Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રમુખ સ્વામી મહારાજ નગરની સરળતાથી દર્શનયાત્રા માટે આ રહી જરૂરી માહિતી

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની  ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદમાં SP રિંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નો આજે 14 ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ આયોજીત થયો છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ નગરની દર્શનયાત્રા
03:07 PM Dec 14, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની  ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદમાં SP રિંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નો આજે 14 ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ આયોજીત થયો છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ નગરની દર્શનયાત્રા માટેની કેટલીક ઉપયોગી માહિતી તમને આપી રહ્યાં છીએ. જે તમને ઘણી ઉપયોગી થશે.
પ્રમુખસ્વામી નગરની દર્શનયાત્રામાં ઉપયોગી માહિતી:
  • નગરમાં પધારવા કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, નિ:શુલ્ક પ્રવેશ, નિ:શુલ્ક પાર્કિંગ
  • નિ:શુલ્ક આકર્ષણો, પ્રદર્શન ખંડો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો 
  • નજીવા દરે પ્રેમવતી પ્રસાદમ ઉપહાર ગૃહમાં ભોજનની વ્યવસ્થા
મહોત્સવ
  • 15 ડિસેમ્બર થી 15  જાન્યુઆરી, 2023
સમય
  • સોમવાર થી શનિવાર: બપોરે 2 થી  રાતના 9 સુધી, રવિવારે સવારના 9 થી રાતના 9 સુધી
મહોત્સવ સ્થળ પ્રવેશ
  • ભાડજ સર્કલથી આવનાર માટે ગેટ નં: 2, 3 અને 4, ઓગણજ સર્કલથી આવનાર માટે ગેટ નં  5, 6 અને 7
આવી રીતે પહોંચો
  • નગરમાં નેવિગેશનની સરળતા અને તમામ આકર્ષણોની માહિતી  માટે ‘PSM100 Nagar’ એપ્લીકેશન, એપ્લિકેશનમાં આપના ઘરેથી મહોત્સવ સ્થળ સુધી નેવિગેશન અને આપને આપના વાહન સુધી પહોંચાડવા QR Code સ્કેનીંગ દ્વારા અદ્ભુત વ્યવસ્થા
વિશિષ્ટ કાર્યક્રમો અને તેનું પ્રસારણ 
  • દરરોજ  સાંજે  5 થી 7.30 દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમો.
જીવંત પ્રસારણ
  • શતાબ્દી મહોત્સવના સાંજના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ તમે ઘરે બેઠા ગુજરાત ફર્સ્ટ (Gujarat First), ઓટીટી ઈન્ડિયા (OTT India) અને live.psm100.org પર નિહાળી શકશો.
આ પણ વાંચો - ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું વડાપ્રધાનશ્રીના હસ્તે ભવ્ય ઉદ્ધાટન, શતાબ્દી મહોત્સવનો શાનદાર શુભારંભ
Tags :
AhmedabadBAPSGuidelinesGujaratFirstInformationNarendraModiPMModiPrakhamSwamiMaharajPSM100PSM100NagarShatabdiMahotsav
Next Article