Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતુશ્રીના નિધન પર BAPSનો સાંત્વના સંદેશ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં 100 વર્ષના હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. દેશભરમાથી હીરા બાના આત્માની શાંતિ માટે પ્રાથનાઓ થઈ રહી છે. એવામાં BAPS સંસ્થા વધી ઈશ્વરચરણ સ્વામીએ હીરાબાના નિધન પર સાંત્વના સંદેશ પાઠવ્યો છે.BAPS સંસ્થા વતી પૂ. ઈશ્વરચરણ સ્વામીનો સાંત્વના સંદેશઆદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના માતુશ્રી હીરાબા, જેમણે 100 વà
05:45 PM Dec 30, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં 100 વર્ષના હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. દેશભરમાથી હીરા બાના આત્માની શાંતિ માટે પ્રાથનાઓ થઈ રહી છે. એવામાં BAPS સંસ્થા વધી ઈશ્વરચરણ સ્વામીએ હીરાબાના નિધન પર સાંત્વના સંદેશ પાઠવ્યો છે.
BAPS સંસ્થા વતી પૂ. ઈશ્વરચરણ સ્વામીનો સાંત્વના સંદેશ
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના માતુશ્રી હીરાબા, જેમણે 100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું, તેમને ખાસ એટલા માટે યાદ કરીએ છીએ કે તેમણે આ દેશને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના રૂપમાં એક મહાન નેતા અર્પણ કર્યા. શ્રી નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત અને ભારતનો વિકાસ ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ રહ્યો છે, એવા મહાન નેતાના માતૃશ્રી હીરાબાના અક્ષરનિવાસથી સૌને ખૂબ દુખ થયું છે. 
ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમના આત્માને પોતાના ધામમાં વિરાજમાન કરે અને અખંડ સુખ આપે, તેમજ પરિવારને સાંત્વના આપે. 
શ્રી નરેન્દ્રભાઇ હંમેશા પોતાનાં માતુશ્રીના સંપર્કમાં રહેતા. એમની સાથે બેસતા, સાથે જમતા અને વાતચીત કરતા. પોતાના માતૃશ્રી પ્રત્યે તેમનો પ્રેમ અને લાગણી બહુ જ મોટી વાત છે, જે આપણી હિન્દુ સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ છે. પોતાના માતૃશ્રીની આટલી બધી દેખભાળ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ શ્રી નરેન્દ્રભાઈ રાખતા. આ પણ એક દાખલો સૌએ લેવા જેવો છે. 
હીરાબાના નિધનથી આપણે સૌ અને સમગ્ર દેશના લોકો પણ દુ:ખ અનુભવે છે. ભગવાન એમના આત્માને ખૂબ સુખ-શાંતિ આપે એ જ પ્રાર્થના.
આ પણ વાંચો - PM MODIએ માતાને આપી મુખાગ્ની, થયા ભાવુક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSCondolencemessageGujaratGujaratFirstHirabenModiNarendraModiPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article