Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન, 4 લાખ લોકો થયા વ્યસન છોડવા પ્રતિબદ્ધ

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરરોજ સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. આજની સાંધ્ય સભામાં વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તનની ઝાંખી પ્રસ્તુત થઈ હતી.અગ્રણીઓની ઉપસ્થિતિઆજે  ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મàª
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન  4 લાખ લોકો થયા વ્યસન છોડવા પ્રતિબદ્ધ
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરરોજ સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. આજની સાંધ્ય સભામાં વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તનની ઝાંખી પ્રસ્તુત થઈ હતી.
અગ્રણીઓની ઉપસ્થિતિ
આજે  ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશિષ્ટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યસન મુક્તિના વિરાટ જનઆંદોલનના પ્રયોજક એવા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
BAPSના વ્યસનમુક્તિ આંદોલનો
ભગવાન સ્વામિનારાયણ અને તેમના 3000 પરમહંસો ગામડે ગામડે વ્યસનમુક્તિની આહ્લેક લઈને ઘૂમી વળ્યા હતા. લોકોને વ્યસનમુક્ત અને સદાચારયુક્ત બનાવવાના  વિરાટ કાર્યને જીવંત રાખવાનો યશસ્વી પુરુષાર્થ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા વિરાટ વ્યસનમુક્તિ આંદોલનો દ્વારા લાખો વ્યસનીઓ વ્યસનોની ચુંગાલમાંથી મુક્ત થયા.
લોકોને વ્યસન મુક્ત કર્યાં
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે 8 થી 22 મે, 2022 દરમિયાન ભારતમાં વિરાટ વ્યસનમુક્તિ અભિયાન યોજાયું હતું, જેમાં 12 થી 14 વર્ષની ઉંમરનાં 16 હજાર બાળકોએ ઘરોમાં, ઓફિસોમાં, ફેક્ટરીઓમાં તેમજ  બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે જાહેર સ્થળોએ જઈને 14 લાખ લોકોને મળીને વ્યસનમુક્તિનો સંદેશો આપ્યો. 15 દિવસીય આ અભિયાનમાં 4 લાખ લોકો વ્યસન્મુક્ત થવા સંકલ્પબદ્ધ થયા. 31 મે, 2022ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનના ઉપક્રમે BAPSના 50 હજાર કરતા વધુ બાળ-બાલિકાઓએ સમગ્ર ગુજરાત અને ભારતમાં 100 જેટલી વ્યસનમુક્તિ રેલીઓ દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો.
પ્રેરક પ્રસંગ
1985માં કેન્યાના મંત્રી શ્રી જોસેફ મટુરિયાએ જાહેરસભામાં પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. 12 મે, 2007ના રોજ BAPS  મંદિર, નૈરોબી ખાતે પ્રમુખસ્વામી મહારાજને મળતાં તેમણે કહ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે મારું  વ્યસન ૨૨ વર્ષ પહેલાં છોડાવી દીધું. ત્યાર પછી એક પણ વાર મને દારૂ પીવાનું મન થયું નથી. તેમણે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.