Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દર્શન-શાસ્ત્ર દિને પ્રમુખસ્વામી મહારાજને 'સનાતન ધર્મ જ્યોતિ' નું સન્માન

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે નગરમાં દર્શન શાસ્ત્ર દિવસની ઉજવણી થઈ જેમાં પ્રમુખસ્વામી મહારાજને 'સનાતન ધર્મ જ્યોતિ' નું સન્માન અપાયું છે. બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પ્રસ્થાનત્રયી- ‘ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર’ પર ભાષ્ય
04:56 PM Dec 31, 2022 IST | Vipul Pandya
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે નગરમાં દર્શન શાસ્ત્ર દિવસની ઉજવણી થઈ જેમાં પ્રમુખસ્વામી મહારાજને 'સનાતન ધર્મ જ્યોતિ' નું સન્માન અપાયું છે. બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પ્રસ્થાનત્રયી- ‘ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર’ પર ભાષ્ય રચાવીને ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરામાં અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે.
ભારતની દિલ્લીથી લઈને તિરૂપતિ, સોમનાથથી લઈને આસામની સંસ્કૃત યુનિવર્સિટીઓ દ્વારા મુખ્ય 36 સંસ્કૃત યુનિવર્સિટીઓના કુલપતિઓના હસ્તાક્ષર સાથે પ્રમુખસ્વામી મહારાજને 'સનાતન ધર્મ જ્યોતિ'નું સન્માન અપાયું.
ઇન્ટરનેશનલ ઓનલાઈન સંસ્કૃત ગુરુકુલમ’નો BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આરંભ થયો. જેમાં 20 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. તેમજ કંઠ પાઠ માટે સિદ્ધાંતકારિકા ઍપ્લિકેશન બનાવવામાં આવી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતના દાર્શનિક ઇતિહાસમાં વૈદિક, સનાતન, સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપીને ષડ્દર્શનની શૃંખલમાં એક નુતન અને મૌલિક પૃષ્ઠ ઉમેર્યું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી.  આ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના થયા બાદ, ઉત્તર-દક્ષિણ ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખર વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાનને એક નૂતન અને મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર અને આવકાર મળી રહ્યો છે.
સંધ્યા કાર્યક્રમ
ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે 4.45 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 
પૂ. આદર્શજીવન સ્વામી
BAPSના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ આકર્ષક અને આહલાદક , મૌલિક અને અલૌકિક , પ્રેરક અને પ્રભાવક છે અને પ્રમુખસ્વામી મહારાજની  જીવનભાવના દર્શાવે છે.આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ ઇકો ફ્રેન્ડલી નગર છે કારણકે આશરે 200 જાતિના અલગ અલગ 10,35,108 ફૂલ છોડ વાવવામાં  પ્રમુખસ્વામી મહારાજની પર્યાવરણના જતન & સંવર્ધનની ભાવનાને પ્રદર્શિત કરે છે.
પ્રમુખસ્વામી મહારાજની જીવનશૈલી જળકમળવત્ હતી કારણકે જેમ કમળ કાદવની વચ્ચે રહે છે પરંતુ તેને અસર નથી થતી તે રીતે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસારથી નિર્લિપ્ત અને નિર્વિકારી રહેતા. પ્રમુખસ્વામી ની જીવન શૈલી નું દર્શન રાજકમલ નામના કમળપત્રમાં જોવા મળે છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરના નાનામાં નાના છોડને પણ મર્મ સાથે રોપવામાં આવ્યો છે.”
પૂ. ભદ્રેશદાસસ્વામી
BAPSના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસસ્વામીએ  ‘શાસ્ત્રોના વિરલ પ્રેરણામૂર્તિ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત શાસ્ત્ર રચનાના વિરલ કાર્યને અંજલિ આપતાં કહ્યું, “આજે ભારતભરની તમામ સંસ્કૃત પાઠશાળામાંથી આવેલા વિદ્ધાન કુલપતિઓનું આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાગત છે.
ભારતની ભૂમિએ ભગવદગીતાની ભૂમિ છે અને બ્રહ્મસૂત્રની ભૂમિ છે જ્યાં શ્રદ્ધા અને તર્કનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે સમાજને અક્ષર પુરુષોત્તમ દર્શનનું અમૃત પીવડાવ્યું છે.ભગવાન સ્વામિનારાયણે ઉદ્દબોધેલ વચનામૃત ને યોગ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો યોગ લાગે છે, સાંખ્ય શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ સાંખ્ય લાગે છે તેવો અજોડ ગ્રંથ છે વચનામૃત.”
આ પણ વાંચો - પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન વિષય પર કોન્ફરન્સ યોજાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSDarshanShastraDayGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article