અબુધાબીમાં હિન્દુ મંદિરનું નિર્માણ ભારત અને UAE વચ્ચેના ગાઢ સંબધોનું પ્રતીક
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. મહોત્સવમાં દરરોજ વિવિધ વિષયો પર સામાજીક અને રાજકિય ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં વિચાર સત્રનું આયોજન થાય છે. જે અંતર્ગત આજે નગરમાં આજે BAPS અખાતી દેશ દિન અંતર્ગત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા અને પોતાના વિચારો રજુ કર્યાં હતા.ભારત અને UAEના ગાઢ સંબંધોનું પ્રતિકUAEની રાજધાની અબુધાબીમાં BAPS સ્વામી નારાયણ સà
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. મહોત્સવમાં દરરોજ વિવિધ વિષયો પર સામાજીક અને રાજકિય ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં વિચાર સત્રનું આયોજન થાય છે. જે અંતર્ગત આજે નગરમાં આજે BAPS અખાતી દેશ દિન અંતર્ગત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા અને પોતાના વિચારો રજુ કર્યાં હતા.
ભારત અને UAEના ગાઢ સંબંધોનું પ્રતિક
UAEની રાજધાની અબુધાબીમાં BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા BAPS હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર ભારત અને UAE વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતિક છે. UAEમાં વસતા 33 લાખ ભારતીયો ઉપરાંત અન્ય અનેક સંસ્કૃતિઓ અને સમુદાયો માટે પ્રેરણાનું પ્રતિક છે. વર્ષ 2019માં વિશ્વપ્રસિદ્ધ શેખ ઝાયેદ મસ્જિદમાં શેખ નહ્યાને મહંતસ્વામી મહારાજ અને સંતવૃંદની પધરામણી કરાવી હતી.
પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ
સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આરબ ભૂમિ પર પધાર્યા ત્યારે તેઓએ અહી વસતા હિન્દુઓની ધર્મભાવનાને પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબ ભૂમિ પર ભવ્ય સંસ્કૃતિધામ મંદિરનું નિર્માણ થાય.
પ્રમુખસ્વામી મહારાજની આરબદેશોની વિચરણયાત્રા
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આરબદેશોની વિચરણયાત્રા દરમિયાન બાહરીનના રાજા શેખ અમીર ઈસા બિન સલમાન અલ ખલીફા, શારજાહના રાજવી પરિવારના શ્રી શેખ હામદ, મસ્કતના રાજવી શેખ સૈયદ સૈફ બિન હામદ બિન સાઉદ અલ બુસાયદી તેમજ દુબઈના આરબ ઉમરવો સાથેની તેમની સ્નેહસભર મુલાકાતો સૌનાં દિલોદિમાગ પર અનોખો દિવ્ય પ્રભાવ પાથરી ગઈ છે.
ક્રાઉન પ્રિન્સનું ભૂમિનું દાન
વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં એપ્રિલ, 2019માં અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. UAEની સરકારે પ્રારંભમાં આ મંદિરના નિર્માણ માટે અઢી એકર ભૂમિ ફાળવી હતી. શેખ અબ્દુલ્લા બિન ઝાએદ અલ નહ્યાને દિલ્લીના અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી ત્યારબાદ અબુધાબીના ક્રાઉન પ્રિન્સે 27 એકર ભૂમિનું દાન કર્યું હતું.
બાહરીનમાં મંદિર માટે જમીન મળી
વર્ષોથી બાહરીનના રાજવી પરિવાર અને BAPS વચ્ચે ઘણી સદભાવના મુલાકાતો યોજાઇ હતી. અહી એક વિસ્તૃત હિન્દુ મંદિરની જરૂરિયાત છે તે અંગેની રજૂઆત બાદ ભારત સરકાર અને બાહરીન સરકારના સંયુક્ત સહયોગથી BAPS મંદિર માટે ફેબ્રુઆરી 2022માં મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement