આ સુંદર યુવતીએ Boyfriend બનાવવા માટે બહાર પાડ્યું Form, 3000 લોકોએ કર્યું Apply
દુનિયાભરના તમામ લોકો આજે સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરતા થયા છે. વળી આજના સમયે પોતાના જીવનસાથીને પણ ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા શોધતા જોવા મળે છે. પરંતુ આ બધાથી અલગ એક યુવતીએ ઓનલાઈનનો ઉપયોગ જે કામ માટે કર્યો છે તે જાણીને સૌ કોઇ ચોંકી ગયા છે. અત્યાર સુધી તમે એડમિશન કે જોબ માટે ફોર્મ ભર્યું હશે પણ એક યુવતી એવી છે જેણે બોયફ્રેન્ડ બનાવવા માટે ફોર્મ બહાર કાઢ્યું છે.
View this post on Instagram
માત્ર 24 કલાકમાં 3 હજાર અરજીઓ મળી
તમે જોયું હશે કે લોકો રોમેન્ટિક પાર્ટનર શોધવા માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ડેટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય લોકો તેમની રોમેન્ટિક રુચિઓ શોધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ બધી પદ્ધતિઓને બાજુ પર મૂકીને એક યુવતીએ એક ખાસ પદ્ધતિ શોધી કાઢી છે. બોયફ્રેન્ડની શોધમાં યુવતીએ ફોર્મ બહાર પાડી સૌ કોઇને ચોંકાવી દીધા છે. આ યુવતી એક મોડલ અને ટિકટોકર છે જેનું નામ વેરા ડિજકમેન્સ (Vera Dijkmans) છે જે લંડનમાં રહે છે. તેણે સારા બોયફ્રેન્ડની શોધમાં ફોર્મ બહાર પાડ્યું છે. વીરાએ બોયફ્રેન્ડ બનાવવા માટેનું ફોર્મ બહાર કાઢતાં જ છોકરાઓની કતાર શરૂ થઈ ગઈ છે. વીરાએ જણાવ્યું કે, માત્ર 24 કલાકમાં તેને લગભગ 3 હજાર અરજીઓ મળી હતી, એટલે કે ઘણા છોકરાઓએ તેનો બોયફ્રેન્ડ બનવા માટે અરજી કરી હતી. જોકે, હવે વીરા તેમાંથી એક સારા ઉમેદવારને પસંદ કરશે અને તેને પોતાનો બોયફ્રેન્ડ બનાવશે, જે તેની તમામ શરતો પૂરી કરશે.
View this post on Instagram
હું એકલી રહી છું પણ હવે એક Boyfriend ની જરૂર છે
Vera Dijkmans એ વધુમાં કહ્યું કે, હું હજુ વધુ અરજી ફોર્મની રાહ જોઈ રહી છું. જેથી હું મારો યોગ્ય જીવનસાથી શોધી શકું. આ મામલે હું મારા ધોરણો સાથે બાંધછોડ કરવા માંગતી નથી. હું આખી જીંદગી સિંગલ રહી છું અને હવે મને લાગે છે કે મને એક બોયફ્રેન્ડની જરૂર છે. યુવતીએ તેના આવેદનપત્રમાં લોકોને પૂછ્યું છે કે તેની કેટલી એક્સ ગર્લફ્રેન્ડ છે. શું તે હજી પણ તેના ભૂતપૂર્વ સાથે વાત કરે છે? શું તમે પરિણીત છો? જો હા તો તમે મને ડેટ કેમ કરવા માંગો છો? આગળ છોકરીએ પૂછ્યું કે તમે નોકરી કરો છો? શું તમે તમારા માતાપિતા સાથે રહો છો? શું તમારી પાસે કાર છે? છોકરીએ તેના બોયફ્રેન્ડ માટે કહ્યું કે તેને કાર્ટૂન ગમવા જોઈએ, તે રમુજી હોવા જોઈએ, તેણે વફાદાર પણ હોવું જોઈએ.
View this post on Instagram
પ્રથમ ડેટ આવી હોવી જોઈએ
યુવતીની આ શરતોના જવાબમાં ઘણા લોકોએ અરજી કરી હતી. તેમાંથી એકે જણાવ્યું કે તે તેના માતા-પિતા સાથે રહે છે અને તેની પાસે કાર નથી પરંતુ બે બોટ છે. બીજાએ કહ્યું કે તેને કાર્ટૂન ગમતું નથી પરંતુ તે જીવનભર તેને વફાદાર રહેશે. યુવતીએ વધુમાં જણાવ્યું કે તે તેની પ્રથમ ડેટ પર શું ઈચ્છે છે. છોકરીએ કહ્યું કે તે તેની પહેલી ડેટ માટે પોશાક પહેરીને આવશે. તે તેના ભાવી બોયફ્રેન્ડને પ્રભાવિત કરવા માંગે છે. યુવતીએ કહ્યું કે તે ડેટ પર પોતાના ખાવાનું બિલ પોતે જ ચૂકવશે.
આ પણ વાંચો - ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.