આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા : કેન્દ્રીયમંત્રીશ્રી સ્મૃતિ ઈરાની
અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે ત્યારે આજે નગરમાં બીએપીએસ મહિલા દિનની ઉજવણી થઈ હતી. જેમાં સામાજીક આને રાજકિય ક્ષેત્રની મહિલા મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજને વાક્ પુષ્પાંજલિ અર્પણ કરી હતà«
અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે ત્યારે આજે નગરમાં બીએપીએસ મહિલા દિનની ઉજવણી થઈ હતી. જેમાં સામાજીક આને રાજકિય ક્ષેત્રની મહિલા મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજને વાક્ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમૃતા ફડણવીસે
ભારતીય બેંકર, અભિનેતા, ગાયક અને સામાજિક કાર્યકર્તા, શ્રીમતી. અમૃતા ફડણવીસે જણાવ્યું, આજે હું ખૂબ જ ખુશ છું કે મહારાષ્ટ્રથી હું આ ઉત્સવ નગરીમાં આવી છું અને શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે દુનિયાને પ્રેમનો સંદેશ આપ્યો છે અને આપણા બાળકો તેમણે દર્શાવેલાં મૂલ્યો અને આદર્શો પર ચાલી રહ્યા છે તે આપણા માટે ગર્વની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે 7.50 લાખથી વધારે પત્રોના જવાબ આપીને તેમને શાંતિ અને મોક્ષ માટે માર્ગદર્શન આપ્યું છે.
એવલિન અનાઈટ
યુગાન્ડાના રોકાણ અને ખાનગીકરણ- નાણા રાજ્ય મંત્રી માન. એવલિન અનાઈટે જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજે "બીજાના ભલામાં આપણું ભલું" સૂત્ર આપીને સમગ્ર માનવજાતમાં પરોપકારની ભાવના જગાવી છે. મને સૌ ભારતીયોની ' નમસ્તે ' કહેવાની રીત બહુ ગમી છે કારણકે તેમાં સાચા અર્થમાં આદરભાવ જોવા મળે છે.”
શ્રીમતી સ્મૃતિ ઈરાની
ભારતના મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, હું મુંબઈમાં હતી ત્યારે મને દાદર મંદિર જવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા પતિ અને બાળકને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા. ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમ છે. બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજની સેવા માટે જન્મ પામવો એ પુણ્યનું કાર્ય છે. અમેરિકામાં વસતા એક ભક્તે જ્યારે તેમના પારિવારિક શાંતિ માટે ઉપાય સૂચવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પરિવાર માટે સામય આપવાની વાત કરી. આપણે આદર્શોના માર્ગમાંથી ભટકી ના જઈએ એટલે પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલા પ્રાર્થના અને પુરુષાર્થનો સંગમ કરવો પડશે. આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને પણ રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા છે. સ્વામીશ્રીએ હક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું.
ભારતમાંથી સમગ્ર વિશ્વને સંદેશ આપવો હોય તો એ છે કે વિનમ્રતાના માર્ગે ચાલી, મહિલા હોય કે પુરુષ-બંનેએ સાથે મળીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે. મેં જ્યારે સુવર્ણા પ્રદર્શનમાં છેલ્લાં 6 મહિનાથી રત બાલિકાઓને પૂછ્યું કે તમે પરિવારથી દૂર છો છતાં કેવી રીતે ખુશ છો ? તેમણે કહ્યું કે, ‘બેન, અમે સેવામાં છીએ.’ એક નાના બાળક શંભુ માટે પ્રમુખસ્વામી મહારાજ ગામડામાં પધાર્યા અને બાળકોનો વિશ્વાસ સંપાદિત કરીને સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ભક્ત, ગુરુને યાદ કરે ત્યારે ત્યારે હાજર થઈ જાય છે.
ફિલોમેના મ્વિલુ
કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટિસ માન. જસ્ટિસ ફિલોમેના મ્વિલુએ જણાવ્યું, આજે મહિલા સશક્તિકરણ દિવસ ઉજવાઈ રહ્યો છે તે ખૂબ જ ગર્વની વાત છે. 80 હજાર સ્વયંસેવકોનું સેવા અને સમર્પણ ખૂબ જ અદ્ભુત છે અને કોઈને પણ મનાતું નથી કે આ સમગ્ર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ હંગામી ધોરણે કરવામાં આવ્યું છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે સફળતા માટે પ્રાર્થના અને પુરુષાર્થનું સૂત્ર આપ્યું છે તે મારા માટે મોટી શીખ છે. સક્ષમ નારી વગર ઘરનું નિર્માણ નથી થઈ શકતું કારણકે દરેક સફળ પુરુષ પાછળ એક નારીનો સાથ હોય છે. બીજાના ભલામાં આપણું ભલું એ ભાવના સાથે આપણે જીવીશું તો વિશ્વભરમાં શાંતિ સ્થપાશે.
ડો. નીમાબેન આચાર્ય
ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું, 80 હજારથી વધારે સ્વયંસેવકો જે અહી સેવા કરી રહ્યાં છે તેમને મારા શત શત વંદન. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અંતરિક્ષમાંથી સાક્ષાત્ પ્રમુખસ્વામી મહારાજ સતત આશીર્વાદ વરસાવતા હોય તેવી અનુભૂતિ થાય છે.
પ્રમુખસ્વામી મહારાજ વ્યસનમુક્તિ અભિયાન અને આદિવાસી ઉત્થાનનાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક લોકોના જીવન પરિવર્તન કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજ સમયની મર્યાદા જોવા વગર સતત હરિભક્તો ને આશીર્વાદ આપતાં રહ્યાં છે અને તેમના દુઃખો દૂર કર્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે "ઘર સભા" ની ભેટ આપીને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે અને મારા ઘરમાં પણ ઘરસભા નિયમિત થાય છે. સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન મહિલાઓ કરે છે માટે પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણ માટે અનેક કાર્યો કર્યાં છે. વિશ્વની અંદર ભારતીય મહિલાઓનો જોટો જડે તેમ નથી કારણકે તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા અને સમર્પણ કરે છે. "જનસેવા એ પ્રભુસેવા" એ પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના રહી છે. ‘વસુધૈવ કુટુમ્બમ’ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે.
શ્રીમતી સુહાગ શુક્લા
હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન(HAF)ના એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રીમતી સુહાગ શુક્લાએ જણાવ્યું, હું આજે પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને ખૂબ જ અભિભૂત છું. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને તેમનું સૂત્ર યાદ આવે છે કે "પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ" કારણકે આ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદિતાની ભાવના પ્રજ્વલિત કરી છે. પ્રમુખસ્વામી મહારાજે એકતા , આદરભાવ અને સત્યના પાઠ શીખવ્યા છે.'નમસ્તે એક શબ્દ નથી પરંતુ સાધના છે જે આપણને અંદરથી શુદ્ધ કરે છે.' જો આપણે દરેકમાં ભગવાનના દર્શન કરીશું તો નાતજાત અને ઊંચનીચના ભેદભાવથી ઉપર આવી જઈશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement