Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક એવા હરિભક્ત, જેમનું જીવન પ્રમુખ સ્વામી મહારાજને મળી બદલાઇ ગયું

અમદાવાદમાં તૈયાર કરાયેલા અદભૂત સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)ની મુલાકાતે અનેક હરિભક્તો આવી રહ્યા છે. આદિ અનાદી કાલથી કહેવાય છે કે સાચા સંતના સાનિધ્યમાં આવ્યા બાદ વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. આવો જ એક પ્રસંગ આણંદ ના એક વ્યક્તિ સાથે બન્યો અને પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં આવ્યા તેમનું જીવન બદલાઈ ગયું.નીતિનભાઈ પટેલનું જીવન બદલાયુગ્રંથોમાં સાચા સંતો માટે અનેક વાતો કહેવામાં આવી છે. સાચàª
એક એવા હરિભક્ત  જેમનું જીવન પ્રમુખ સ્વામી મહારાજને મળી બદલાઇ ગયું
અમદાવાદમાં તૈયાર કરાયેલા અદભૂત સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)ની મુલાકાતે અનેક હરિભક્તો આવી રહ્યા છે. આદિ અનાદી કાલથી કહેવાય છે કે સાચા સંતના સાનિધ્યમાં આવ્યા બાદ વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. આવો જ એક પ્રસંગ આણંદ ના એક વ્યક્તિ સાથે બન્યો અને પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં આવ્યા તેમનું જીવન બદલાઈ ગયું.
નીતિનભાઈ પટેલનું જીવન બદલાયુ
ગ્રંથોમાં સાચા સંતો માટે અનેક વાતો કહેવામાં આવી છે. સાચા સંતોના સાનિધ્યમાં આવ્યા બાદ અનેક એવા ચમત્કારો થાય છે જે તમ ક્યારેય જીવનમાં કલ્પીના શકો.આવો જ એક ચમત્કારિક અનુભવ પ્રમુખ સ્વામીએ મળ્યા બાદ આણંદના નીતિનભાઈ પટેલને થયો હતો. નીતિન પટેલના અનુભવ વિશે જાણતા પહેલા આપને તેમના ભૂતકાળ વિશે જાણવું જોઈએ. 2007 પહેલાના નીતિન પટેલ નિકોટીનનું મોટા પ્રમાણમાં સેવન કરતા હતા..તેમને રોજ વ્યસન માટે  ચાર બંડલ બીડી, 40 થી વધુ પડીકી, 4 દેશી તંબાકુ ના પડીકા, 7 થી વધુ સિગારેટના પેકેટ જોઈતા હતા.આ તેમની રોજીંદી આદત હતી. તેઓ કેન્સર જેવી બીમારીના એકદમ નજીક હતા પરંતુ તેમના જીવનમાં એકાએક બદલાવ આવ્યો.
નીતિનભાઈ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા
એ તારીખ હતી 25 ફેબ્રુઆરી, 2007 એ દિવસે પ્રથમ વખત નીતિનભાઈ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એ દિવસથી એમનું જીવન બદલાયું.એ દિવસ બાદ કેવી રીતે એમનું વ્યસન છૂટ્યું એ પણ એમને ખબર નથી.આજે તેઓ નગરમાં એક દિવસનું આશરે 15 હજારથી વધુ લોકોને ભોજન કરાવે છે. નગર ખાતે ચાલી રહેલા સહજાનંદ કેન્ટીન ખાતે સ્વયંસેવકો અને હરિભક્તો માટે ભોજનની વ્યવસ્થાની સેવા તેઓ આપી રહ્યા છે. 

 પ્રમુખ સ્વામી મહારાજની તસવીર ડ્રો કરેલા વસ્ત્રો પરિધાન કરીને આવ્યા
નીતિન પટેલ આજે પ્રમુખ સ્વામી મહારાજની તસવીર ડ્રો કરેલા વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા. આ વસ્ત્રો આજે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા. આ વસ્ત્રો તેમની પત્ની દ્વારા બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજની તસવીરની સાથે શતાબ્દી મહોત્વનો લોગો, ઉપરાંત માળા બનાવવામાં આવી છે. જે ઓરિજીનલ મોતીમાંથી બનાવાઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.