Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાળ સભાઓના કારણે પશ્ચિમી દેશોના બાળકોનું જીલવન બદલાયુ

આજે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ ત્યારે વિદેશમાં રહી મોટા થતા કિશોરોમાં સંસ્કારો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં તૈયાર કરાયેલા અદભૂત સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)ની મુલાકાતે અનેક બાળકો આવી રહ્યા છે. આ બાળકોમાં સંસ્કારો ક્યાંથી આવે છે તે અંગે અમે થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. આ સંસ્કારો પ્રમુખ સ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલી બાળà
બાળ સભાઓના કારણે પશ્ચિમી દેશોના બાળકોનું જીલવન બદલાયુ
આજે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ ત્યારે વિદેશમાં રહી મોટા થતા કિશોરોમાં સંસ્કારો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં તૈયાર કરાયેલા અદભૂત સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)ની મુલાકાતે અનેક બાળકો આવી રહ્યા છે. આ બાળકોમાં સંસ્કારો ક્યાંથી આવે છે તે અંગે અમે થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. આ સંસ્કારો પ્રમુખ સ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલી બાળસભા દ્વારા બાળકોમાં ઉતરી રહ્યા છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણને કારણે અનેક યુવાનોનું જીવન બરબાદ 
આજે જ્યારે દેશના યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણને કારણે અનેક યુવાનોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. એક તરફ ભારતના યુવાનો વ્યસન પાછળ બરબાદ થઈ રહ્યા છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં નાના થી મોટા થતા બાળકોમાં સંસ્કાર જોવા મળી રહ્યા છે. આ બાળકોમાં સંસ્કાર કેવી રીતે આવે છે તે અંગે અમે અમેરિકાથી આવેલા મોક્ષ પટેલ સાથે અમે વાતચીત કરી.

બાળકોનું જીવન બાળ સભાના કારણે બદલાયું
મોક્ષ પટેલ નાનપણથી જ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવેલી બાળ સભામાં જતો થયો. બાળ સભામાં પ્રથમ બાળકો જાય ત્યારે ત્યાં પ્રાર્થના, સ્તુતિ, ધૂન ગવડાવવામાં આવે છે..ત્યાર બાદ ત્યાં બાળકોમાં સારા સંસ્કારો આવે તે માટે તેમને અનેક પ્રેરક વાર્તાઓ કહેવામાં આવે છે. ત્યાર બાદ બાળકોને પ્રમુખ સ્વામીજીનો બાળ ઘડતરનો મુખ્ય ઉદ્દેશ સમજાવવામાં આવે છે. આવી રીતે બાળ સભામાં બાળકોમાં સંસ્કારો નું સિંચન થાય છે. પશ્ચિમમાં રહેવા છતાં પણ ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.