Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uganda President: યુગાંડાના અર્થતંત્રમાં ભારતીયોનો મોટો ફાળો, રાષ્ટ્રપતિએ કર્યા વખાણ

Uganda President: ભારતીયોની અત્યારે વિશ્વભરના મોટા ભાગમાં વસવાટ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ત્યાં સારો એવા ધંધો પણ કરી રહ્યા છે. વિશ્વના અર્થતંત્રનો સારો એવો ફાળો પણ છે. યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ અત્યારે પ્રવાસી ભારતીઓના ખુબ જ વધાણ...
uganda president  યુગાંડાના અર્થતંત્રમાં ભારતીયોનો મોટો ફાળો  રાષ્ટ્રપતિએ કર્યા વખાણ
Advertisement

Uganda President: ભારતીયોની અત્યારે વિશ્વભરના મોટા ભાગમાં વસવાટ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ત્યાં સારો એવા ધંધો પણ કરી રહ્યા છે. વિશ્વના અર્થતંત્રનો સારો એવો ફાળો પણ છે. યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ અત્યારે પ્રવાસી ભારતીઓના ખુબ જ વધાણ કર્યા છે. તેમણે કહ્યું કે, 1972માં થયેલા સામુહિક નિકાલ અને સંઘર્ષો હોવા છતા પણ દેશની અર્થવ્યવસ્થાને ઉપર લાવવા માટે દક્ષિણ એશિયાઈ સમુદાયો અને વિશેષ રૂપે ભારતીઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુગાંડાએ 15થી 20 જાન્યુઆરી સુધી બિન-જોડાણવાદી ચળવળ (NAM) ની 19મી સમિટનું આયોજન કર્યું.

ભારતીયોનો વિશ્વના અર્થતંત્રમાં મોટો ફાળો

ઉલ્લેખનીય છે કે, Uganda President મુસેવેનીએ પૂર્વ સૈન્ય શાસક ઈદી અમીન દ્વારા કરવામાં આવેલી ભૂલો બાબતે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઈદી અમીને યુગાંડામાં વસતા એશિયાઈ લોકોને દેશ છોડવા માચે મજબૂર કર્યા હતા જેમાં મોટા ભાગના ભારતીયો હતા.

Advertisement

રાષ્ટ્રપતિએ ઈદી અમીન સત્તાની વાત પણ કરી

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ઉપમહાદ્વીપના એશિયનો 1980 અને 1990ના દાયકામાં દેશમાં પરત ફર્યા બાદ ફરી એકવાર દેશના અર્થતંત્રની કરોડરજ્જુ બની ગયા છે. મુસેવેનીએ કહ્યું, ‘હું લોકોને પૂછતો હતો કે આપણા પરત ફરેલા ભારતીયોએ કેટલી ફેક્ટરીઓ બનાવી છે. તેણે કહ્યું કે, ભારતીયોએ પાછા આવ્યા બાદ 900 ફેક્ટરીઓ બનાવી છે તેવું જણાવ્યું હતું.’ સમિટ દરમિયાન, તેમણે NAMની રચનામાં ભારતની ભૂમિકાને સ્વીકારી.

Advertisement

આ પણ વાંચો: અરબપતિ એલનની ભારત તરફી બેટિંગ, શક્તિશાળી દેશોને આપ્યો ઠપકો

ભારતીય મૂળ લોકોના કર્યા ભારે વખાણ

મુસેવેનીએ NAM કોન્ફરન્સમાં કહ્યું, ‘NAM દેશોએ પણ યુગાન્ડાની જેમ ભૂલો કરી. પછી અમારી પાસે ઇદી અમીન નામનો એક વ્યક્તિ હતો.'' મુસેવેનીએ કહ્યું, "ખૂબ જ ટૂંકા ગાળામાં, તેણે અમારા એશિયન લોકોને, ખાસ કરીને ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકોને હાંકી કાઢ્યા." તેમણે કહ્યું, "તમારી પાસે NAM દેશના એક નેતા હતા જેઓ પોતાની અર્થવ્યવસ્થાને નબળી બનાવી રહ્યા હતા.’ મુસેવેનીએ કહ્યું કે, ‘ભારતીય મૂળના લોકોએ ખાંડ, હોટલ અને સ્ટીલના ઉત્પાદનમાં રોકાણ કર્યું છે.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×