Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં એકેડેમીક કોન્ફરન્સનું આયોજન, આ વિષય પર બુદ્ધિજીવીઓએ કરી ચર્ચા

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત જુદાં-જુદાં વિષયો પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે એકેડેમીક કોન્ફરન્સમાં અનુસૂચિત જાતિઓના ઉત્કર્ષમાં સંતોનું પ્રદાન વિષય પર મહાનુભાવો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.શ્રી હિમાંશુ પંડયા, ઉપ-કુલપતિBAPS જેવી સંસ્થા સાથે જ્યારે આપણે સમાનતા àª
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં એકેડેમીક કોન્ફરન્સનું આયોજન  આ વિષય પર બુદ્ધિજીવીઓએ કરી ચર્ચા
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત જુદાં-જુદાં વિષયો પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે એકેડેમીક કોન્ફરન્સમાં અનુસૂચિત જાતિઓના ઉત્કર્ષમાં સંતોનું પ્રદાન વિષય પર મહાનુભાવો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી હિમાંશુ પંડયા, ઉપ-કુલપતિ
BAPS જેવી સંસ્થા સાથે જ્યારે આપણે સમાનતા આણવાના પ્રયાસમાં સહભાગી થઈશું ત્યારે આપણે ખરા અર્થમાં વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ ધપી શકીશું.
શ્રી મિલિન્દ કાંબલે, સ્થાપક પ્રમુખ, દલિત ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી  
ડૉ. આંબેડકરે સમાનતા માટે પ્રયત્નો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે પણ દલિત સમુદાયમાં વિચરણ કરીને સમાનતા માટે અને દલિતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું. સમાજના ”વંચિતોના સામાજિક અને આર્થિક ઉદ્ધાર માટે BAPS જેવી સંસ્થા પાસે માર્ગદર્શનની આશા છે. સર્વસમાવેશક સમાજની રચના એ આપણું લક્ષ્ય છે.
શ્રી આલોક કુમાર ચક્રવાલ, ઉપ કુલપતિ, ગુરુ ઘાસીદાસ વિશ્વ વિદ્યાલય, બિલાસપુર 
સ્વામિનારાયણ સંપ્રદાય એ એક  એવી સંસ્થા છે જે સામાજિક સંવાદિતા લાવી શકે કારણકે અહીં નાત જાતના કોઈ ભેદ વગર સર્વ પ્રત્યે સદ્ભાવથી વર્તન કરવામાં આવે છે.
મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, , BAPS 
સનાતન હિન્દુ ધર્મનો સાર એ છે કે પ્રત્યેક વ્યક્તિ જ્ઞાન, મુક્તિ અને આનંદનો અધિકારી છે. આ જ પ્રમુખસ્વામી મહારાજના સમગ્ર જજીવનનો સંદેશ પણ છે.
શ્રી સંજીવ ડાંગી, ઉપ પ્રમુખ, ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 
જ્યારે પણ સમાનતાના ભાવનો લોપ થયો છે ત્યારે સમજે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સમાનતાના સંદેશને સમાજમાં વધુમાં વધુ પ્રસારિત કરવો જોઈએ.
શ્રી તરુણ વિજય, પૂર્વ સભ્ય, રાજ્યસભા 
પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત BAPS સંસ્થા સાચા અર્થમાં સમાનતા પ્રસ્થાપિત કરી શકશે.
શ્રી આર . એસ . સરજુ, પ્રમુખ -  દલિત, આદિવાસી એન્ડ ટ્રાન્સલેશન સ્ટડીઝ 
સમાજની સર્વતોમુખ પ્રગતિ થાય એ સંતોના જીવનનું લક્ષ્ય છે.
શ્રી કલ્પેશ ભટ્ટ, પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ મેરી વોશિંગટન  
સામાજિક સમાનતા લાવવા માટે આંતરિક દુર્ગુણો જેવાં કે અહંકાર, ભેદભાવ વગેરેને નિર્મૂળ કરવા પડશે. પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સર્વેમાં આત્મગૌરવ સીંચવાનું કાર્ય કર્યું.
શ્રી ગુરૂપ્રકાશ પાસવાન, આસિસ્ટન્ટ પ્રોફેસર, પટના યુનિવર્સિટી  
આ સમગ્ર નગર એક અદભૂત આધ્યાત્મિક શક્તિનું સ્થાન છે. એકદમ સાહજિક રીતે આ સમગ્ર નગર સર્જન પામ્યું છે.
શ્રી રમેશ ચંદેર, લેખક 
હું ધાર્મિક વ્યક્તિ નથી, હું ભગવાનમાં માનું છું, પણ જ્યારથી અહીં આવ્યો ત્યારથી મને ખરેખર પ્રતીતિ થઈ ગઈ છે કે ધર્મ અને સંતોનો સમાજ ઉત્થાનમાં ખૂબ મોટો ફાળો છે.
 
બીઝાય સોનકર શાસ્ત્રી, પૂર્વ સભ્ય, લોકસભા 
મેં અહીં જોયું કે હજારો સ્વયંસેવકો કોઈ અહંકાર વગર સેવા કરી રહ્યા છે અને અન્ય વ્યક્તિમાં પરમાત્મા રહ્યા છે તેવી ભાવના સાથે સેવા કરી રહ્યા છે.
પૂ. શ્રુતિપ્રકાશ સ્વામી, BAPS
અહીં નગરમાં જે યજ્ઞો થઈ રહ્યા છે તેમાં ચારેય વર્ણના લોકો ભાગ લઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે સર્વને આત્મદૃષ્ટિ દૃઢ કરાવી અને  સર્વેને બ્રહ્મવિદ્યાના અધિકારી ગણ્યા.
પૂજ્ય મંગલનિધિ સ્વામી, BAPS 
સર્વને દિવ્ય ગણવાની દૃષ્ટિ વર્ચસ્વ સ્થાપવાની હોડમાંથી ઉગારી લે છે. ખરા સામર્થ્યનો ઉદ્ભવ આધ્યાત્મિક જ્ઞાનમાંથી આવે છે, નહીં કે ભૌતિક સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાંથી.
શ્રી કિશોર મકવાણા, લેખક અને પત્રકાર 
પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મશતાબ્દીએ યથાર્થ અંજલિ એ જ છે કે તેમના સંવાદિતા ભર્યા વિશ્વના નિર્માણના સંકલ્પને આપણે સાકાર કરીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.