Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'મંદિર ગૌરવ દિન' સંધ્યા સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય અને દિવ્ય ઉજવણી પ્રમુખ સ્વામી મહારાજ નગર (Pramukh Swami Maharaj Nagar) અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે. શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે  'મંદિર ગૌરવ દિન'ની સંધ્યા સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કરી પ્રમુખ સ્વામી મહારાજની દિવ્યતા અને સેવાભાવો અંગે પોતાના વિચારો રજુ કર્યાં  હતા.પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામી, BAPSપ્રમુખસ્વામી
06:07 PM Dec 18, 2022 IST | Vipul Pandya
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય અને દિવ્ય ઉજવણી પ્રમુખ સ્વામી મહારાજ નગર (Pramukh Swami Maharaj Nagar) અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે. શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે  'મંદિર ગૌરવ દિન'ની સંધ્યા સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કરી પ્રમુખ સ્વામી મહારાજની દિવ્યતા અને સેવાભાવો અંગે પોતાના વિચારો રજુ કર્યાં  હતા.
પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામી, BAPS
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તેમની જીવનશૈલીનું દર્શન થાય છે. નગરમાં પ્રવેશતા ભવ્ય સંતદ્વાર દૃશ્યમાન થાય છે જેમાં ભારત દેશની ચારેય દિશા જેમકે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તમામ દિશાના 14 સંતો-મહંતોના દર્શન થાય છે. તેની પાછળનો સંદેશો એ છે કે પ્રમુખસ્વામી મહારાજને તમામ ધર્મોના સંતો-મહંતો અને ભગવાન પ્રત્યે ખૂબ આદરભાવ અને પૂજ્યભાવ અને સેવાભાવ હતો.
પૂજ્ય અક્ષરવત્સલદાસ સ્વામી, BAPS 
પ્રમુખસ્વામી મહારાજ 1100 કરતાં પણ વધારે મંદિરોના વિરલ સર્જક હતા. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા હતા કે "મનને સ્થિર કરે તે મંદિર" કારણકે મંદિરમાં આવીને જ માનવીનું વિચલિત મન સ્થિર થાય છે. કોઈપણ આસ્તિક માણસ મંદિર ની આવશ્યકતાને નકારી ના શકે કારણકે મંદિરની સમાજનું આવશ્યક અંગ છે. પ્રમુખસ્વામી મહારાજે ગુરુ આદેશનું પાલન કરીને વર્ષ 1971 થી 2016 સુધીમાં 1231 મંદિરોનું નિર્માણ કર્યું અને તેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ પણ લીધી છે. તેઓને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં "21 મી સદી ના માસ્ટર બિલ્ડર" કહેવામાં આવ્યા છે.
શ્રી ગગજીભાઈ સુતરીયા, સરદારધામ પ્રમુખ
BAPSમાં પ્રમુખસ્વામી મહારાજ ના હોત તો આ સંસ્થા સફળતાના શિખરો સર ના કરી શકી હોત. બી.એ.પી.એસ સંસ્થાને સંપૂર્ણ સહયોગ માટે સરદારધામ ટ્રસ્ટ હંમેશા કટિબદ્ધ છે.
શ્રી રતિભાઈ પટેલ, વિશ્વ ઉમિયાધામ પ્રમુખ
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં નતમસ્તકે વંદન કરું છું અને સાથે સાથે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને નતમસ્તકે વંદન કરું છું. મને ગૌરવ થાય છે કે આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે દેશ અને વિદેશના હજારો હરિભક્તોમાં સેવા અને સમર્પણની ભાવનાને પ્રજ્વલિત રાખી છે અને 'સેવા પરમો ધર્મ" સૂત્ર ને સાકાર કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે હરિભક્ત ને જે પ્રેમ આપ્યો છે તેનું ઋણ ચૂકવવા માટે વિશ્વભરના હરિભક્તો એ નગરની રચના કરી છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિ નું મૂળ આધ્યાત્મિક ચેતના છે અને તેનો આધાર મંદિર છે અને હિન્દુ સંસ્કૃતિ ને જાગૃત રાખવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે મંદિરો બાંધીને કર્યું છે. ઉમિયાધામ મંદિરની પ્રથમ શિલાનું પૂજન મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થયું છે. મંદિર થકી માનવ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય પ્રમુખસ્વામી મહારાજે બાંધેલા મંદિરો દ્વારા કરવામાં આવે છે.
ડો.સચ્ચિદાનંદ જોશી, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટસ
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના મંચ પર ઉભો રહીને હું બહુ જ ગર્વ અનુભવું છું. આજે મે મારી કલ્પના બહારની ભવ્યતા મે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોઈ અને ભવિષ્યમાં કોઈને ભવ્યતા વિશે સમજાવું હશે તો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને યાદ કરવામાં આવશે. 80 હજાર સ્વયંસેવકો ને જોઇને એમ થાય છે કે ગુરુ શ્રેષ્ઠ હોય તો જ આટલા બધા સ્વયંસેવકો સમર્પિત થઈ શકે અને પ્રમુખસ્વામી મહારાજ શ્રેષ્ઠ ગુરુ હતા. પ્રમુખસ્વામી મહારાજ અવતારી પુરુષ હતા અને મને ગર્વ છે કે મે મારા જીવનમાં અવતારી પુરુષના દર્શન કર્યા છે.
તેમણે જણાવ્યું કે, મંદિર એ ભગવાનની આરાધના પૂરતા સીમિત નથી પરંતુ સામજિક સંરચના અને સામાજિક ઉત્થાનના કેન્દ્રો છે અને પ્રમુખસ્વામી મહારાજે અનેક મંદિરોનું નિર્માણ કરીને આપણાં પર મોટો ઉપકાર કર્યો છે. યુનાઈટેડ નેશન્સ પણ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નો ઉદઘોષ થાય તે જ બતાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ વિરલ સંત હતા.
ડો.રમાકાંત પાંડા, એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ
હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું મારા જીવનમાં પ્રમુખસ્વામી મહારાજને ૩ વાર મળ્યો છું અને ૨ વાર એમના મેડિકલ રીપોર્ટસ જોઈને તેમને સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન આપવાનો મોકો મળ્યો એ માટે મારા માટે ચિરંજીવ સ્મૃતિ છે. તેમની હાજરીમાં મને ખૂબ જ દિવ્યતા અને ભવ્યતા અનુભવાતી હતી.
ગોવિંદદેવ ગિરિ મહારાજ, કોષાધ્યક્ષ - અયોધ્યા રામ જન્મભૂમિ
આજે મારું અહોભાગ્ય છે કે હું અહી દિવ્ય તીર્થ અંને કુંભ મેળા રૂપી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું પરંતુ મને દુઃખ પણ થાય છે કે હું અહી માત્ર 1 દિવસ માટે જ કેમ આવ્યો. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલી દિશામાં જીવન જીવીશું તો જીવન ઉન્નત બનશે. પ્રમુખસ્વામી મહારાજ ચૈતન્ય મંદિર સમાન હતા કારણકે તમામ નાના મોટા લોકોને પ્રમુખસ્વામી મહારાજ પોતાના લાગતા હતા. પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં સાધુ હતા કારણકે સાધુ નો જીવન મંત્ર "સર્વજીવહિતાવહ" હોય છે અને પ્રમુખસ્વામી મહારાજ દશેય દિશામાં ગંગાની જેમ વહીને સર્વજીવોના કલ્યાણ માટે જીવનભર પુરુષાર્થ કરતા રહ્યા છે.
તેમણે કહ્યું,  પ્રમુખસ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ મંદિર ને 1 હજાર વર્ષ સુધી નુકશાન ના થાય એવું બનાવડાવ્યું છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજે જે સાધુતા યુક્ત સંત સમાજ અને સમર્પિત સ્વયંસેવક સમાજનું નિર્માણ કર્યું છે તેને તો ચિરંતન કાળ સુધી નુકશાન નહિ થાય એવો મને દ્રઢ વિશ્વાસ છે. આજે હું પ્રમુખસ્વામી મહારાજને એક જ પ્રાર્થના કરવા માગું છું કે, "તમે સૂરજ સમા તેજસ્વી છો તેનું એક નાનું કિરણ અમારા જીવનમાં પણ ઉતરે જેથી અમારું જીવન પણ ઉન્નત થઈ જાય" BAPS સંપ્રદાય એ તમામ સંપ્રદાયોનું નેતૃત્વ કરી શકે તેવો સંપ્રદાય છે અને તેના માટે હું પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. ભારત દેશના ઉત્થાન કાર્યમાં પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો અતુલ્ય યોગદાન છે અને તેના કારણકે દુનિયાના દેશો ગૌરવ સાથે ભારત દેશ ને જોવે છે.
 
શિવકુમાર સુન્દરમ્
પ્રમુખસ્વામી મહારાજનો જીવન મંત્ર એ માનવ સેવા હતો. મારા માટે મંદિરો એ શક્તિના કેન્દ્રો છે અને તેના કારણે વ્યસનમુક્તિ જેવા અનેક સમાજ સેવાના કાર્યો થાય છે. 1990માં હું મુંબઈ આવ્યો હતો અને મારું પહેલું નિવાસ સ્થાન હતું "દાદર સ્વામિનારાયણ મંદિર" અને આજે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી આપના સામે ઊભો છું. "જનસેવા એ જ પ્રભુસેવા" એ સૂત્ર આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આબેહૂબ જોવા મળે છે. હું સ્વામિનારાયણ સંસ્થા અને મહંત સ્વામી મહારાજ નો ઋણી છું કે આપે મને અહી આવવાનો મોકો આપ્યો.”
 
યશવંતભાઇ શુક્લ, ચેરિટી કમિશનર 
આખા ગુજરાતના જેટલા મંદિરો છે તે બધામાંથી સારામાં સારી સ્વચ્છતા માટે પ્રથમ નંબર હું બી.એ.પી.એસ સંસ્થા ને આપુ છું અને આ સ્વામિનારાયણ નગર પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
 
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ
“પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા "મનને સ્થિર કરે તે મંદિર" અને ઘણા બધાને તેનો અનુભવ છે કે મંદિર માં આવીને મનની વૃત્તિ સ્થિર થઈ જાય છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે "પરમાત્મા ને પામવાનું કેન્દ્ર એટલે મંદિર અને મંદિર એ કેવળ પત્થરના ઢગલા નથી પરંતુ તેમાં પ્રાણ છે"
આ  પણ વાંચો - પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમ, પ્રમુખસ્વામી મહારાજના યુગકાર્યને બિરદાવતાં મહાનુભાવો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSFourthDayGujaratGujaratFirstMandirGauravDinPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article