Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન વિષય પર કોન્ફરન્સ યોજાઈ

ભાષ્ય પરંપરાને પુનર્જીવિત કરી ભારતીય વેદાંત દર્શનનમાં  ઐતિહાસિક અને વિરાટ પ્રદાન કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન’ વિષયક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરસનું આયોજન BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્લી,  સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લી, à
04:20 PM Dec 31, 2022 IST | Vipul Pandya
ભાષ્ય પરંપરાને પુનર્જીવિત કરી ભારતીય વેદાંત દર્શનનમાં  ઐતિહાસિક અને વિરાટ પ્રદાન કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન’ વિષયક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરસનું આયોજન BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્લી,  સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને આર્ષ સંશોધન કેન્દ્ર(AARSH), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. 
આ કોન્ફરન્સમાં શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનને વ્યાપક રીતે ઊંડાણથી સમજવાનો અને આ દર્શનના દાર્શનિક, સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સાહિત્યિક પાસાંઓની છણાવટ કરવામાં આવી હતી. વિદ્વાનો દ્વારા શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનના વિશિષ્ટ સિદ્ધાંતો, અન્ય દર્શનો સાથે તેની તુલના અને  ધાર્મિક વિધિ-વિધાનો, પરંપરા, ઉપદેશ અને મૂલ્યો દ્વારા આ દર્શન કેવી રીતે વ્યવહારમાં પ્રસ્થાપિત છે તેના પર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.
  • BAPS ના ડૉ અક્ષરાનંદ સ્વામીએ ‘BAPS સ્વામિનારાયણ રિસર્ચ જર્નલ’નો પરિચય કરાવ્યો.
પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી
સ્વાગત પ્રવચનમાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આજના સંમેલનમાં ૨૦ થી વધુ સંસ્કૃત યુનિવર્સિટીઓના પ્રિન્સિપાલ, ૯૦ જેટલાં પ્રોફેસરો અને ૧ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું  સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું, “ પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનના વિષયોમાં આ વિદ્વાનો પારંગત છે. અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક સંગોષ્ઠીમાં આપ પધાર્યા, આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું.
ડૉ. લલિત પટેલ, ઉપ-કુલપતિ - શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચવામાં આવેલા અક્ષરપુરુષોત્તમ દર્શન વિશ્વભરમાં ઉત્તમોત્તમ વિદ્વાનોની નજરમાંથી પસાર થઈ સ્વીકૃતિ પામી ચૂક્યું છે. વિદ્વાન એ છે જેના વાણી, વિચાર અને વર્તનમાં કોઈ ભેદબુદ્ધિ ન હોય. પ્રમુખસ્વામી મહારાજ સમતાધારી અને વૈવિધ્ય પ્રત્યે ઔદાર્યપૂર્ણ હતા. હું  તેમના ચરણોમાં પ્રાર્થના કરું  છું કે તેમના જેવા ગુણો મારામાં આવે.
શ્રી ભાગ્યેશ ઝા, પૂર્વ IAS અધિકારી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન
સંસ્કૃત ભાષાને પુનર્જીવન આપનાર પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે આ શતાબ્દી ઉત્સવ સર્વથા ઉચિત છે. પ્રશ્નોના સમાધાન માટે પશ્ચિમ જગતે ભગવદ ગીતા જેવા ગ્રંથ તરફ દૃષ્ટિ રાખવી પડશે. સંસ્કૃત ભાષા પાસે વિશ્વના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકવાની, સર્વનો અવાજ બનવાની ક્ષમતા છે. અક્ષરધામ હુમલા સમયે પ્રમુખસ્વામી મહારાજના વલણને યાદ કરી તેમણે જણાવ્યું, વિશ્વમાં સંસ્કૃત ભાષાના પ્રવર્તન માટે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તમ પુરુષ હતા જેમણે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો.
ડૉ. હરિદાસ ભટે, પૂર્વ પ્રિન્સિપાલ - પૂર્ણપ્રજ્ઞા વિદ્યાપીઠ, બેંગલોર
આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વિશેષતા એ છે કે ભાષ્યના નિર્માતા ભદ્રેશદાસ સ્વામીએ  પોતાના નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને નિરૂપ્યા છે.
ડો. શ્રુતિપ્રકાશ સ્વામી, BAPS - આર્ષ સંશોધન કેન્દ્ર
સંસ્કૃત ભાષાએ યુરોપની દાર્શનિક પરંપરાઓ પર પણ પ્રભાવ પાથર્યો છે. સંસ્કૃત ભાષા વિશ્વના દાર્શનિક પ્રવાહો સાથે સંકળાયેલી છે અને તે અનુસંધાનમાં પ્રમુખસ્વામી  મહારાજે ભદ્રેશ દાસસ્વામીને ભાષ્ય લખવાની આજ્ઞા કરી. અક્ષર-પુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણ દ્વારા બે શતાબ્દીઓ પૂર્વે પ્રબોધિત જ્ઞાનનો સંગ્રહ છે. આ મૃત તત્વજ્ઞાન નથી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સર્વતોમુખી કાર્ય દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન આજે પૂર્ણ રૂપમાં જીવંત છે.
પૂ.આત્મતૃપ્ત સ્વામી, BAPS
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અને ભદ્રેશદાસ સ્વામીના પ્રયત્નોથી આ વર્ષે જ 7 BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે ( લંડન, રૉબિન્સવિલ, ટોરન્ટો, સિડની, નૈરોબી, જોહાનિસબર્ગ)
શ્રી વિજયકુમાર મેનન, ઉપ-કુલપતિ શ્રી - મહર્ષિ પાણિની સંસ્કૃત એન્ડ વેદિક યુનિવર્સિટી
BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જે મૂલ્યોને જીવ્યા અને પ્રતિષ્ઠિત કર્યા તેનું સંવર્ધન થઈ રહ્યું છે.
શ્રી હરિકૃષ્ણ સતપથી
ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવી વિભૂતિઓ સમગ્ર વિશ્વ માટે અવતરે છે. તે કોઈ એક પરંપરા સુધી સીમિત નથી. આઠમી અજાયબી સમા પ્રમુખસ્વામી મહારાજ નગરણે જોઈને નવી પેઢી માટેની સઘળી ચિંતાઓ નાશ પામી જાય તેવું આ સ્થાન છે. ભદ્રેશદાસ સ્વામીના ભાષ્ય અને 1100 મંદિરોને ભગવાન સ્વામિનારાયણ પરમ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તેની પ્રતીતિ આવે છે.
આ પણ વાંંચો - પ્રમુખ સ્વામી નગરમાં ટોકન દરે વાળ કપાવવાની વ્યવસ્થા,અનેક લોકો લઇ રહ્યા છે સેવાનો લાભ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AcademicconferenceAhmedabadBAPSGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsav
Next Article