Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વામિનારાયણનગરમાં આદર્શ બાળકો બનાવાના પ્રયાસ

અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં પ્રવેશ કરતા બાળકો કાંઇક સારો મેસેજ લઈને નગરમાંથી બહાર જાય તેનું ખાસ ધ્યાન નગર ખાતે રાખવામાં આવ્યું છે. નગરમાં આવતા બાળકો માટે ખાસ મેસેજ આપતા મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે.આ મોન્યુમેન્ટ થકીથી પાંચ જેટલા મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોના ઘડતર માટે અલગ અલગ પ્રયાસોસ્વામિનારાયણ સંપ્રદાયàª
સ્વામિનારાયણનગરમાં આદર્શ બાળકો બનાવાના પ્રયાસ
અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં પ્રવેશ કરતા બાળકો કાંઇક સારો મેસેજ લઈને નગરમાંથી બહાર જાય તેનું ખાસ ધ્યાન નગર ખાતે રાખવામાં આવ્યું છે. નગરમાં આવતા બાળકો માટે ખાસ મેસેજ આપતા મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે.આ મોન્યુમેન્ટ થકીથી પાંચ જેટલા મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

બાળકોના ઘડતર માટે અલગ અલગ પ્રયાસો
સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS  દ્વારા બાળકોના ઘડતર માટે અલગ અલગ પ્રયાસો હાથ ધરવામાં આવે છે.જેમાં બાળક એક આદર્શ બાળક બને તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે.બાળક માટે સપ્તાહમાં એક વખત બાળ કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં બાળકને મોકલવાથી સંસ્કારોનું ઘડતર થાય છે અને બાળક આદર્શ બાળક બને છે.આદર્શ બાળક માટેની વ્યાખ્યા જોઈએ તો બાળકમાં પાંચ પ્રકારના મૂલ્યો હોવા જરૂરી છે.
  •  શિક્ષણ
  •  સંસ્કાર
  •  સંસ્કૃતિ
  • સ્વાસ્થ્ય
  •  સત્સંગ

શિક્ષણની વાત કરીએ તો બાળકે સારુ શિક્ષણ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સતત તેનું ધ્યાન શિક્ષણ પ્રત્યે હોવું જરૂરી છે. બીજું સંસ્કારની વાત કરીએ તો બાળકમાં સારા સંસ્કાર હોવા જરૂરી છે. બાળકો સવારથી જ પોતાનાના માતાપિતાને પગે લાગીને દિવસની શરૂઆત કરે ત્યાંથી લઈ સમગ્ર દિવસ દરમિયાન દિનચર્યાનું પાલન કરે તે સાચા સંસ્કાર કહેવાય.
ત્રીજુ સંસ્કૃતિ છે. બાળક જ્યારથી સમજતો થાય ત્યારથી આપણી પોતાની સંસ્કૃતિનું જનત કરે તે ખૂબ જ જરૂરી બાબત છે. ચોથુ છે.  સ્વાસ્થ્ય, પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે બાળક કાયમી રીતે શારીરિક કસરત કરી પોતાના શરીરને સ્વાસ્થ્ય સંબધિત જાળવી રાખતો હોય. પાંચમુ છે સત્સંગ. નાનપણથી જ જો બાળક ભગવાન તેમજ ગુરુમાં આસ્થા રાખે તો તે સાચો સત્સંગી પણ બની છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.