Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રમુખ સ્વામી મહારાજ નગરના ઘણાં વિભાગો સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત છે

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં દરરોજ અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે નગરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજીક અને રાજકિય ક્ષેત્રની મહિલા આગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કર્યાં હતા અને નગરમાં મહિલા સ્વયંસેવિકાઓની  ભાગીદારીને પણ બિરદાવી હતી.18મી સદીમાં જ્યારે સામાજિક, ધાર્મિ
05:03 PM Jan 05, 2023 IST | Vipul Pandya
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં દરરોજ અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે નગરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજીક અને રાજકિય ક્ષેત્રની મહિલા આગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કર્યાં હતા અને નગરમાં મહિલા સ્વયંસેવિકાઓની  ભાગીદારીને પણ બિરદાવી હતી.
18મી સદીમાં જ્યારે સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ દયનીય હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણે મહિલા ઉત્કર્ષની જ્યોતિ પ્રગટાવી હતી. ભગવાન સ્વામિનારાયણે કરેલાં નારી ઉત્કર્ષનાં કાર્યોમાં તેઓના સર્વતોમુખી ઉત્કર્ષ અને આધ્યાત્મિક વિકાસની ખેવના હતી.
ભગવાન સ્વામિનારાયણનાં કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. BAPS સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે. 
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા હજારો બાલિકા-કિશોરી-યુવતી-મહિલાપ્રવૃત્તિ કેન્દ્રો, 60થી વધુ યુવતી પ્રશિક્ષણ શિબિરો અને 100થી વધુ પ્રતિભાવિકાસ પર્વો દ્વારા મહિલાઓ નિર્ભય, આત્મનિર્ભર અને પરિવારના સુખાકારીની આધારશિલા બની રહી છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લાં 50 વર્ષથી મહિલા પ્રવૃત્તિનું સામાયિક ‘પ્રેમવતી’ પ્રકાશિત થઈ રહ્યું છે.
યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ માટે BAPS WILL (Women’s Ideals for Learning and Living) અંતર્ગત બાળઉછેર, મેનેજમેન્ટ, આરોગ્ય,અભ્યાસ, ફાઇનાન્સ વિષયક વ્યાખ્યાનો, સમૂહચર્ચાઓ અને શિબિરોના આયોજન   થાય છે. BAPS સંસ્થા દ્વારા આયોજિત દહેજમુક્તિ, વ્યસનમુક્તિ, મહોત્સવો, રાહતકાર્યો અને સામાજિક, સાંસ્કૃતિક સેવાકાર્યોમાં મહિલાઓની રચનાત્મક શક્તિઓનો વિનિયોગ જોવા મળે છે.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં મહિલા સેમિનારો, સંવાદો,  અને કળા મંચ દ્વારા મહિલા ઉત્કર્ષની ઝલક જોવા મળી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળનગરીમાં ‘Sea of Suvarna‘ પ્રદર્શનમાં 300 કરતાં વધુ  બાલિકાઓ દ્વારા ‘પ્રાર્થના પુરુષાર્થ= સફળતા” સૂત્રની મંત્રમુગ્ધ કરી દેતી રજૂઆત જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રેમવતી ઉપાહાર ગૃહ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે. 25 કરતાં વધુ પ્રેમવતીઓમાં 2,200 જેટલી મહિલા સ્વયંસેવિકાઓ કાર્યરત છે.
કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યસંકુલોની સાથે સાથે BAPS સંસ્થાના વિવિધ સત્સંગકેન્દ્રો દખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે.   પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે. 1975 થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે.
આ પણ વાંચો - મહિલા સશક્તિકરણ અને હિંદુ સામાજિક અને આધ્યાત્મિક પરંપરાઓ વિષય પર એકડેમિક કોન્ફરન્સ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsavWomensDay
Next Article