Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વવિખ્યાત લંડન મંદિરની સાથે યુકે-યૂરોપમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા BAPSના મંદિરો

અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે UK, Europe દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમ ભારતમાં BAPS મંદિરો દેશનું ગૌરવ છે ત્યારે યુકે, યુરોપમાં પણ આ મંદિરોએ ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી છે. જેના કારણે વર્ષ 1988માં તેમનું બ્રિટન પાર્લામેન્ટમાં ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું જેનાથી દેશનું માથું ગર્વથી ઉંચુ થઈ ગયું હતું.વિદેશમાં પણ બાપાના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ હતીયુકે à
વિશ્વવિખ્યાત લંડન મંદિરની સાથે યુકે યૂરોપમાં  ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા bapsના મંદિરો
અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે UK, Europe દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમ ભારતમાં BAPS મંદિરો દેશનું ગૌરવ છે ત્યારે યુકે, યુરોપમાં પણ આ મંદિરોએ ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી છે. જેના કારણે વર્ષ 1988માં તેમનું બ્રિટન પાર્લામેન્ટમાં ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું જેનાથી દેશનું માથું ગર્વથી ઉંચુ થઈ ગયું હતું.
વિદેશમાં પણ બાપાના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ હતી
યુકે અને યુરોપમાં ગત ઓગસ્ટ, 1995 માં શિખરબધ્ધ હિન્દુ મંદિરની પ્રમુખસ્વામી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 7 ડિસેમ્બર, 2022 ના રોજ વેમ્બલી સ્ટેડિયમની આર્ક ભગવા રંગમાં ઝળહળી ઉઠી હતી. લંડન BAPS શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં 22 જુલાઇ,2022 થી 31 જુલાઇ,2022 સુધી ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ ઇન્સપીરેશન્સ’ ઉજવાયો હતો. જેમાં 75000 કરતાં વધુ મુલાકાતીઓએ લીધો લાભ હતો. આ ઉપરાંત 1995માં લંડન BAPS સ્વામિનારાયણ મંદિરને સ્ટોન ફેડરેશન દ્વારા ‘ નેચરલ સ્ટોન એવોર્ડ ’ આપવામાં આવ્યો હતો
હિન્દુજા પરિવારના માનનીય શ્રી ગોપીચંદ હિન્દુજાએ જણાવ્યું,
પ્રમુખસ્વામી મહારાજ ફક્ત કુશળ પ્રબંધક જ નહોતા, પરંતુ તેઓ શ્રેષ્ઠ કાર્ય કરી શક્યા તેનું કારણ એ હતું કે તેઓ સઘળા કાર્યનો યશ ભગવાનને ચરણે ધરી દેતા હતા. લંડન મંદિરનું સર્જન કપરા ચઢાણ વાળું હતું, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે તે સર્જી બતાવ્યું. તેમનો પરિચય થયો એ અમારું સદ્ભાગ્ય છે. અમે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સંતો-ભક્તોમાંથી ઘણું શીખ્યા છીએ. હું તમને વિનંતી કરું છું કે સમાજમાં સારપ ફેલાવતા રહેજો. મહંતસ્વામી મહારાજે અને સ્વયંસેવકોએ અહી જે કાર્ય કર્યું છે તે અદભૂત છે.
  
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું,
હું આજે ખૂબ જ ગૌરવ અનુભવું છું કારણકે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું કારણકે તેઓએ દુનિયાને સંતત્વ અને સાદગી શીખવાડી છે. તેઓ સાચા અર્થમાં સમગ્ર “માનવજાત ના ગુરુ" હતા. ભુજ ભૂકંપ વખતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાએ કરેલા રાહતકાર્યો અને યુકેન યુદ્ધ વખતે મહંતસ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ કરેલા રાહતકાર્યો અભૂતપૂર્વ છે. તેના માટે હું આપનો આભારી છું કારણકે હું એ રાહતકાર્યોનો સાક્ષી રહ્યો છું.આજે આ બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો અને આદર્શોને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ છે.
ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી જનરલ. ડો.વી.કે. સિંહે જણાવ્યું
હું ૮૦,૦૦૦ સ્વયંસેવકોને વિનંતી કરું છું કે તમે તાળીઓથી ખુદને વધાવી લો, કારણકે તમે ખુબ મોટું સમર્પણ કર્યું છે અને જે કાર્ય બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તે બીજે ક્યાય જોવા મળતું નથી. બીએપીએસ સંસ્થા દેશ અને માનવતા માટે દરેક કુદરતી અને કૃત્રિમ આપતિઓ વખતે સતત પ્રયત્નશીલ રહી છે અને યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોના સ્વયસેવકોએ આવીને રાહતકાર્યનો આરંભ કર્યો  તે માટે હું આ સંસ્થા અને સ્વયંસેવકોને શત શત નમન કરું છું.પ્રમુખસ્વામી મહારાજ એવા વિરલ સંત હતા જેઓ જન જનના હૈયા સુધી પહોચ્યા હતા અને દરેકના પ્રશ્નો સાંભળીને તેઓને શાતા આપી છે.”
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર શ્રી એલેક્સ એલિસે જણાવ્યું
હું અહી હાજર હજારો સ્વયંસેવકોને વંદન કરું છું કારણકે તેમના કારણે આ ભવ્ય અને દિવ્ય નગરની રચના શક્ય બની છે. આ બીએપીએસ સંસ્થા એ ભુજનો ભૂકંપ હોય , કોરોના નો મહામારી હોય કે યુક્રેન ક્રાઇસીસ હોય , દરેક સમયમાં હમેશા સમાજસેવાના ઉત્તમ કાર્યો કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા ભક્તો એ એક સેતુ સમાન છે જે આધ્યાત્મિકતા, સહિષ્ણુતા અને શાંતિના પાઠ વિશ્વભરના લોકોને શીખવે છે. ‘બીજાના ભલામાં આપણું ભલું’ એ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશો આપ્યો છે.”
બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે વિડિયો શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સર્વે મહાનુભાવોને જય સ્વામિનારાયણ. આ શુભ પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવતા હું ગર્વની લાગણી અનુભવું છું. પ્રમુખસ્વામી મહારાજ ‘બીજાના ભલામાં આપણું ભલું છે’ એ સંદેશ સાથે જીવ્યા. યુકેમાં વિખ્યાત ભવ્ય નિઝડન (લંડન) મંદિરના સર્જનમાં તેઓ પ્રેરણામૂર્તિ હતા; એવું મંદિર જે તેની સુંદરતાની સાથે  સ્થાનિક સ્તરે સેવાકાર્યો માટે સૌ માટે નિરાળું સ્થાન ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજે સીંચેલી સેવાની ભાવના યુકેના તમામ BAPS મંદિરોમાં જોવા મળી રહી છે. કોવિડના સમયમાં મંદિર માત્ર હિન્દુઓ માટે જ નહીં, પરંતુ હજારો લોકો માટે, સમગ્ર સ્થાનિક સમુદાય માટે આગળ આવ્યું અને સેવાઓ પૂરી પાડી. વેમ્બલી સ્ટેડિયમ હોય કે માર્ગ હોય, અનેકવિધ સ્થાનોમાં પ્રમુખસ્વામી મહારાજને વિશિષ્ટ અંજલિ અપાઈ છે. આજે આપ સૌ જ્યારે પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી ઉજવવા એકત્ર થયા છો ત્યારે હું આપ સૌને આદરાંજલિ પાઠવું છું અને તેમના અદભૂત સંસ્કારવારસાને નમન કરું છું. આ મહોત્સવની સફળતા માટે આપને ખૂબ શુભેચ્છાઓ.    
યુકે- હેરો ઈસ્ટના સંસદ સભ્ય પદ્મશ્રી બોબ બ્લેકમેને જણાવ્યું
મારા માટે સૌભાગ્યની વાત છે કે આવા ભવ્ય અને વિશાળ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં ભાગ લેવા મળ્યો. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા  કહેતા કે “બીજાના ભલા માં આપનું ભલું અને આ સૂત્ર આપણે સૌ જીવનમાં ઉતારીને વિશ્વમાં શાંતિ પ્રસારી શકીએ છીએ. પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે માનવ ઉત્કર્ષના મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવાનું કાર્ય કર્યું છે.હું બીએપીએસ ના ૮૦,૦૦૦ સ્વયંસેવકો અને જમીનદાતાઓ આભાર માનું છું કારણકે તેઓની  નિઃસ્વાર્થ સેવા અને સમર્પણના કારણે આ શતાબ્દી મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ નગર શકી બન્યું છે. હું આપ સૌને આશ્વસ્થ કરવા માગું છું કે હું યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને હિન્દુ ધર્મના વિકાસ-સેવા માટે સતત પ્રયત્નશીલ  રહીશ.”
યુકે- બ્રેન્ટ નોર્થના સંસદ સભ્ય પદ્મશ્રી બેરી ગાર્ડિનરે જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજ માટે નાનામાં નાનો હરિભક્ત અગત્યનો હતો કારણકે તેઓ દરેક હરિભક્તોમાં ભગવાનના દર્શન કરતાં હતા.પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ જ દિવ્ય અને અદ્ભુત હતી કારણકે તેમની આંખો માણસમાં રહેલી અચ્છાઈને જ જોતી હતી અને ‘જે સારું છે એ મારું છે એ સૂત્ર સાથે હંમેશા તેમની આંખોમાંથી કરુણા અને પ્રેમ જ વહ્યા છે.
શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક અને આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈએ જણાવ્યું
હું પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યો , તેમને જોયા અને તેમણે મારૂ હૃદય જીતી લીધું.પ્રમુખસ્વામી મહારાજ એટ્લે અનેક ગુણોનું સરનામું પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યે અનેકગણો દાસ ભાવ હતો અને સેવા તેમજ કરુણાનો પ્રવાહ હમેશા તેમની આંખોમાંથી વહ્યા કરતો હતો.પ્રમુખસ્વામી મહારાજની ચારિત્ર્ય શક્તિ અનોખી હતી અને તેમના અંતરમાં અહંકાર  નહિ અને મનમાં ધિક્કાર નહિ , આંખોમાં વિકાર નહિ અને વલણમાં નકાર નહિ એવા વિરલ સંત પ્રમુખસ્વામી મહારાજ હતા.  પ્રમુખસ્વામી મહારાજ માં પુણ્ય વૈભવ , પ્રજ્ઞા વૈભવ અને પવિત્રતાનો વૈભવ જોવા મળતો હતો જે મને ખુબ જ સ્પર્શયો છે.પ્રમુખસ્વામી મહારાજ માન-અપમાન ના પ્રસંગ માં નિસ્પૃહ અને નિર્ભય અને સ્થિતપ્રજ્ઞ રહેતા હતા.નામ માટે કરગરતા જોયા છે પરંતુ જો નામ ભૂસવા માટે કોઈ કરગરતું હોય તો તે માત્ર ને માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ હોઈએ શકે. મારા માટે પ્રમુખસ્વામી મહારાજ એટ્લે હરતું ફરતું જીવંત ઉપનિષદ.અત્યાર સુધી એમ હતું કે “Sky is the limit” પરંતુ હવે ‘Pramukh Swami Maharaj is the Limit’પ્રમુખસ્વામી મહારાજ માત્ર આ સંસ્થાના ગુરુ નથી પરંતુ એ સનાતન હિન્દુ સંસ્કૃતિના કિર્તિસ્તંભ સમાન છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.