Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી મહારાજે અગણિત ઘરોમાં ઘરસભાનો પ્રારંભ કરાવીને પારિવારિક શાંતિનો ઉપાય ચીંધ્યો

વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકોને ઉચ્ચ જીવનની રાહ ચીંધીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ‘ વસુધૈવ કુટુમ્બકમ્’-સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં 95 વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા.પરિવારોને સુગ્રથિત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના શતાબ
પ્રમુખસ્વામી મહારાજે અગણિત ઘરોમાં ઘરસભાનો પ્રારંભ કરાવીને પારિવારિક શાંતિનો ઉપાય ચીંધ્યો
વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકોને ઉચ્ચ જીવનની રાહ ચીંધીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ‘ વસુધૈવ કુટુમ્બકમ્’-સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં 95 વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા.
પરિવારોને સુગ્રથિત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પારિવારિક એકતાના સંદેશને પ્રસરાવવાનો આદેશ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આપ્યો. ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે 4.45 વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો.

પારિવારિક શાંતિ અભિયાન - આંકડાકીય દૃષ્ટિએ
  • 31 જાન્યુઆરી, 2022 થી 15 એપ્રિલ, 2022 સુધી
  • 17 રાજ્યોમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન,
  • 24 લાખ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો 
  • 72 હજાર કરતાં વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકો જોડાયા.
  • 10 હજાર  કરતાં વધુ શહેર-ગામડાઓમાં સંપર્ક
  • 72 લાખ માનવ કલાકોનું સમયદાન
  • 60 લાખ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપી
પારિવારિક શાંતિ અભિયાન - ફળશ્રુતિ 
  • 19 લાખ કરતાં વધુ પરિવારોએ સમૂહ ભોજનનો સંકલ્પ કર્યો 
  • 10 લાખ કરતાં વધુ પરિવારોએ સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો 
  • 4 લાખ કરતાં વધુ પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો 
2003માં BAPS બાળપ્રવૃતિ સુવર્ણ મહોત્સવ નિમિત્તે 17,500 બાળ-બલિકાઓ દ્વારા ‘આદર્શ કુટુંબ અભિયાન’ હેઠળ 4,75,000 ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો

આદર્શ કુટુંબ અભિયાન - 2003 - ફળશ્રુતિ 
  • 2,50,000 લોકોએ માતા-પિતાને પંચાંગ પ્રણામનો નિયમ લીધો
  • 1,93,000 લોકોએ વ્યસનમુક્ત જીવનનો નિયમ લીધો 
  • 2,40,000 લોકોએ નિત્ય ઘરસભાનો નિયમ લીધો
BAPSના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિના અભૂતપૂર્વ કાર્યને વર્ણવતા કહ્યું, સત્યમિત્રાનંદગિરિજીએ પ્રમુખસ્વામી મહારાજ માટે કહ્યું હતું કે "પ્રમુખસ્વામી મહારાજને અવતારી પુરુષ , ભગવતસ્વરૂપ અને આ પૃથ્વી પર અવતરેલા સાક્ષાત્ વિધાતા છે. પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ નું નિર્માણ કરીને ધર્મ અને સંસ્કૃતિની રક્ષણ કરીને દિલ્હીમાં દિલ મૂકી દીધું છે અને તેની આબેહૂબ પ્રતિકૃતિ આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મૂકવામાં આવી છે. મનુષ્યની કલ્પનામાં ના બેસે તેવું અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજે બનાવ્યું છે તે માટે આવનારી પેઢીઓ પ્રમુખસ્વામી મહારાજને ભૂલશે નહિ.”
BAPSના વિદ્વાન સંત પૂ. નારાયણમુનિ  સ્વામીએ ‘પારિવારિક એકતાનું અમૃત પાનાર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ પારિવારિક શાંતિનાં કાર્યો અને તેમણે આપેલ  ઘરસભારૂપી વિશિષ્ટ પ્રદાન વિષે વક્તવ્ય આપતા જણાવ્યું, કૌટુંબિક પ્રશ્નો ટાળવા પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કર્યો  છે અને જે તે પરિવારના સભ્યોને સામેથી બોલાવીને સમાધાન કરાવતા. તે માટે જમવાનું પણ પડતું મૂકી દેતા હતા. પ્રમુખસ્વામી મહારાજ દરેક પ્રશ્નોના ઊંડાણમાં જઈને તેનો ઉકેલ લાવતા અને તેના માટે ભૂખ તરસ પણ જોયા નથી કારણકે તેમણે દરેક હરિભક્તોને પોતાના માન્યા હતા.
BAPSના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિરૂપી વિશિષ્ટ કાર્યને અંજલિ આપતાં કહ્યું, જીવનમાં આગળ વધવા માટે જેટલી હવાની જરૂરિયાત છે એનાથી વધારે જરૂરિયાત સંપ અને એકતાની છે. કારણકે જ્યાં જ્યાં એકતા આવી છે ત્યાં ત્યાં પ્રગતિ થઈ છે. સંપ રાખવો, ખમવું , ઘસાવું અને મનગમતું મૂકવું , જો આ ચાર વાતો જીવમાં ઉતારીશું તો પારિવારિક એકતા હંમેશા જળવાઈ રહેશે. આ શતાબ્દી મહોત્સવનો સાર  "પરિવારમાં સંપ રાખવો" તે જ છે.
નારી  સશક્તિકરણ કાર્યક્રમ
આજે નારી સશક્તિકરણ વિષયક કાર્યક્રમમાં GCCI, અમદાવાદના પૂર્વ ચેરપર્સન સાવિત્રી પટેલે પ્રમુખસ્વામી મહારાજના નારી સશક્તિકરણના કાર્યોને બિરદાવતા કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ દીર્ઘદૃષ્ટા હતા, જેમણે  બાલિકાઓ માટે અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા, કાર્યકર્તાઓના માધ્યમથી ગર્ભસંસ્કાર વિષયક જાગૃતિ દ્વારા અને અનેક મહિલા પ્રવૃત્તિઓ દ્વારા યોગ્ય રીતે ઘરના સંચાલનને લગતાં કૌશલ્ય તેમજ અન્ય  કળા કૌશલ્ય ખીલવી નારીઉત્કર્ષનો પાયો મજબૂત કર્યો. વર્ષોના પુરુષાર્થથી પ્રમુખસ્વામી મહારાજે જે મૂલ્યો અને કૌશલ્યનું સિંચન કર્યું છે તે અત્યારે પ્રમુખસ્વામી નગરમાં સેવારત મહિલા સ્વયંસેવકોમાં આપણે નિહાળી શકીએ છીએ. આ બલિકાઓ અને મહિલાઓ આવનાર સમયમાં સમાજઘડતરનું કાર્ય કરશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.”
‘મમતા એરવિગ્સ’માં  ડિરેક્ટર એવા નયના પટેલે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશમાં પણ નારી સશક્તિકરણ માટે અવિરત પ્રયાસો કર્યા. એક સશક્ત નારી તેની આસપાસના સમાજને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.