Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદેશથી આવતા હરિભક્તો માટે આંતરરાષ્ટ્રીય રિસેપ્શન સેન્ટર ઉભુ કરાયું, આ સુવિધા મળશે

સ્વામિનારાયણ નગરમાં આવતા હરિભક્તોને અગવડ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ નગરમાં કરવામાં આવી છે ત્યારે આ નગરમાં દેશ જ નહિં વિદેશથી પણ અનેક હરિભક્તો દર્શનાર્થે આવવાના છે. આ હરિભક્તોને આવ્યા બાદ કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય રિસેપ્શન સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે.વિદેશથી આવતા હરિભક્તો માટેઇન્ટરનેશનલ રિસેપ્શન સેન્ટર માત્ર વિદેશથી આવતા હરિભક્તો માટે છે. છ
04:45 PM Dec 16, 2022 IST | Vipul Pandya
સ્વામિનારાયણ નગરમાં આવતા હરિભક્તોને અગવડ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ નગરમાં કરવામાં આવી છે ત્યારે આ નગરમાં દેશ જ નહિં વિદેશથી પણ અનેક હરિભક્તો દર્શનાર્થે આવવાના છે. આ હરિભક્તોને આવ્યા બાદ કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય રિસેપ્શન સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે.
વિદેશથી આવતા હરિભક્તો માટે
ઇન્ટરનેશનલ રિસેપ્શન સેન્ટર માત્ર વિદેશથી આવતા હરિભક્તો માટે છે. છેલ્લા છ મહિનાથી આ વિભાગ કાર્યરત છે. પૂર્વના જાપાનથી લઈ પશ્ચિમના અમેરિકા સુધી હરિભક્તો વિસ્તરેલા છે. આ હરિભક્તોને આ કાર્યક્રમમમાં આવવા માટે તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાો કરવામાં આવી છે.
આ સુવિધા મળશે
સર્વપ્રથમ તો તેમણે વિઝા, ફ્લાઈટ બુકિંગ, કરન્સી એક્સચેન્જ જેવી સુવિધાઓથી માહિતગાર કરવામાં આવે છે ત્યાર બાદ આ તમામ લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે ત્યાંથી તેમણે નગર સુધી પહોંચવાની તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે તેઓ અહીં આવે છે ત્યારે તેમના માટે એક હેલ્પ ડેસ્ક પણ રાખવામાં આવ્યુ છે. જ્યાંથી તેમણે નગરની મુલાકાત માટે કેવી રીતે જવું. તેની પણ જાણકારી આપવામાં આવે છે. તેમને નગરમાં કોઈ અગવડ ન પડે તે માટે તેમના માટે તેમની ભાષામાં સમજાવી શકે તે માટે એક ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો - પ્રમુખસ્વામી મહારાજને ‘સંસ્કૃતિ દિન’ નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ, સંધ્યા સભામાં ભક્તમેદની છલકી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratFirstPrakhamSwamiMaharajPSM100SanskritiDayseconddayShatabdiMahotsav
Next Article