Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિતેન્દ્ર પટેલ આજે પણ સ્વામીજીની આ વાતોને વાગોળી રહ્યા છે

બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.આ મહોત્સવમાં સેવા કરવા માટે વિદેશથી અનેક લોકો આવ્યા છે. આફ્રિકાના માલાવી દેશથી પણ ત્યાંના સૌથી મોટા બિઝનેસમેન પણ અહીં આવી ગાઈડ તરીકેની સેવા બજાવી રહ્યા છે. આવો મળીએ માલાવીના સૌથી મોટા બિઝનેસ મેનને.જીતેન્દ્ર પટેલ આફ્રિકાના માલાવી દેશનું નાગરિકત્વ ધરાવે છેતમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ વ્યક્તિનું àª
05:27 PM Dec 17, 2022 IST | Vipul Pandya
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.આ મહોત્સવમાં સેવા કરવા માટે વિદેશથી અનેક લોકો આવ્યા છે. આફ્રિકાના માલાવી દેશથી પણ ત્યાંના સૌથી મોટા બિઝનેસમેન પણ અહીં આવી ગાઈડ તરીકેની સેવા બજાવી રહ્યા છે. આવો મળીએ માલાવીના સૌથી મોટા બિઝનેસ મેનને.
જીતેન્દ્ર પટેલ આફ્રિકાના માલાવી દેશનું નાગરિકત્વ ધરાવે છે
તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ વ્યક્તિનું નામ છે.જીતેન્દ્ર પટેલ આફ્રિકાના માલાવી દેશનું નાગરિકત્વ ધરાવે છે.જીતેન્દ્ર પટેલ માલાવીના સૌથી સફળ બિઝનેસ મેનમાં પ્રથમ ક્રમાંકે આવે છે. જીતેન્દ્ર પટેલ માલાવીમાં અનેક બિઝનેસ સાથે સંકળાયેલા છે. જીતેન્દ્ર પટેલ માલાવીમાં સૌથી મોટી સિમેન્ટની ફેક્ટરી ધરાવે છે..જીતેન્દ્ર પટેલની સિમેન્ટ ફેક્ટરી 700 એકરમાં ફેલાયેલી છે. 
 પ્રમુખ સ્વામી મહારાજ પાસે પહોંચ્યા
ત્યારે  યુવા વયે જ્યારે જીતેન્દ્ર પટેલ સિમેન્ટ ફેક્ટરી માટે વિચારતા હતા ત્યારે માલાવીના પ્રેસિડેન્ટ પાસે સિમેન્ટ ફેક્ટરીનું લાઈસન્સ હતું. એ લાઈસન્સ તેમને મળે તેવી કોઈ સ્થિતિ નહોતી.પરંતુ ત્યારે તેઓ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પહોંચ્યા અને પ્રમુખ સ્વામિ મહારાજે તેમને વિશ્વાસ આપ્યો હતો કે તેમને સિમેન્ટ ફેક્ટરી માટેનું લાઈસન્સ મળી જશે. 
પ્રમુખ સ્વામી મહારાજે તેમને કાગળ ઉપર આશીર્વાદ આપ્યા
ત્રણ વર્ષના અથાગ પ્રયત્ન બાદ તેમને સિમેન્ટ ફેક્ટરીનું લાઇસન્સ મળ્યું. પરંતુ જ્યારે લાઈસન્સ મળ્યું ત્યારે તેમને ફેક્ટરી ચલાવવા માટેનો કોઈ અનુભવ નહોતો પરંતુ તે સમયે પણ પ્રમુખ સ્વામી મહારાજે તેમને કાગળ ઉપર આશીર્વાદ આપ્યા કે તમારી ફેક્ટરીનું નિર્માણ અને વ્યાપાર બંને નિર્વિઘન્તાથી પૂર્ણ થશે અને તે પણ કાર્ય પૂર્ણ થતાં જિતેન્દ્ર પટેલ આજે પણ સ્વામીજીની આ વાતોને વાગોળી રહ્યા છે.શતાબ્દી મહોત્સવની ઊજવણી સમયે આજે જીતેન્દ્ર પટેલ પણ અહીં પરિવાર સાથે સેવા આપવા માટે પહોંચ્યા છે.
આપણ  વાંચો- PSMનગર સંધ્યા સભામાં આજે ‘પરાભક્તિ દિન’, મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSbusinessmanGujaratGujaratFirstJitendraPatelPrakhamSwamiMaharajPSM100ShatabdiMahotsavThirdDay
Next Article