Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PSMનગર સંધ્યા સભામાં આજે ‘પરાભક્તિ દિન’, મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પી

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં હરિભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. આજે ત્રીજા દિવસે ‘પરાભક્તિ દિને’ મહાનુભાવોએ ગવદ્ભક્તિ અને લોકસેવાનો વિરલ સમન્વય એવા પ્રમુખસ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પી હતી.પ્રભુચરણ સ્વામીનું પ્રવચનપારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્ય
02:37 PM Dec 17, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં હરિભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. આજે ત્રીજા દિવસે ‘પરાભક્તિ દિને’ મહાનુભાવોએ ગવદ્ભક્તિ અને લોકસેવાનો વિરલ સમન્વય એવા પ્રમુખસ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પી હતી.
પ્રભુચરણ સ્વામીનું પ્રવચન
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ સાંજે 5 વાગ્યે કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજની નિરંતર ભગવાનમય સ્થિતિનું  દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું. ‘પરાભક્તિના વિરલ ધારક’ વિષય પર વિદ્વાન અને વાચસ્પતિ પૂ. પ્રભુચરણ સ્વામીએ પ્રવચન કર્યું. તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ એ પરાભક્તિના વિરલ ધારક સંત હતા. આપણાં સત-શાસ્ત્રોમાં બતાવેલા ભક્તિના તમામ લક્ષણો પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં તાદૃશ જોવા મળતા હતા. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં સુખ-દુઃખ,જય-પરાજય,દિવસ-રાત,માન-અપમાન,સગવડ-અગવડ વગેરે પરિસ્થિતિઓમાં હંમેશા ભગવાન જ પ્રધાન રહ્યા છે. કેનેડાની પાર્લામેંટ હોય કે યુનાઈટેડ નેશનની ધર્મપરિષદ હોય, દરેક જગ્યાએ પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ હરિકૃષ્ણ મહારાજને જ પ્રથમ યાદ કર્યા છે.
તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં ઘણી વાર જોવા મળ્યું છે કે કોઈ મહાનુભાવ કે હરિભક્ત હાર પહેરાવા આવે ત્યારે પહેલા ભગવાનને પહેરાવવાનું કહેતા કારણકે તેમની દરેક ક્રિયામાં ભગવાન જ પ્રધાન રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ આ પૃથ્વી પરથી ક્યારેય ગયા જ નથી કારણકે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર નું તેજ રહેશે ત્યાં સુધી પ્રમુખસ્વામી મહારાજ નું નામ રહેશે કારણકે તેઓ પરાભક્તિ ના મૂર્તિમાન સ્વરૂપ હતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે "ભગવાનની મૂર્તિ સિવાય આ દુનિયાના તમામ સુખો નાશવંત છે માટે ભગવાન તરફ વૃત્તિ રાખવી.
આદર્શજીવ સ્વામીનું પ્રવચન
BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરના આરંભમાં પ્રમુખસ્વામી મહારાજનો માળા કરતો હાથ મૂકવામાં આવ્યો છે તેને શતાબ્દી મહોત્સવમાં પ્રતીક તરીકે રાખેલું છે જે દર્શાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજની ભજની શૈલીનો પરિચય કરાવે છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનભર અનેક કાર્યો કર્યા પણ દરેક કર્મમાં ભગવાનની ભક્તિ અને શ્રદ્ધાને પ્રાધાન્ય આપ્યું છે એટલા માટે નગરની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજના માળા ફેરવતા હાથથી કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ એ માળાપ્રધાન મહાત્મા હતા. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે "આપણાં જીવનમાં જે કંઈ થયું છે , થાય છે અને થવાનું હશે એ બધું માળાના કારણે થાય છે કારણકે આપણે  માળા કરીશું તો ભગવાન આપણાં કાર્યમાં ભળશે અને કૃપા કરશે" પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં માળા અને ભજન એ બંનેનું જ મુખ્ય અનુસંધાન રહ્યું છે અને જ્યારે પણ કોઈ હરિભક્ત ને વિઘ્ન આવે ત્યારે હંમેશા આશીર્વાદ આપતા હતા કે ભગવાનને યાદ કરીને રોજ ૨ માળા વધારે કરવી.”
પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિ જ એમનું ઉર્જાકેન્દ્ર
ક્ષણેક્ષણ પરમાત્મામય થઈને રહેતા પ્રમુખસ્વામી મહારાજ બેજોડ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. પ્રમુખસ્વામી મહારાજની તમામ પ્રવૃત્તિ આધ્યાત્મિકની પર્યાય હતી. તદ્દન અનાસક્ત હોવા છતાં, પ્રેમભાવે લોકસેવાના સઘળાં કાર્યોનો શ્રેય ભગવાનને ચરણે ધરતા રહ્યા. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ એ જ એમનું ઉર્જાકેન્દ્ર હતું. વિરાટ સેવાકાર્યો અને લોકકલ્યાણની ગંજાવર પ્રવૃત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજને પરમાત્માનું નિરંતર અનુસંધાન રહેતું.            
મહાનુભાવોની ઉપસ્થિતિ
આજના સંધ્યા સભામાં શ્રી શ્રી શ્રી ત્રિદંડી ચિન્ના શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામી, સંસ્થાપક: જિયર ઇન્ટેગ્રેટેડ વેદિક એકેડેમી (JIRA), શ્રી અનંત ગોએન્કા, એક્ઝીક્યુટીવ ડીરેકટર, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, શ્રી સુધીર નાણાવટી, પ્રમુખ, ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી, શ્રી સુરેશ શેલત, પૂર્વ એડવોકેટ જનરલ- ગુજરાત સરકાર, ડૉ જે રામેશ્વર રાવ, ફાઉન્ડર ચેરમેન - મી હોમ ગ્રુપ, શ્રી કલ્પેશ સોલંકી, ગ્રુપ મેનેજિંગ એડિટર - એશિયન મીડિયા ગ્રુપ-ગરવી ગુજરાત, CA ડૉ ગિરીશ આહુજા, ટેક્સ એક્સપર્ટ અને શિક્ષણવિદ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો - બાપાના અંતિમ શ્વાસ સુધી મને સેવાનો લાભ મળ્યો: નારાયણ ચરણ સ્વામિ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstParabhaktiDayPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100SandhyaSabhaShatabdiMahotsavThirdDay
Next Article