Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નગરમાં 33 હજાર મહિલા સ્વયંસેવકો દ્વારા સેવા અને સમર્પણનો સંગમ

અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે ત્યારે આજે નગરમાં બીએપીએસ મહિલા દિનની ઉજવણી થઈ હતી.મહિલા ઉત્કર્ષનું કાર્યભગવાન સ્વામિનારાયણના મહિલા ઉત્કર્ષના કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશા
નગરમાં 33 હજાર મહિલા સ્વયંસેવકો દ્વારા સેવા અને સમર્પણનો સંગમ
અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે ત્યારે આજે નગરમાં બીએપીએસ મહિલા દિનની ઉજવણી થઈ હતી.
મહિલા ઉત્કર્ષનું કાર્ય
ભગવાન સ્વામિનારાયણના મહિલા ઉત્કર્ષના કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. BAPS સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.
કારકિર્દી ઘડતર
કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યાસંકુલોની સાથે સાથે BAPS સંસ્થાના વિવિધ સત્સંગકેન્દ્રો ખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે.
મહિલા સત્સંગ સભા
પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે. 1975થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે.
સંધ્યા સભા
સાંજે 5 વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. સંવાદ, વિડિયો, નૃત્ય  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અનેક મહિલા અગ્રણીઓએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.