Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં વિશ્વના વિવિધ ધર્મોના અગ્રણીઓ એક મંચ પર...

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. સંધ્યાસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહે છે ત્યારે આજે સંધ્યા સભામાં સંવાદિતા દિન હતો. સમગ્ર વિશ્વમાંથી અનેકવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓએ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક મંચ ઉપર ઉપસ્થિત રહી આંતરધર્મીય સંવાદિતાને ઘૂંટાવી વિશ્વના વિવિધ ધર્મોના અગ્રણીઓ એક મંચ પર આવà
04:44 PM Dec 20, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. સંધ્યાસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહે છે ત્યારે આજે સંધ્યા સભામાં સંવાદિતા દિન હતો. સમગ્ર વિશ્વમાંથી અનેકવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓએ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક મંચ ઉપર ઉપસ્થિત રહી આંતરધર્મીય સંવાદિતાને ઘૂંટાવી વિશ્વના વિવિધ ધર્મોના અગ્રણીઓ એક મંચ પર આવી પોતાના વિચારો રજુ કર્યાં હતા.
આજે મહોત્સવના છટ્ઠા દિવસે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓ આજના ‘સંવાદિતા  દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા. ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાના દૂત એવા પ્રમુખસ્વામી મહારાજને યુવાવૃંદ દ્વારા વિશિષ્ટ નૃત્ય દ્વારા અંજલિ આપવામાં આવી હતી. ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજના સંવાદિતાનાં વૈશ્વિક કાર્યોને અને તેઓની ઉદાત્ત જીવનભાવનને દર્શાવતી વિડીયો પ્રસ્તુત થઈ હતી.
હિન્દુ, જૈન બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, યહૂદી કે અન્ય કોઈપણ ધર્મો અને સંપ્રદાયો પ્રતિ પ્રમુખસ્વામી મહારાજે હંમેશા આદર દાખવ્યો હતો. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના વ્યક્તિને પ્રમુખસ્વામી મહારાજની અક્ષુણ્ણ સાધુતા, અહંશૂન્યતા, પમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા, નિષ્કલંક ચારિત્ર્ય, પવિત્રતા અને નિ:સ્વાર્થ ભાવનાઓ સ્પર્શી હતી. 
આજની આ વિશિષ્ટ સભામાં BAPS  સંસ્થાના પૂ. અક્ષરવત્સલ સ્વામી અને પૂ. અક્ષરાતીત સ્વામીએ સર્વે અગ્રણીઓનો પરિચય કરાવ્યો હતો.
BAPS સંસ્થાના પૂ. અક્ષરવત્સલ સ્વામી અને પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની વિશ્વધર્મ સંવાદિતાની ભાવનાને દર્શાવતું વક્તવ્ય આપ્યું હતું. આજના વિશિષ્ટ સંધ્યા કાર્યક્રમમાં વિશ્વભરમાંથી અનેકવિધ ધર્મ-પરંપરાઓમાંથી ઉપસ્થિત પ્રતિનિધિઓએ સાધુતાના ગૌરીશિખર સમાન પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રમુખસ્વામી મહારાજના આંતરધર્મીય સંવાદિતાનાં વૈશ્વિક કાર્યો અને ઉદાર જીવનશૈલીનું સ્મરણ કર્યું હતું. આ પ્રસંગે યુવા મંડળ દ્વારા સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ’- પ્રમુખસ્વામી મહારાજના સૌહાર્દપૂર્ણ સહ-અસ્તિત્વને ચરિતાર્થ કરતી વિશિષ્ટ રજૂઆત - ‘‘સંવાદિતા દિન’
  • સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)માં ‘International Human Solidarity Day’–‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિન’ તરીકે ઘોષિત 20 ડિસેમ્બરના રોજ, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આંતરધર્મીય સંવાદિતાનું અનોખું દર્શન
  • આધ્યાત્મિક જગતમાં સીમાતીત અને સર્વના સ્વજન સમા પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય વ્યક્તિત્વને વિવિધ ધર્મ પરંપરાઓના પ્રતિનિધિઓએ શ્રદ્ધાંજલિ આપી
  • અમેરિકામાં ૨૦૦૦ માં યોજાયેલ મિલેનિયમ વિશ્વધર્મ પરિષદમાં પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ 
  • પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વના ધાર્મિક અગ્રણીઓ સાથે સંવાદ
  • ઈન્ડોનેશિયા ખાતે નવેમ્બર 2 અને 3 ના રોજ R20 રિલીજીયસ ફોરમમાં ધાર્મિક અગ્રણીઓ સાથે સંવાદ 
  • USA માં 10 જેટલી ‘યુનિટી ફોરમ’ દ્વારા વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને 335 જેટલાં મંદિરોના 1000 કરતાં વધુ અગ્રણીઓ સાથે સંવાદ 
  • મે, 2022 માં રિયાધ, સાઉદી અરેબિયા ખાતે 35 દેશોના 90 ધાર્મિક અગ્રણીઓ સાથે સંવાદ
આ પણ વાંચો - પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે એકેડેમિક અને પ્રોફેશ્નલ કોન્ફરન્સનું યોજાઈ હતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstHarmonyDayPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article