Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિક્ષણમાં ચારિત્ર્ય ભળે તો સોનામાં સુંગધ ભળે : પૂજ્ય મહંતસ્વામી મહારાજ

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. નગરમાં દરરોજ વિવિધ વિષયો પર કોન્ફરન્સ અને કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં સામાજીક અને રાજકિય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કરે છે ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે શિક્ષણ અને સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાà
શિક્ષણમાં ચારિત્ર્ય ભળે તો સોનામાં સુંગધ ભળે   પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. નગરમાં દરરોજ વિવિધ વિષયો પર કોન્ફરન્સ અને કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં સામાજીક અને રાજકિય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કરે છે ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે શિક્ષણ અને સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પોતાના વિચારો રજુ કર્યાં હતા.
શ્રી નરેશભાઇ પટેલ, ચેરમેન - ખોડલધામ ટ્રસ્ટ
આ મહોત્સવ ફક્ત વિશાળ તો છે જ, પરંતુ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોને તેમના સમર્પણ માટે મારા લાખ લાખ વંદન. પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોના ભક્તોને સ્પર્શ્યું છે. ખોડલધામની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સાથે જ કરવામાં આવી છે અને પ્રથમ શિલાનું પૂજન પ્રમુખસ્વામી મહારાજે મુંબઈ મંદિરમાં કર્યું હતું અને ખોડલધામ પર પ્રમુખસ્વામી મહારાજના ઘણા આશીર્વાદ છે.
ડો. રાજેશ ખજૂરીયા, ફાઉન્ડર - SMJV's CKSVIM બિઝનેસ સ્કૂલ
પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત 1966માં થઈ હતી અને તેમણે મારા મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદ સાથે મે મારા જીવનમાં પ્રગતિ કરી છે. 1100થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે જેમાંથી 125થી વધારે મંદિરો માત્ર અમેરિકામાં છે. પ્રમુખસ્વામી મહારાજના ભક્તોમાં કરુણા અને નિઃસ્વાર્થ પ્રેમ જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજે સૌને શ્રદ્ધાના પાઠ શીખવ્યા છે.
શ્રી ચંદ્રશેખરજી, સ્ટેટ જનરલ સેક્રેટરી - બીજેપી રાજસ્થાન
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને ભારત દેશના આઝાદીના અમૃત મહોત્સવનું દર્શન આ ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થઈ રહ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને અનુભૂતિ થઈ છે કે હજારો વર્ષો સુધી થયેલા આક્રમણોના લીધે ખંડિત થયેલી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન આપવાનું કાર્ય આ નગરમાં કરવામાં આવ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દૃશ્ય, શ્રાવ્ય,અનુભવ અને સાથ ના સુભગ સમન્વય દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન થશે એવું હું દ્રઢપણે માનું છું.
પદ્મશ્રી ટી. વી. મોહનદાસ પાઇ, ચેરમેન - મણિપાલ યુનિવર્સિટી
આજે સમાજ અનેક તકલીફોની સામનો કરી રહ્યું છે ત્યારે તેનો ઉકેલ ભારતીય સનાતન સંસ્કૃતિ અને વારસામાં રહેલો છે. ભારત ફરીથી વિશ્વગુરુ તરફ અગ્રેસર થઈ રહ્યું છે તેનો શ્રેય ભારતીય સંસ્કૃતિ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતોને જાય છે, કારણકે તેઓ સમાજના શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને આ બી. એ પી.એસ સંસ્થા એ ચારિત્ર્ય યુક્ત સમાજના નિર્માણ કરીને ભારતના ભવિષ્યને ઉજ્જવલ બનાવી રહ્યા છે.
ગજપતિ મહારાજ દિવ્યસિંગ દેવજી, ચેરમેન - જગન્નાથ મંદિર
પ્રમુખસ્વામી મહારાજે ભૌતિક શિક્ષાની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનાથી સંસ્કાર અને ચારિત્ર્ય યુક્ત સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આદર્શ મનુષ્યની સાથે સાથે આદર્શ નાગરિકનું પણ નિર્માણ કરી રહ્યા છે. ઇસ્લામિક દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણ માટે પરવાનગી મળવી એ આપણાં માટે ગૌરવની વાત છે. ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે પ્રમુખસ્વામી મહારાજે  ત્યાં આવીને રાહતકાર્યો કર્યા હતા તેના માટે હું તેમની ઋણી છું.
પૂ. ડૉક્ટર સ્વામી - BAPS
શિલમ પરમ જ્ઞાનમ" અર્થાત્ ચારિત્ર્ય એ પરમ જ્ઞાન છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન ઉચ્ચ હતું અને પ્રેરણાદાયી હતું. માતા પિતા જાગૃત થાય તો આદર્શ બાળકનું સર્જન થઈ શકે છે. આદિ ચુનચુનગિરિ મઠના પ્રમુખ પરમપૂજ્ય જગદગુરુ શ્રી શ્રી શ્રી નિર્મલાનંદજી મહારાજે જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ પ્રમુખસ્વામી મહારાજ નગર દર્શન કરીને હું ખૂબ ખૂબ અભિભૂત થયો છું. થોડા વર્ષો પહેલા સારંગપુર મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા હતા તે મારું સૌભાગ્ય હતું. દરેક માનવીનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે તે માત્ર સંસ્કાર યુક્ત શિક્ષણ દ્વારા સંભવ છે. માનવીના જીવનમાં અનેક પ્રશ્નો છે અને દરેક પ્રશ્નોનો ઉકેલ ખુદને ઓળખી લેવું તે જ છે. પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા 1000થી વધુ મંદિરો એ માનવ ચેતનાના મંદિરો છે જે સમાજને આદર્શ અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજે આજથી 10 વર્ષ પહેલાં આપેલી માળા મારા માટે ઊર્જાનો ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ કહેતા "ચારિત્ર્ય વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને ચારિત્ર્ય સાથેનું શિક્ષણ રક્ષણ કરે છે અને તે દેશનું રક્ષણ કરે છે. શિક્ષણમાં ચારિત્ર્ય ભળે તો સોનામાં સુંગધ ભળે. શિક્ષણની કિંમત ચારિત્ર્ય થી છે માટે આવું સંસ્કારયુક્ત શિક્ષણ સૌને મળે તે માટે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે છાત્રાલયો અને ગુરુકુળની સ્થાપના કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.