Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ, 46 યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો. જેમાં 46 નવયુવાનોએ  પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી.46 યુવાનોએ દીક્ષા લીધીઆજે દિક્ષા લીધેલાં કુલ 46 યુવાનોમાં ભારતની ખ્યાતનામ IIMથી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકો સિવàª
03:54 PM Jan 06, 2023 IST | Vipul Pandya
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો. જેમાં 46 નવયુવાનોએ  પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી.
46 યુવાનોએ દીક્ષા લીધી
આજે દિક્ષા લીધેલાં કુલ 46 યુવાનોમાં ભારતની ખ્યાતનામ IIMથી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકો સિવાય 4 અનુસ્નાતક, 22 સ્નાતક, 18 ઇજનેર, 1 શિક્ષક, 1 ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે જેમણે પાર્ષદી દીક્ષા લીધી છે. જેમાંથી 10 વિદેશના યુવાનો સાથે જ મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાતના દીક્ષાર્થી યુવાનો છે. આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે 9 વાગ્યે દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો.
1 હજારથી વધુ સુશિક્ષિત સંતો
શાસ્ત્ર, મંદિર અને સંત ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો છે. પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આ ત્રણેય આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે. એમાંય, સુશિક્ષિત નવયુવાનોને વીતરાગની પ્રેરણા આપીને, તેમને ત્યાગાશ્રમના પથ પર પ્રયાણ કરાવીને સ્વામીશ્રીએ 1000થી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ ધરી છે, તેને ભારતનો સમગ્ર ધાર્મિક સમાજ અહોભાવની નજરે નિહાળે છે.
પૂજાવિધિ
BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં દીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ પૂજાવિધિને અનુસરતા હતા. સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય  વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને સૌ નવદિક્ષિતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી.
શ્રી હાર્દિકભાઈ મિસ્ત્રી, દીક્ષાર્થી
IIM ઉદયપુરમાં જેમણે અભ્યાસ કરેલો છે તેવા શ્રી હાર્દિકભાઈ મિસ્ત્રી, જેમણે આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી તેમણે જણાવ્યું, સાધુ થવાનો મુખ્ય હેતુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રેરક વચનો -  ‘નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરવી’, ‘બીજાના ભલામાં આપણું ભલું સમજી સેવા કરવી’ એ અનુસાર મારી દીક્ષા સમાજની સેવા કરવા અને મારા આધ્યાત્મિક વિકાસ માટે છે.
રતનબેન - દીક્ષાર્થી અભિષેકભાઈના માતૃશ્રી 
ઉદયપુરથી આવેલા દીક્ષાર્થી અભિષેકભાઈના માતૃશ્રી રતનબેને કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સમર્થ ગુરુ મળ્યા છે આપણને અને મારો દીકરો ભગવાનના સારા માર્ગે વરે એ માટે અમે રાજી છીએ અને જ્યારે 1100 સંતો ને હું જોઉં છું ત્યારે મારા દીકરા જ લાગે છે. તો મે ખૂબ રાજી થઈને અમારા દીકરાને રજા આપી છે.
દીક્ષાર્થી ઉત્તમભાઈના બહેન રાધાબેન જણાવે છે, “ઉત્તમ સાધુ બન્યો એ અમારા પરિવારનું ગૌરવ છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
દીક્ષાવિધિ બાદ સૌ પર કૃપાવર્ષા કરતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું, આજે યુવાનો ત્યાગાશ્રમમાં પ્રવેશ કરે છે તે ખૂબ જ આનંદની વાત છે અને આ માત્ર ને માત્ર યોગી બાપા ના સંકલ્પ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી જ શક્ય બને છે. આવા ભણેલા ગણેલા યુવાનો દીક્ષા લે છે તેથી સંસ્થાનું ભવિષ્ય ઉજ્જવળ છે અને અને તેમના દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો બધે જ પહોંચશે અને હજારોને ધર્મના માર્ગે ચડાવશે. આ પાર્ષદો ભક્તિ સાથે સાથે સમાજ સેવાનાં કાર્યમાં જોડાશે. આજે દીક્ષા લેનાર તમામ સાધકો ભગવાનના ખોળે બેસી ગયા છે તો માતાપિતાએ નિશ્ચિંત થઈ જવું કારણકે તમારા સંતાનો ભગવાનના ચરણોમાં બેઠા છે માટે સુખી જ થવાના છે.શ્રીજીમહારાજ દીક્ષાર્થી ના માતા પિતા અને કુટુંબીઓને તને મને ધને સુખી કરે તેવી પ્રાર્થના.
આ પણ વાંચો - પ્રમુખ સ્વામી નગરની સાંધ્ય સભામાં દેશ-વિદેશની મહિલા આગેવાનની ઉપસ્થિતિ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSDikshaMohotsavGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article