તો કેટલાક કહે કે ઇન્ટરનેટ ખરાબ છે. આ બાબતે હું અને એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને આ બાબતે વાત કરવા અમે ગયા. સ્વામીએ અમારા બંનેની વાત સાંભળી. તેમણે કહ્યું કે આ પાવરફુલ ટૂલ તો છે પણ દુરપયોગ કરો તો ખોટા રસ્તે પણ તેનો ઉપયોગ થાય. ત્યારબાદ તેમણે આશિર્વાદ આપીને કહ્યું કે ઇન્ટરનેટ વિવેકથી વાપરવું. કઇ રીતે વાપરવું તે શીખવાડ્યું. કિશોરો સાથે જોડાણ કરીને વાત કરી હતી.
આ પણ વાંચો--સાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ સ્વામિનારાયણ સંત સાહિત્યના અદ્વિતીય પ્રદાન અંગે યોજાયો પરિસંવાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement