Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી મહારાજને ‘સંસ્કૃતિ દિન’ નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ, સંધ્યા સભામાં ભક્તમેદની છલકી

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરના દર્શનાર્થે ભક્ત મેદની છલકાઈ રહી છે. આજે મહોત્સવના બીજા દિવસે પ્રમુખસ્વામી મહારાજનગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ  પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ ‘સંસ્કૃતિ દિન’ કàª
પ્રમુખસ્વામી મહારાજને  lsquo સંસ્કૃતિ દિન rsquo  નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ  સંધ્યા સભામાં ભક્તમેદની છલકી
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરના દર્શનાર્થે ભક્ત મેદની છલકાઈ રહી છે. આજે મહોત્સવના બીજા દિવસે પ્રમુખસ્વામી મહારાજનગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ  પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ ‘સંસ્કૃતિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
સંસ્કૃતિરક્ષા
10 હજાર વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો એવાં - શાસ્ત્ર, મંદિર અને સંત - ત્રણેયને પોષણ આપી ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત કરી. જ્ઞાન, મૂલ્ય, અધ્યાત્મ વારસાની ભાગીરથીને  સમગ્ર વિશ્વમાં પ્રવાહિત કરનાર પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની ચેતનાને જનમાનસમાં જગાડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિરક્ષાના વિવિધ પાસાઓને આજની વિશિષ્ટ સભામાં આવરી લેવામાં આવ્યાં હતા.
પ્રમુખ સ્વામી મહારાજનું સંસ્કૃતિ ક્ષેત્ર યોગદાન
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવદ્ગુણોના ધારક એવા પ્રમુખ સ્વામી મહારાજના વિરલ ગુણોનું દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું.
મહાનુભાવોના સ્વાગત બાદ સનાતન હિન્દુ ધર્મનાં ત્રણ આધારભૂત શાસ્ત્રો - શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર - એટલે કે પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરનાર BAPS સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન અને વિશ્વવ્યાપી સર્જનો - મંદિરોની અદ્ભુત સૃષ્ટિ વિષે પ્રકાશ પાડ્યો હતો. 
મહાનુભાવોની ઉપસ્થિતિ
આજના કાર્યક્રમમાં જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ  ગવર્નર શ્રી મનોજ સિંહા, એલિકોન કંપનીના ચેરમેન અને મનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રયાસવીન પટેલ,  ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટરશ્રી ભરતભાઈ જોશી, લીંબડીના ઠાકોર સાહેબ આદરણીય શ્રી જયદીપસિંહજી છત્રસાલજી સિંહજી, માધવાણી ગ્રૂપના ડિરેક્ટર શ્રી શ્રાઇ માધવાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી કિરીટકુમાર પરમાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શ્રી ગિરીશ દત્તાત્રેય, અને UK થી શ્રી ચાર્લ્સ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે શનિવારે પરાભક્તિ દિનની ઉજવણી
કાલે 17 ડિસેમ્બર, શનિવારે હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ‘Parabhakti Day: Celebrating Devotion to God’ એટલે કે ‘પરાભક્તિ દિન’ની ભવ્ય ઉજવણી થશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજના ભગવાન પ્રત્યેના અનન્ય ભક્તિભાવ, નિતાંત દાસભાવનાં દર્શન કરાવતાં હ્રદયસ્પર્શી જીવનપ્રસંગોનું વિશિષ્ટ પ્રવચનો અને પ્રસ્તુતિઓ દ્વારા નિદર્શન થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.