Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી’ : પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે નગરમાં દર્શન શાસ્ત્ર દિવસની ઉજવણી થઈ જેમાં પ્રમુખસ્વામી મહારાજને 'સનાતન ધર્મ જ્યોતિ' નું સન્માન અપાયું છે. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.પરમ પૂજ્ય મહàª
 lsquo અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી rsquo    પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે નગરમાં દર્શન શાસ્ત્ર દિવસની ઉજવણી થઈ જેમાં પ્રમુખસ્વામી મહારાજને 'સનાતન ધર્મ જ્યોતિ' નું સન્માન અપાયું છે. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
શ્રીજીમહારાજે શાસ્ત્રમાત્રનો સાર આપતા કહ્યું છે કે ‘અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અક્ષરબ્રહ્મ ગુરુ સાથે જોડવાથી જ અક્ષરરૂપ થવાય છે. શાસ્ત્રીજી મહારાજે મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા, આ શાસ્ત્રમાત્રનો સાર છે જેને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોના જીવનમાં દૃઢ કરાવ્યો.
શ્રી પી.ડી. વાઘેલા, ચેરમેન - ટ્રાઈ
મારા માટે સૌભાગ્યની વાત છે કે 1993માં મહેસાણામાં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા અને ત્યારબાદ તેમની મારા પર ખૂબ જ કરુણા અને આશીર્વાદ રહ્યા છે.પ્રમુખસ્વામી મહારાજ કરુણાસભર પુરુષ હતા અને સાથે સાથે કુશળ પ્રબંધક હતા.પ્રમુખસ્વામી મહારાજ મને કહેતા કે જે કાર્ય કરો તે સર્વશ્રેષ્ઠ અને નિર્ભય બનીને કરો, મનને જીતવાની કોશિશ કરો અને સત્યની સાથે રહો.
શ્રી શંકરસિંહજી વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી - ગુજરાત
ગાંધી સરદાર અને પ્રમુખસ્વામી મહારાજની ભૂમિમાં આજે ભારતભરનાં સંસ્કૃત વિદ્યાલયોનાં વિદ્વાનો  પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શને આવ્યા છે એ આપણાં માટે ગૌરવ ની વાત છે. પ્રમુખસ્વામી મહારાજમાં મન કર્મ અને વચનની એકાત્મતા જોવા મળતી હતી.
પદ્મભૂષણ શ્રી વિજય ભાટકર, કુલપતિ - નાલંદા યુનિવર્સિટી, ભારતના સુપરકોમ્પ્યુટરના જનક
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને એક અદ્ભુત અનુભૂતિ થઈ છે.પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો અશકય પણ શક્ય બને છે.આપણાં સૌનો જન્મ એક મહાન સંસ્કૃતિ અને મહાન દેશમાં થયો છે અને એ સંસ્કૃતિનું દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે અને હું દ્રઢપણે માનું છું કે ભારત ફરી એકવાર સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. સંત પરમ હિતકારી જોઈને અદભૂત અનુભૂતિ થઈ.
ડૉ. વિજયકુમાર, મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી
આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું ભાવુક થઈ ગયો કારણકે અહી એકસાથે મોટી સંખ્યામાં પ્રેરણાદાયી અને મનોહર પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.પ્રમુખસ્વામી મહારાજની કરુણાને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને અહી બાળકો સંસ્કૃતમાં નગરની માહિતી આપી રહ્યા હતા તે લોકોને જોઈને હું દ્રઢપણે માનું છું કે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે.
આધુનિકતા અને ટેકનોલોજીનો આધ્યાત્મિકતા સાથેનો સુભગ સમન્વય એ પ્રમુખસ્વામી મહારાજ નગરની વિશેષતા છે.અહી 80 હજાર સ્વયં સેવકો સક્રિય છે અને કાલે નગરદર્શનમાં મારા ચશ્મા ખોવાઈ ગયા હતા રાતે પરંતુ માત્ર 2 કલાકમાં જ મારા ચશ્મા શોધીને મારા હાથમાં આપી દીધા માટે એ જ દર્શાવે છે કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું પ્રબંધન કેટલું દિવ્ય અને ભવ્ય છે.
મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યા તે વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ભારત માટે ગૌરવની વાત છે. આજે ભારતના તમામ સંસ્કૃત વિદ્યાલયોના કુલપતિઓએ  પ્રમુખસ્વામી મહારાજ ને "સનાતન ધર્મ જ્યોતિ" નામનો વિશેષ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે.”
શ્રી લલિત કુમાર પટેલ, ઉપ-કુલપતિ - સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો  મંચ એ માત્ર ધર્મ મંચ નથી રહ્યો પરંતુ સંસ્કૃતના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોથી પરિપૂર્ણ મંચ પણ છે. જેમ સ્વામિનારાયણ મંદિરો ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે એમ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો મંચ ભારતીયત્વનો પરિચય આપે છે.
વૈદિક પરંપરામાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું શું યોગદાન છે તે ભદ્રેશદાસ સ્વામીજીએ  સુપેરે સમજાવ્યું છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતીય સંસ્કૃતિનું સુંદર દર્શન કરાવે છે. પ્રમુખસ્વામી મહારાજે આપત્તિઓમાં તેમના ભક્તોને નાતજાતના ભેદભાવ વગર સમાજ સેવા કરવાનો સંદેશો આપ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર દર્શન અકલ્પનીય,અદ્ભુત,દિવ્ય,ભવ્ય અને કલ્પનાતીત છે.
પ્રો. રામનારાયણ દ્વિવેદી, મહા મંત્રી - કાશી વિદ્વત પરિષદ
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને અદ્ભુત અને અવર્ણનિય આનંદની અનુભૂતિ થઈ છે. પ્રમુખસ્વામી મહારાજે આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે રહ્યા છીએ અને તેમની હાજરી અને આશીર્વાદથી જ આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવનું આયોજન શક્ય બન્યુ છે.અક્ષર પુરુષોત્તમ દર્શન દ્વારા સનાતન  ધર્મ સંસ્કૃતિનું રક્ષણ થશે માટે તમામ સંસ્કૃત વિદ્યાલયોએ આ દર્શનને અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ.
હરિદાસ ભટજી - પૂર્ણપ્રજ્ઞા વિદ્યાપીઠ
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જેટલા હરિભક્તો અને સ્વયં સેવકો સેવા આપી રહ્યા છે તે તમામ લોકો પ્રમુખસ્વામી મહારાજ ના એક એક મંદિર છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ  સ્વામી પર પ્રમુખસ્વામી મહારાજનો અનુગ્રહ અને અખંડ આશીર્વાદ રહેલા છે અને તેમના આશીર્વાદથી પૂર્વના તમામ મતોને આદર આપીને અને ખંડન કર્યા વગર અક્ષર પુરુષોત્તમ દર્શનની રચના કરી છે.
જે રામકૃષ્ણજી
ગુરુકૃપાથી કેવું કાર્ય થઈ શકે તેનું ઉદાહરણ મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામી.પતંજલિ મહારાજની જેવી શૈલી હતી તેવી શૈલી મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામીમાં જોવા મળે છે."સર્વે ભવન્તુ સુખિનઃ" એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે.
હરિકૃષ્ણ સતપતિજી, મહામહોપાધ્યાય
જો મને પૂછવામાં આવે કે વિશ્વની આઠમી અજાયબી કઈ હોઈ શકે તો હું કહીશ કે "પ્રમુખસ્વામી મહારાજ નગર". આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ચાર ધામ સાક્ષાત્ દ્રશ્યમાન થઈ રહ્યા છે. ઓરિસ્સામાં કુદરતી આપત્તિ વખતે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સ્વયંસેવકોએ છેક ગુજરાતથી ઓરિસ્સા આવીને રાહતકાર્યો કર્યા એના માટે અને પ્રમુખસ્વામી મહારાજના ઋણી છીએ. આજે હું મારી જિંદગીમાં જે કંઈ પણ બન્યો છું તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન શાસ્ત્રોમાં કહેલા ઉપદેશો અનુસાર હતું.
શ્રીવત્સ ગોસ્વામી, આચાર્ય શ્રી -  રાધારામ મંદિર, વૃંદવન
આ મહોત્સવમાં માનવ ચેતનાનો જનસાગર વહી રહ્યો છે. આપણે ૨૧મી શતાબ્દીને પ્રમુખ શતાબ્દીના રૂપે ઉજવાય તેવા મહાપુરુષ હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.