Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uganda માં 4 મહિનાથી વિરોધના વાદળા ફરી વળ્યા, વિરોધનો કેન્યા સાથે છે સંબંધ!

Uganda Protest: પૂર્વ આફ્રિકામાં આવેલો દેશ Uganda માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણાં સપ્તાહથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. Uganda ના રાષ્ટ્રપતિની ચેતવણી ઉપરાંત અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકોની ધરપકડ કરવામાં આવી...
uganda માં 4 મહિનાથી વિરોધના વાદળા ફરી વળ્યા  વિરોધનો કેન્યા સાથે છે સંબંધ

Uganda Protest: પૂર્વ આફ્રિકામાં આવેલો દેશ Uganda માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણાં સપ્તાહથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. Uganda ના રાષ્ટ્રપતિની ચેતવણી ઉપરાંત અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો 60 થી વધુ લોકોને કોર્ટમાં કેસ ચલાવવામાં આવી રહ્યા છે. આમાં Uganda ના પ્રખ્યાત ટીવી પ્રસ્તુતકર્તા અને ચળવળનું નેતૃત્વ કરનારા ઓછામાં ઓછા ત્રણ લોકોનો સમાવેશ થાય છે.

Advertisement

  • સરહદી દેશ Kenya માં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા

  • રાજીનામાની માંગ સાથે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા

  • ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનું વચન આપ્યું

છેલ્લા 4 મહિનાથી Uganda માં લોકો સરકાર વિરુદ્ધ હુંકાર કરી રહ્યા છે. તે ઉપરાંત એક Online protest campaign એ ખુલાસો કર્યો છે કે, કેવી રીતે Uganda ની સરકાર નાગરિકા સાથે ભ્રષ્ટાચાર કરી રહી છે. સરકાર નાગરિકોના પૈસાનો દુરઉપયોગ કરી રહી છે. Uganda સંસદના સ્પિકર પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને, વિવિધ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. તે ઉપરાંત પોતાના અંગત વ્યક્તિઓને પણ આ સુવિધાનો લાભ આપી રહ્યા છે. તો બીજી તરફ Uganda નો સરહદી દેશ Kenya માં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

રાજીનામાની માંગ સાથે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા

Advertisement

Kenyaમાં લોકો નવા Tax Bill ને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હાલમાં Kenya સરકારે Tax Bill સહિતા પોતાની નવી કેબિનેટને બરખાસ્ત કરવી પડી છે. તો Kenya માં થયેલી આ પ્રકારની ઘટનાને કારણે Ugandaમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને તાકાત મળી હતી. તેના કારણે છેલ્લા 4 મહિના કરતા પણ વધુ સમયથી Ugandaમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. Uganda માં 1986 થી સત્તા પર રહેલા Yoweri Museveni ના રાજીનામાની માંગ સાથે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનું વચન આપ્યું

તાજેતરમાં રાષ્ટ્રપતિએ વિરોધીઓને ચેતવણી આપી હતી કે 'તેઓ આગ સાથે રમી રહ્યા છે...' Yoweri Museveni સરકાર પર લાંબા સમયથી ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર ભ્રષ્ટ મંત્રીઓ અને અધિકારીઓને રક્ષણ કરવાનો આરોપ છે. 2021 માં જ્યારે Yoweri Museveni છઠ્ઠી વખત રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનું વચન આપ્યું હતું, પરંતુ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

Advertisement

આ પણ વાંચો: 29 વર્ષની Pornstar ને 62 વર્ષના વૃદ્ધ સાથે થયો પ્રેમ! જુઓ વીડિયો....

Tags :
Advertisement

.