Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વારંવારની રાજસ્થાન મુલાકાત પર ભડ્ક્યા CM ગેહલોત, કહ્યું 'મહેરબાની કરો'

રાજસ્થાનમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વારંવારની રાજસ્થાન મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે સવાર-સાંજ વારંવાર રાજસ્થાનની મુલાકાત લેવાનો શું ફાયદો? રાજ્યમાં થોડા દિવસોમાં ચૂંટણી છે, મહેરબાની કરો. મહત્વપૂર્ણ...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વારંવારની રાજસ્થાન મુલાકાત પર ભડ્ક્યા cm ગેહલોત  કહ્યું  મહેરબાની કરો
રાજસ્થાનમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વારંવારની રાજસ્થાન મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે સવાર-સાંજ વારંવાર રાજસ્થાનની મુલાકાત લેવાનો શું ફાયદો? રાજ્યમાં થોડા દિવસોમાં ચૂંટણી છે, મહેરબાની કરો. મહત્વપૂર્ણ છે કે ઉપરાષ્ટ્રપતિ ધનખડ બુધવારે રાજસ્થાન પહોંચ્યા હતા. તેમણે અહીં અલગ-અલગ જિલ્લાઓમાં પાંચ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને મંદિરમાં દર્શન કર્યા હતા.
13 મહિનામાં 17 વખત રાજસ્થાનની મુલાકાત
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વારંવાર રાજસ્થાનની મુલાકાત લઇ રહ્યા છે. તેમણે છેલ્લા 13 મહિનામાં 17 વખત રાજસ્થાનની મુલાકાત લીધી છે...  અને 34 કાર્યક્રમોમાં ભાગ લીધો છે.. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ અત્યાર સુધીમાં રાજસ્થાનના 13 જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે. બુધવારે તેમણે ઝુંઝુનુ, બાડમેર, બિકાનેર અને જોધપુર જિલ્લાની મુલાકાત લીધી હતી અને પાંચ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અગાઉ, છેલ્લા 13 મહિનામાં ધનખરે રાજસ્થાનમાં જયપુર, ઝુંઝુનુ, ભરતપુર, ચિત્તોડગઢ, કોટા, ઉદયપુર, નાગૌર, ટોંક, સિરોહી અને બિકાનેરની મુલાકાત લીધી હતી અને 29 કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાજસ્થાનમાં કુલ જિલ્લાઓની સંખ્યા 33 હતી.. તાજેતરમાં કેટલાક નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે, જેથી આ સંખ્યા વધીને 50 થઈ ગઈ છે.
રાજસ્થાનની 80-90 બેઠકો પર જાટ સમુદાયનો પ્રભાવ
ધનખડના રાજસ્થાન પ્રવાસને લઈને રાજકીય ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. કારણ કે આગામી થોડા સમયમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી છે. ભાજપથી લઈને કોંગ્રેસ અને અન્ય પક્ષો રાજ્યમાં પોતાની વોટબેંક મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ માટે જ્ઞાતિના સમીકરણો ઉકેલવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં રાજસ્થાનમાં જાટ સમુદાયનો મોટો રાજકીય પ્રભાવ છે. અહીં 80-90 બેઠકો પર જાટ સમુદાયનો પ્રભાવ છે. લગભગ એક વર્ષ પહેલા જ્યારે ભાજપે ઉપરાષ્ટ્રપતિપદ માટે જગદીપ ધનખડના નામ પર પસંદગી ઉતારી ત્યારે  તેની ખૂબ ચર્ચા થઈ હતી અને રાજકીય અસરો પણ દોરવામાં આવી હતી.  હાલ જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં રાજસ્થાનમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં જાટ મતદારોને રીઝવવા માટે ધનખરનું નામ આગળ કરવામાં આવી રહ્યુ છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું વારંવાર રાજસ્થાનની મુલાકાત લેશો તો જનતા શું વિચારશે ? 
મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે જયપુરમાં બિરલા ઓડિટોરિયમ ખાતે મિશન 2030 અંતર્ગત જનસંવાદ કાર્યક્રમને સંબોધિત કર્યો અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની રાજસ્થાનની વારંવારની મુલાકાતો પર ઝાટકણી કાઢી. તેમણે કહ્યું, તમે ઉપરાષ્ટ્રપતિ છો. તમારું સ્વાગત છે. પરંતુ જો તમે વારંવાર રાજસ્થાનની મુલાકાત લેશો તો જનતા શું વિચારશે? રાજ્યમાં થોડા મહિના પછી ચૂંટણી યોજાવાની છે, આથી ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનની મુલાકાતે છે. તેઓ બંધારણીય પદ પર છે. જો તેઓ આમ કરશે તો જનતા શું વિચારશે? અમે તેમને માન આપીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તેઓ રાષ્ટ્રપતિ બને. આજે પણ તેઓ પાંચ અલગ-અલગ સ્થળોએ પ્રવાસ પર છે. ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનના છે. તેઓ અહીં આવશે પરંતુ હાલમાં ચૂંટણી થોડા સમયમાં છે. મહેરબાની કરો..
ઉપરાષ્ટ્રપતિ ધનખર સંપૂર્ણ પ્રોટોકોલ હેઠળ રાજસ્થાનની મુલાકાતે આવે છે
તેમણે વધુમાં કહ્યું કે, શેખાવત સાહેબ પણ ઉપરાષ્ટ્રપતિ  બન્યા હતા. પણ શેખાવત સાહેબે કહ્યું હતું કે રાજસ્થાન મારું ઘર છે. અહીં કોઈ પ્રોટોકોલ હશે નહીં. ઉપરાષ્ટ્રપતિ ધનખર સંપૂર્ણ પ્રોટોકોલ હેઠળ રાજસ્થાનની મુલાકાતે આવે છે..  ગેહલોતે કહ્યું કે પીએમ આ વર્ષમાં 9 વખત મુલાકાત લઈ ચુક્યા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ઉપરાષ્ટ્રપતિ અપ-ડાઉન કરી રહ્યા છે. અમે તેમને માન આપીએ છીએ. ઉપરાષ્ટ્રપતિ વારંવાર અહીં આવી રહ્યા છે. તેમણે આ મહિનામાં 5 વખત રાજસ્થાનની મુલાકાત લીધી છે.. તેનો કોઈ અર્થ નથી. હું આવી બાબતોમાં રાજકીય રીતે ભેદભાવ રાખતો નથી. તે જ સમયે, ભાજપે ગેહલોતના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ ઉપરાષ્ટ્રપતિ પર મૂર્ખ ટિપ્પણી કરી રહી છે.
રાજસ્થાનનું રાજકારણ ગરમ 
રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ ખાચરીયાવાસે કહ્યું, આખું રાજસ્થાન જાણે છે કે ઉપરાષ્ટ્રપતિ જે પણ પ્રવાસો કરી રહ્યા છે તે તમામ રાજકીય પ્રવાસો છે. ધનકર સાહેબ જ્યારે બંગાળના ગવર્નર હતા ત્યારે પણ તેમના પર આવા સવાલો ઉઠ્યા હતા. રાજસ્થાનમાં ઉપરાષ્ટ્રપતિની જે પ્રકારની મુલાકાત થઈ રહી છે - રાજકારણ થઈ રહ્યું છે. તે સમગ્ર રાજસ્થાન પર જોઇ રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.